ખબર

‘મને આ દિવસની જ રાહ હતી’, અવસાનના થોડા સમય અગાઉ સુષ્માજીએ કરેલું ટ્વીટ થયું વાઇરલ

દિલ્હીના પ્રથમ મહિલા મુખ્યમંત્રી, માહિતી અને પ્રસારણ મંત્રી અને વિદેશમંત્રી જેવા અનેક હોદ્દાઓ પર રહીને સુશાસનપૂર્વક વહીવટ ચલાવનાર સુષ્મા સ્વરાજનું દિલ્હીની એઇમ્સ અસ્પતાલમાં હ્રદયરોગના હુમલાને કારણે અવસાન થવાથી સમગ્ર દેશ ઘેરા શોકમાં ડૂબી ગયો છે.

૧૭મી લોકસભા માટે મંત્રીમંડળના ગઠન વખતે સુષ્મા સ્વરાજે કોઈ પદ લેવાની ના પાડી હતી અને હમણાથી તેઓ રાજનીતિથી દૂરનું જીવન જીવતાં હતાં. દેશભરમાં હાલ જમ્મુ-કાશ્મીરમાંથી ૩૭૦મી કલમ હટાવી લેવાના સરકારના નિર્ણયને લઈને ઉજવણીનો માહોલ ચાલી પણ ચાલી રહ્યો હતો. અને આ માહોલમાં જ સુષ્માજીએ પોતાના ટ્વીટર હેન્ડલ પર છેલ્લી ટ્વીટ આજે સાંજે ૭-૨૩ પર કરી હતી.

આ તેમની છેલ્લી ટ્વીટ હતી, જેમાં તેમણે જમ્મુ-કાશ્મીરનું પુન:ગઠન કરવા બદલ અને કલમ ૩૭૦ નાબૂદ કરવા બદલ નરેન્દ્ર મોદીને અભિનંદન આપ્યાં અને કહ્યું હતું કે, “હું મારા જીવનમાં આ દિવસ જોવાની જ રાહ જોઈ રહી હતી.”

અને વિધિની વિચિત્રતા તો જૂઓ, આ દિવસ પૂરો થયો અને હવે સુષ્માજી પણ આપણી વચ્ચે નથી! હજુ સમી સાંજ સુધી ટ્વીટર પર શુભેચ્છાઓ પાઠવનાર વ્યક્તિ અડધી રાત ના થઈ એ પહેલાં જ આ ફાની દુનિયા છોડીને જતી રહી!

વિદેશમંત્રાલય સંભાળનાર બીજા મહિલા —

૬૭ વર્ષનું આયુષ્ય ભોગવીને વિદાય લેનારા સુષ્મા સ્વરાજ માત્ર ૨૫ વર્ષની ઉંમરે જ હરિયાણામાં ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતાં. આ રીતે, સૌથી યુવાનવયે આ પદ મેળવનાર મહિલાઓ પણ તેઓ બનેલા. એ પછી તો તેમની પહોંચ ઠેઠ કેન્દ્ર સુધી પહોંચી. તેઓ કુલ સાત વખત લોકસભામાં અને ત્રણ વખત રાજ્ય સભામાં સાંસદ રહી ચૂક્યાં છે. અટલજીની સરકારમાં સુચના અને પ્રસારણમંત્રી તરીકેનો મહત્ત્વનો કારભાર સંભાળ્યો, તો દિલ્હીના પણ પહેલાં મહિલા મુખ્યમંત્રી તરીકે ચૂંટાઈ આવ્યાં. નરેન્દ્ર મોદીના વડપણ હેઠળની સોળમી લોકસભામાં તેઓએ કેબિનેટ મિનિસ્ટર તરીકે વિદેશમંત્રીનું પદ સંભાળ્યું એ સાથે જ તેઓ ઇન્દીરા ગાંધી બાદ બીજાં ભારતીય મહિલા બન્યાં કે જેઓ આ પદ પર રહ્યાં હોય.

સુષ્મા સ્વરાજ જનતાના પ્રશ્નોના તત્કાળ ઉત્તર આપવા માટે ખાસ્સા લોકપ્રિય પણ બનેલા. લોકો ભારે હ્રદયે તેમને શ્રધ્ધાંજલી પાઠવી રહ્યા છે.

Author: Kaushal Barad GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો. અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર.જો તમને આ લેખ ગમ્યો હોય તો વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો, શેર કરો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય પેજ GujjuRocks લાઈક કરો અને દોસ્તો ગુજ્જુરોક્સના દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા ઇચ્છતા હો તો અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks