ખબર

નિધનના 1 કલાક પહેલા સુષમા સ્વરાજએ આ વકીલને કહ્યું હતું કાલે આવીને 1 રૂપિયો ફી…

પૂર્વ વિદેશ મંત્રી અને ભારતીય જનતા પાર્ટીના દિગ્ગ્જ નેતા સુષમા સ્વરાજનું મંગળવારે નિધન થયું હતું. મંગળવારે હાર્ટએટેક આવવાને કારણે દિલ્લીની એઇમ્સ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન તેનું નિધન થયું હતું.

સુષમાએ નિધનના  એક કલાક પહેલા પાકિસ્તાનની જેલમાં બંધ ભારતીય નાગરિક કુલભૂષણ જાધવના મામલે ભારતીય વકીલ હરીશ સાલ્વે ને તેની 1 રૂપિયા ફી દેવા માટે બોલાવવામાં આવ્યા હતા. સાલ્વેએ હેંગ સ્થિત આંતરરાષ્ટ્રીય કોર્ટ  ( આઈસીજે) માં જાધવની સુનાવણી મલમલ ભારતનું પ્રતિનિધિત્વ 1 રૂપિયાની ફી પર કર્યું હતું.

હરીશ સાલવેએ એક ટીવી સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે,  નિધનના એક કલાક પહેલા સુષમા સ્વરાજ સાથે વાત કરી હતી. સાલવેએ કહ્યું હતું કે, મેં રાતે 8:50 વાગે વાત થઇ હતી. આ એક બહુજ ભાવનાત્મક વાતચીત હતી. તેઓએ કહ્યું હતું કે, આવો અને મને મળો. જો કેસ તમે જીતાડ્યો છે. તેના માટે મારે તમને એક રૂપિયો આપવો છે. ત્યારે મેં કહ્યું હતું કે, હું મારી એ કિંમતી ફી લેવા આવીશ. ત્યારે તેને કહ્યું હ્યુ કે કાલે સાંજે 6 વાગ્યે આવજો.

જણાવી દઈએ કે, ગયા મહિને  જ આંતરરાષ્ટ્રીય કોર્ટ ઓફ જસ્ટિસમાં કુલભૂષણ જાધવ મામલે પાકિસ્તાનને ફટકાર લાગી હતી. સાથે જ પાકિસ્તાનને ફાંસીની સજા પર રોકલ લગાવી તેને પુનઃવિચારણા કરવા માટે કહેવામાં આવ્યું હતું।

પાકિસ્તાને 2016માં જાધવને જાસૂસીના આરોપમાં ગિરફ્તાર કરવામાં આવ્યા હતા. ત્યારબાદથી તે લોકો ભારતીય અધિકારીઓને મળવાની અનુમતિ આપતા ના હતા.

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.
આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks