જે હરિયાણા છોકરા-છોકરી વચ્ચે ભેદભાવ કરવા માટે બદનામ છે, એ જ હરિયાણામાં વેલેન્ટાઈન્સ ડે એટલે કે 14 ફેબ્રુઆરી 1952ના રોજ એક છોકરીનો જન્મ થયો જેને આગળ જઈને આખા દેશમાં જ નહિ પણ વિશ્વભરમાં નામ બનાવ્યું. અહીં વાત થઇ રહી છે પૂર્વ વિદેશ મંત્રી અને ભાજપના કદાવર નેતા સુષમા સ્વરાજની, જેમને મંગળવારના રોજ 67 વર્ષની ઉંમરે દિલ્હીમાં એમ્સ હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા.

તેમના માતાપિતાની સંબંધ પાકિસ્તાનના લાહોરથી હતો, પણ તેઓ હરિયાણાના અંબાલામાં આવીને રહેવા લાગ્યા હતા. તેમના પિતા હરદેવ શર્મા રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘના પ્રસિદ્ધ સભ્ય હતા. એટલે સુષમાને સંઘની પાઠશાનું જ્ઞાન ઘરમાંથી જ મળ્યું. અંબાલા કેન્ટમાં સનાતન ધર્મ કોલેજથી સંસ્કૃત અને પોલિટિકલ સાયન્સમાં શિક્ષણ પ્રાપ્ત કરીને ચંદીગઢની પંજાબ યુનિવર્સીટીમાંથી કાયદાનો અભ્યાસ કર્યો. સુષમા સ્વરાજ સુપ્રીમ કોર્ટના વકીલ પણ રહી ચુક્યા છે.

તેમનામાં બોલવાનું કૌશલ્ય તો એવું હતું કે જેના કારણે અભ્યાસ દરમ્યાન કોલેજકાળમાં તેમને સતત ત્રણ વર્ષ સર્વશ્રેષ્ઠ હિન્દી વકતાનો પુરસ્કાર પણ મળ્યો હતો. કાયદાના અભ્યાસ દરમ્યાન તેમની મુલાકાત સ્વરાજ કૌશલ સાથે થઇ. અને કોલેજથી તેમની પ્રેમકથા શરુ થઇ. આ એ સમયની વાત છે કે જયારે એક છોકરી માટે પ્રેમવિવાહ કરવા તો દૂર એ વિશે વિચારવું પણ ગુનો માનવામાં આવતું હતું. મજાની વાત એ હતી કે સુષમા સ્વરાજ આરએસએસ સાથે જોડાયેલ હતા અને સ્વરાજ કૌશલ સોશિયાલિસ્ટ વિચારધારાને માનતા હતા.

વર્ષ 1975માં સુષમા સ્વરાજ સોશિયાલિસ્ટ નેતા જ્યોર્જ ફર્નાન્ડીસની લીગલ ડિફેન્સ ટીમનો ભાગ બની ગયા, જેમાં સ્વરાજ કૌશલ પણ હતા. બંનેએ ઇમર્જન્સી દરમ્યાન જયપ્રકાશ નારાયણના આંદોલનમાં ભાગ લીધો અને અહીં જ તેમની વચ્ચે નિકટતા વધી અને બંનેએ લગ્ન કરવાનો નિર્ણય કરી લીધો. લગ્ન માટે બંને પરિવારોને મનાવવામાં પણ ખૂબ જ મહેનત કરવી પડી અને આખરે 13 જુલાઈના 1975ના રોજ તેમને લગ્ન કરી લીધા. લગ્ન બાદ સુષમા સ્વરાજે પોતાના પતિના નામને પોતાની અટક બનાવી લીધી.
Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.
આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks