‘કૌન બનેગા કરોડપતિ સીઝન-11’ ની સાથે એકવાર ફરીથી અમિતાભજી ટીવી સ્ક્રીન પર નજરમાં આવવાના છે. આ સીઝન માટે રજીસ્ટ્રેશન પણ શરૂ થઇ ગયું છે. આગળના સીઝનમાં આ શો એ ઘણા લોકોનું જીવન બદલાવી નાખ્યું છે.તેમાના જ એક બિહારના પૂર્વી ચંપારણ જિલ્લાના મોતીહારી સુશીલ કુમારે 2011 માં કેબીસી ના સીઝન-5 માં પાંચ કરોડ રૂપિયા જીત્યા હતા.

મહિનાના છ હજાર રૂપિયા આપતી નોકરી કરનારા સુશીલ કુમારે ઈનામના સ્વરૂપે મળેલા પૈસાથી પોતાનું પુશ્તેની મકાન ઠીક કરાવ્યું અને પોતાના ભાઈઓનો બિઝનેસ પણ શરૂ કરાવડાવ્યો. સુશીલ 100 ગરીબ બાળકોને ભણાવી પણ રહ્યા છે.કેબીસીમાં જાતા પહેલા એમએ સુધીનો અભ્યાસ કરનારા સુશીલ કોમ્પ્યુટર ઓપરેટરની નોકરી કરતા હતા.સુશીલનું ઘર તૂટી ગયું હતું જેને લીધે તેઓ ભાડાના મકાનમાં રહેતા હતા.

સુશીલને એક દીકરી છે જે યુકેજી માં ભણે છે અને તેની પત્ની પેઈટીંગ શીખી રહી છે, અને સુશીલ પોતે પણ સિતાર વગાડવાનું શીખી રહ્યા છે.સુશીલના ગુરુજી સંજય શર્મા છે જેની પાસેથી તે સંગીત શીખી રહ્યા છે.

કૌન બનેગા કરોડપતિ દ્વારા સુશીલે 5 કરોડ રૂપિયા તો જીત્યા હતા પણ ઇન્કમ ટૈક્સ કપાયા પછી તેને માત્ર 3.6 કરોડ રૂપિયા જ મળ્યા હતા. આ પૈસાથી તેમણે પોતાનું ઘર ઠીક કરાવીને પોતાનું પહેલું સપનું પૂરું કર્યુ હતું.

સુશીલે બાકી બચેલા પૈસા બેંકમાં જમા કરાવી દીધા હતા, જેના વ્યાજ દ્વારા પરિવારનો ખર્ચ ચાલે છે. હાલ સુશીલ બિઝનેસ સંભાળવાની સાથે-સાથે સ્ક્રીપ્ટ પણ લખે છે.

આ સિવાય સુશીલ ગરીબ બાળકોનું જીવન બનાવની કોશિશ પણ કરી રહ્યા છે. તેમણે 100 મહાદલિત બાળકોને દત્તક પણ લીધેલા છે.જેના માટે તેમણે ‘ગાંધી બચપન’ કેન્દ્ર પણ ખોલ્યું હતું.

સુશીલ કુમાર ચંપારણ ના છે પણ ત્યાં એક પણ ચંપાનું ઝાડ ન હતું. એવામાં તેને વિચાર આવ્યો કે તે ચંપાના છોડ વાવે. આ કામમાં તેનો સાથ આપવા માટે અન્ય લોકો પણ જોડાઈ ગયા હતા. સુશીલે પહેલો ચંપાનો છોડ ગર્લ્સ હાઈસ્કૂલમાં લગાવ્યો હતો.
આવી રીતે થયા હતા કૌન બનેગા કરોડપતિમાં ક્વોલિફાઇ:

કેબીસીની હોટ સીટ માટે ક્વોલિફાઇ કરવા માટે આઠ લોકોને પસંદ કરવામાં આવ્યા હતા.પ્રશ્ન એ હતો કે નીચે આપેલા વિકલ્પને ચઢતા ક્રમમાં ગોઢવવાના છે.
- A:પોણો કલાક
- B:સવા કલાક
- C:એક કલાક
- D:અળધો કલાક
આઠ લોકોએ આ પ્રશ્નનો સાચો જવાબ આપ્યો હતો પણ સૌથી ઓછા સમયમાં સુશીલ કુમારે જવાબ આપ્યો હતો(4.957 સેકન્ડ). જેને લીધે તેને હોટ સીટ માટે પસંદ કરવામાં આવ્યા હતા.
Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર.જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.
આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks