Breaking News : ગુજરાતના પૂર્વ શિક્ષણમંત્રીનું નિધન, સમાજસેવા અર્થે રાજકારણમાં કર્યો હતો પ્રવેશ

રાજકોટની અનેક સેવાભાવી સંસ્થાના પાયાના પથ્થર એવા ગુજરાતના પૂર્વ શિક્ષણમંત્રીનું નિધન, સમાજસેવાથી લઇને રાજનીતિ સુધીની કરી સફર

ગુજરાત રાજ્યના પૂર્વ કેબિનેટ મંત્રી અને રાજકોટની અનેક સેવાભાવી સંસ્થાના પાયાના પથ્થર એવા ડો.સુશીલાબેન કેશવલાલ શેઠનું આજે નિધન થયું છે. ડો.સુશીલાબેન છેલ્લા થોડા સમયથી બિમાર હતા અને આજે સવારે તેમણે 95 વર્ષની ઉંમરે છેલ્લા શ્વાસ લીધા.તેઓના નિધનથી જૈન સમાજ અને રાજકોટના જાહેર જીવન સાથે જોડાયેલા લોકોમાં શોકનું મોજું ફરી વળ્યું છે.

તેમની પ્રાર્થનાસભા શનિવારના રોજ રાખવામાં આવી છે. પાટણવાવ ખાતે 26 એપ્રિલ 1928ના રોજ જન્મેલા ડો.સુશીલાબેન બાળપણથી જ ખુબ તેજસ્વી હતા અને તેમણે મેડિકલ અભ્યાસમાં એડમિશન મેળવ્યા બાદ તેમણે ગાયનેક શાખાની ઉચ્ચ મેડિકલ ડીગ્રી મેળવી. વ્યવસાયે ગાયનેક ડો.સુશીલાબેન સમાજસેવા અર્થે રાજકારણમાં આવ્યા અને અહીં પણ તેઓએ સફળતા પ્રાપ્ત કરી.

કાંતિ સ્ત્રી વિકાસ ગૃહ ખાતે તેમના પાર્થિવ દેહને અંતિમ દર્શન માટે મૂકવામાં આવ્યો હતો અને તે બાદ તેમના રામનાથ પરા સ્મશાન ખાતે અંતિમ સંસ્કાર કરાયા હતા. સુશીલાબેને પોતાનું આખું જીવન પ્રજા સેવા માટે સમર્પિત કરી દીધું હતું. ગુજરાત રાજયના સોશિયલ વેલ્ફેર મિનિસ્ટર તરીકે તેમણે નિષ્ઠાપુર્વક કામગીરી કરી. ત્યારે તેમની ખોટ કોઈ રીતે પુરી શકાય તેમ નથી.

તેમણે ડોકટરી વ્યવસાયનો ત્યાગ કરી સમગ્ર સમાજ અને ખાસ કરીને મહિલાઓના ઉત્કર્ષ માટે અનેકવિધ સંસ્થાઓને પોતાનું સમગ્ર જીવન સમર્પિત કરી દીધુ. તે કે. કે. શેઠ ફિઝીયોથેરાપી કોલેજ, કાન્તા સ્ત્રી વિકાસ ગૃહ, જી. ટી. શેઠ ઓર્થોપેડિક હોસ્પિટલ, જી. ટી. શેઠ વિદ્યાલય, એચ.ટી. ચિકિત્સાલય, જી.ટી. શેઠ કેન્સર હોસ્પિટલ, શાંતિ શેઠ આંખની હોસ્પિટલ સહિત અનેક સંસ્થાઓના પાયાના પથ્થર હતા. તેઓ જીવનના છેલ્લા શ્વાસ સુધી સતત કાર્યરત રહ્યા.

Shah Jina