કૌન બનેગા કરોડપતિની સીઝન-12માં ટીવીમાં પરત ફરી છે. શોના હોસ્ટ અમિતાભ બચ્ચનના શોના લોન્ચ માટે શૂટિંગ શરૂ કરી દીધું છે. કોરોના વાયરસની મહામારીને કારણે શોના ફોર્મેટમાં ઘણા બદલાવ જોવા મળી શકે છે. આ વખત આ સીઝનમાં લાઈવ દર્શકો જોવા નહીં મળે. શોમાં ચાર લાઈફ લાઈન આપવામાં આવે છે. જેમાં 50-50, ફોન આ ફ્રેન્ડ, ઑડિયન્સ પોલ અને એક્સપોર્ટ એડવાઈઝ શામેલ છે. ઑડિયન્સ પોલમાં દર્શકોના અભાવમાં કોઈ અન્ય લાઇફલાઇનમાં રિપ્લેસ કરવામાં આવી શકે છે. આ વચ્ચે કેબીસી-5માં વિજેતા રહી ચૂકેલા સુશીલ કુમારે ફેસબુક પર તેની સંઘર્ષની કહાની જણાવી હતી.સુશીલ કુમારે લાંબી-લચક પોસ્ટ લખીને સેલિબ્રિટી બન્યા બાદ જિંદગીનો સૌથી ખરાબ સમય શરૂ થયો હતો.

પોસ્ટ શેર કરતા સુશીલએ લખ્યું હતું કે, કેબીસી જીત્યા બાદ મારા જીવનનો સૌથી ખરાબ સમય શરૂ થયો હતો. 2015-2016 એ મારા જીવનનો સૌથી પડકારપૂર્ણ સમય હતો. મને સમજમાં નથી આવ્યું કે શું કરું. સ્થાનિક સેલિબ્રેટીને કારણે મહિનામાં દસથી પંદર દિવસ બિહારમાં કોઈને કોઈ કાર્યક્રમમાં રહેતો હતો. આ બાદ ધીમે-ધીમે વાંચવા ણ ભણવાયુ બંધ થઇ ગયું હતું.
સુશીલે વધુમાં કહ્યું હતું કે, તે સમયે હું મીડિયાને લઈને ખૂબ ગંભીર હતો. તે સમયે મીડિયા પણ પૂછતી હતી કે, કે તમે શું કરો છો. હું અનુભવ વગરનો ધંધો કરતો હતો. જેથી મીડિયાને હું કહી શકું કે હું બેરોજગાર નથી. પરિણામ એ આવતું હતું કે, થોડા દિવસો પછી ધંધો બંધ થઇ જતો હતો.

વધુમાં સુશીલકુમારે જણાવ્યું હતું કે, કેબીસી બાદ હું દાનવીર બની ગયો હતો. મન ગુપ્તદાનનો ચસ્કો લાગ્યો હતો. મહિનામાં 50થી વધુ રૂપિયા આ કામમાં ચાલ્યા જતા હતા. આ કારણે ઘણા છેતરપિંડી કરતા લોકો પણ જોડાઈ ગયા હતા અને મને લૂંટીને ચાલ્યા જતા હતા. તે સમયે મને દારૂ અને સિગરેટની લત પણ લાગી ગઈ હતી.
જેની અસર મારા પરિવાર પર પણ પડી. જેના વિશે સુશીલએ કહ્યું કે પત્ની સાથેના સંબંધો પણ ખરાબ થઇ ગયા હતા. મારી પત્ની હંમેશાં કહેતી હતી કે તમે સાચા અને ખોટા લોકોને ઓળખતા નથી અને ભવિષ્યની ચિંતા કરશો નહીં. આ બધું સાંભળીને મને લાગતું હતું કે તે મને સમજી નહીં શકે. આ બાબતે ભારે ઝઘડો થયો હતો.

આ સાથે જ તેનું માનવું હતું કે, સારી વસ્તુઓ પણ થઈ રહી હતી. દિલ્હીમાં કાર લઈને હું મિત્ર સાથે ચલાવવા લાગ્યો હતો. જેના કારણે મારે લગભગ દર મહિને થોડા દિવસો માટે દિલ્હી આવવું પડ્યું. આ દરમિયાન હું જામિયા મીલીયામાં મીડિયા અભ્યાસ કરતા કેટલાક વિધાર્થીઓ મળ્યા હતા. આ બાદ આઈઆઈએમસીમાં ભણતા છોકરાઓ અને પછી જેએનયુમાં રિસર્ચ કરતા છોકરાઓને મળ્યો હતો.
સુશીલએ લખ્યું હતું કે, તે રાત્રે પ્યાસા ફિલ્મ જોઈ રહ્યો હતો અને તે ફિલ્મનો ક્લાઈમેક્સ ચાલી રહ્યો હતો. જેમાં ગુરુ દત્ત સાહેબ માલા સિંહા સાથે કરી રહ્યા છે કે હું વિજય નથી, તે વિજય મરી ગયો છે. તે જ સમયે પત્ની ઓરડામાં આવી અને બૂમ પાડવા લાગી કે ફરી એક જ ફિલ્મ જોઈને તમે પાગલ થઈ જશો અને જો તમારે આ જોવું હોય તો મારા રૂમમાં ના આવતા. આ બાદ લેપટોપ બંધ કરી દઈ શાંતિથી ચાલવા લાગ્યો હતો.
આ વચ્ચે એક અંગ્રેજી અખબારના પત્રકારનો ફોન આવ્યો બાદમાં મેં લાંબા સમય સુધી સરખી વાત કરી હતી. આ બાદ મને એવું પૂછ્યું હતું કે, મ ગુસ્સો કરીને કહી દીધું હતું કે મારી પાસે પૈસા પુરા થઇ ગયા છે અને 2 ગાય પાળીને દૂધ વેચીને હું ગુજરાન ચલાવું છે.આ બાદ આ સમાચારની અસરની તો તમને ખબર છે. આ સમાચારની એટલી અસર થઇ કે, જે ચાલુ ટાઈપના લોકો હતા તે પણ મને નીચા દેખાડવાનો પ્રયાસ કરી રહ્યા હતા. મને લોકોએ કાર્યક્રમમાં બોલાવવાનું બંધ કરી દીધું હતું. તે સમય મને ખબર પડી કે, માર શું કરવું જોઈએ.

સુશીલએ જણાવ્યું કે આ દરમિયાન, એક દિવસ પત્ની સાથે ખૂબ ઝઘડો થતા તે તેના પિયર ચાલી ગઈ હતી.આ વાત છૂટાછેડા સુધી પહોંચી ગઈ હતી. તે સમયે મને અહેસાસ થયો કે, મારે મારુ ઘર સાચવવું હશે તો મારે બહાર જવું પડશે. આ બાદ ફિલ્મ ડિરેક્ટર બનવાનું સપનું લઈને હું ચુપચાપ બિલકુલ નવા પરિચિતો સાથે જોડાઈ ગયો હતો.. મારા પરિચિત નિર્માતા મિત્રના સાથે વાત કરી જયારે મેં મારી વાત કરી ત્યારે તેણે ફિલ્મ સાથે સંબંધિત કેટલીક ટેક્નિકલ વાત પૂછી હતી તે હું જણાવી શક્યો ના હતો.
તે એક મોટા પ્રોડક્શન હાઉસમાં કામ કરવા આવ્યો લાગ્યો હતો. ત્યાં, કહાની, સ્ક્રીન પ્લે, ડાયલોગ કોપી, પ્રોપ્સ કોસ્ચ્યુમ જોવાનો મોકો મળ્યો હતો. આ બાદ મારું મન ત્યાંથી બેચેન થવા લાગ્યું હતું. ત્યાં ફક્ત આંગણા, રસોડું અને બેડરૂમમાં જ મોટે ભાગે શૂટ થતું હતું. હું ફિલ્મ ડિરેક્ટર બનવાનું સપનું લઈને આવ્યો છું અને એક દિવસ ત્યાંથી નીકળીને હું એક ગીતકાર મિત્ર સાથે તેના રૂમમાં રહેવા લાગ્યો હતો.
આખો દિવસ એકલો રહેવાથી વાંચવા અને લખવાથી મને અંદર નિષ્પક્ષતાથી જોવાની તક મળી. એ બાદ મને સમજાયું કેસાચું ખુશી તો આપણું મનગમતું કામ કરવામાં જ છે. હું મુંબઇથી ઘરે આવ્યો અને શિક્ષકની તૈયારી કરી પાસ થયો. આસાથે જ હવે હું પર્યાવરણને લગતા ઘણાં કામ કરું છું. હવે જીવનમાં હંમેશા એક નવો ઉત્સાહ રહે છે. અંતમાં સુશીલએ લખ્યું – ફક્ત વિચારો કે જીવનની જરૂરિયાતોને શક્ય એટલી ઓછી રાખવી જોઈએ. જેથી તમારી કમાણીમાંથી તમારી જરૂરીયાત પુરી થઇ જાય.
Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.