ખબર

પૂર્વ વિદેશ મંત્રી અને ભાજપના કદાવર નેતા સુષમા સ્વરાજના નિધન પર બોલિવૂડની હસ્તીઓએ વ્યક્ત કર્યો શોક

પૂર્વ વિદેશ મંત્રી અને ભાજપના કદાવર નેતા સુષમા સ્વરાજનું 67 વર્ષની ઉંમરે દિલ્લીના AIIMS હોસ્પિટલમાં નિધન થયું. ગઈ રાતે હાર્ટએટેક આવવાથી તેમનું નિધન થયું. સુષમા સ્વરાજને ગંભીર હાલતમાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, જ્યા તેઓએ અંતિમ શ્વાસ લીધા. જણાવી દઈએ કે તબિયત ખરાબ થવા પર સુષમા સ્વરાજને AIIMSમાં દાખલ કરવામાં આવ્યા હતા, જ્યા ડોક્ટરોની એક ટિમ સતત તેમની સ્થિતિ પર નજર રાખીને બેઠી હતી. પરંતુ થોડા સમય બાદ જ તેમને અંતિમ શ્વાસ લીધા. જે સમયે સુષમા સ્વરાજનું નિધન થયું એ સમયે તેમના પતિ અને પરિવારના અન્ય સભ્યો તેમની સાથે હાજર હતા.

Image Source

સુષમા સ્વરાજના નિધન બાદ બધા લોકો ખૂબ જ દુઃખી છે. તેમના નિધનથી આખા દેશમાં શોકની લહેર છવાઈ ગઈ છે. લોકો ટ્વીટર પર ટ્વીટ કરીને તેમને શ્રદ્ધાંજલિ આપી રહયા છે. ત્યારે બોલિવૂડની હસ્તીઓ પણ ટ્વીટર પર ટ્વીટ કરીને તેમને શ્રદ્ધાંજલિ આપી રહયા છે.

બોલીવૂડના દિગ્ગજ અભિનેતા અમિતાભ બચ્ચને પણ શોખની લાગણી વ્યક્ત કરતા સુષમા સ્વરાજને ટ્વીટ કરીને શ્રદ્ધાંજલિ આપી છે. તેમને ટ્વીટ કરીને લખ્યું, ‘એક અત્યંત દુઃખદ સમાચાર! એક ખૂબ જ પ્રબળ રાજનીતિજ્ઞ, એક મિલનસાર વ્યક્તિત્વ, એક અદભૂત પ્રવક્તા. આત્માની શાંતિ માટે પ્રાર્થના.’

જયારે દિગ્ગજ ગાયિકા લતા મંગેશકરે સુષમા સ્વરાજને શ્રદ્ધાંજલિ આપતા લખ્યું, સુષમા સ્વરાજજીના નિધનથી ખૂબ જ દુઃખ થયું છે. એક ગરિમામયી અને ઈમાનદાર નેતા, એક સંવેદનશીલ અને નિઃસ્વાર્થ આત્મા, સંગીત અને કાવ્યની ઊંડી સમજ રાખનાર મિત્ર. આપણી પૂર્વ વિદેશમંત્રીને હંમેશા યાદ કરવામાં આવશે.

ભાજપના સાંસદ સની દેઓલે સુષમા સ્વરાજને શ્રદ્ધાંજલિ આપતા લખ્યું કે તેઓ દેશના શ્રેષ્ઠ નેતાઓમાંના એક હતા. એ ખાસ હતા અને તેમની યાદ આવશે. તેમના પરિવાર અને મિત્રોને મારી સંવેદનાઓ.

સીબીએફસીના ચેરમેન અને ગીતકાર પ્રસૂન જોશીએ શ્રદ્ધાંજલિ આપતા લખ્યું – ‘એક સાચી નેતા અને અસરદાર વક્તા સાથે જ સરળ આત્મા. તમે ખૂબ જ જલ્દી જતા રહયા. ખૂબ જ અફસોસ છે. તમારી સાથે વિતાવેલી ક્ષણો યાદ રહેશે.

રવીના ટંડને લખ્યું કે નિધનની ખબર સાંભળીને સંપૂર્ણ રીતે સ્તબ્ધ અને હલી ગઈ છું. તેઓ એક મહાન નેતા જ નહીં પણ એક દયાળુ મહિલા પણ હતા. તેમના આત્માની શાંતિ માટે પ્રાર્થના.

બોલિવૂડ અભિનેત્રી અનુષ્કા શર્માએ સુષમા સ્વરાજના નિધન પર શોક વ્યક્ત કરતા લખ્યું કે, તેમના નિધનથી એક શોકમાં છે.

રિતેશ દેખમુખે લખ્યું કે સુષમા સ્વરાજ જી મોટા કદવાળી નેતા રહી. તમારી ખૂબ જ યાદ આવશે.

આયુષ્માન ખુરાના, વિવેક અગ્નિહોત્રી અને સ્વરા ભાસ્કરે પણ સુષમા સ્વરાજના નિધન પર શોક વ્યક્ત કર્યો.

જયારે અભિનેતા રણદીપ હુડ્ડાએ સુષમા સ્વરાજને મોટા કદવાળા નેતા ગણાવીને લખ્યું, ‘તેમને ક્યારેય નથી મળ્યો, પરંતુ તેમના નિધનના ખબર સાંભળીને દુઃખ થઇ રહ્યું છે. એક એવા અધ્યાયનું સમાપન થઇ ગયું છે, જ્યા દેશથી દૂર રહેતા ભારતીયો વિચારતા હતા કે કોઈ તેમને જોઈ રહ્યું છે.’

દિવ્યા દત્તાએ તેમના નિધન પર અફસોસ વ્યક્ત કરતા કહ્યું, ‘નિધનની ખબર સાંભળીને આઘાતમાં છું. એક મહાન નેતાને શ્રદ્ધાંજલિ.’

અભિનેતા બોમન ઈરાનીએ પણ ટ્વીટર પર શોક વ્યક્ત કરતા લખ્યું કે સુષમા સ્વરાજના જવાના સમાચાર સાંભળીને તેઓ દુઃખી છે. આ દેશનો લોસ છે.

જયારે અભિનેત્રી શબાના આઝમીએ લખ્યું કે સુષમા સ્વરાજના નિધનથી ખૂબ જ દુઃખી છે. રાજકીય ભેદભાવ હોવા છતાં અમારા સંબંધો સારા હતા.

અભિનેત્રી પરિણીતી ચોપરાએ પણ ટ્વીટર પર ટ્વીટ કરીને દુઃખ વ્યક્ત કર્યું હતું.

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks