ફિલ્મી દુનિયા

સુશાંત બાદ આ અભિનેતાએ કરી આત્મહત્યા, ચાહકો ધ્રુજી ઉઠ્યા- હે ભગવાન શું ચાલી રહ્યું છે 2020માં

બૉલીવુડ અને ટીવી જગતમાં આગળના અમુક મહિનાઓથી જાણે કે દુઃખના કાળા વાદળો છવાઈ ગયા છે. એક પછી એક દિગ્ગ્જ કલાકારોના નિધન અને આત્મહત્યાની ખબરો સામે આવી રહી છે. અમુક દિવસો પહેલા જ અભિનેતા સુશાંત સિંહ રાજપૂતે આત્મહત્યા કરી હતી. એવામાં એકવાર ફરીથી દુઃખના સમાચાર સામે આવ્યા છે.

 

View this post on Instagram

 

A post shared by Susheel Gowda (@susheel.gowda.08) on

ટીવી જગતના દિગ્ગ્જ અભિનેતા સુશીલ ગૌડાએ પણ આત્મહત્યા કરીને પોતાના જીવનને ટૂંકાવી લીધું છે.સુશીલ આગળના અમુક દિવસોથી પોતાના ઘરે જ રહી રહયા હતા,જ્યા તેમણે આત્મહત્યા કરી લીધી.

 

View this post on Instagram

 

A post shared by Susheel Gowda (@susheel.gowda.08) on

રિપોર્ટના આધારે સુશીલે પણ ગળાફાંસો ખાઇને આત્મહત્યા કરવાના સમાચાર સામે આવ્યા છે જો કે તેની આત્મહત્યાનું કારણ સામે આવ્યું નથી. સુશીલના નિધનથી ટીવી જગતમાં શોકના વાદળો છવાઈ ગયા છે. સુશાંત સિંહ રાજપૂત પછી સુશીલની આત્મહત્યા મનોરંજન જગત માટે એક બીજો ઝાટકો સાબિત થયો છે.

 

View this post on Instagram

 

A post shared by Susheel Gowda (@susheel.gowda.08) on

સુશીલ ગૌડાની સ્યુસાઇડની ન્યુઝ મળતા દુ:ખી થયેલા અભિનેતા દુનિયા વિજયે સોશ્યલ મીડિયા પર લખ્યું હતું કે, મેં જ્યારે અભિનેતા સુશીલને પહેલી વાર જોયો તો મને અસલી હીરો જેવો લાગ્યો હતો. ફિલ્મ રિલીઝ થાય એ પહેલા જ અને બહુ જલ્દી તે અમને છોડીને ચાલ્યો ગયો. સ્યુસાઇડ કરવું એ કોઈ મુશ્કેલીનો ઉપાય નથી. મને લાગે છે કે આ વર્ષે મૃત્યુની પ્રક્રિયા બંધ નહીં થાય.

 

View this post on Instagram

 

A post shared by Susheel Gowda (@susheel.gowda.08) on

ફક્ત કોવિડ 19 વાયરસને લીધે જ મૃત્યુ થાય છે જરૂરી નથી. લોકો નોકરી ગુમાવી રહ્યાં છે. તેમનામાં વિશ્વાસની અછત છે. આ સમયે સ્ટ્રોંગ થઈને રહેવાની જરૂર છે. જેથી આ અઘરા સમયમાંથી બહાર આવી શકીએ.

 

View this post on Instagram

 

A post shared by Susheel Gowda (@susheel.gowda.08) on

આ અભિનેતાએ રોમાન્ટિક TV સીરિઝ ‘અંતપુરા’માં કામ કરીને સ્ટારડમ મેળવ્યું હતું. તેની સાથે કામ કરી ચૂકેલી હિરોઈન અમિતા રંગનાથે કહ્યું કે,’મને મારા મિત્ર દ્વારા આ સમાચાર મળ્યા હતાં અને હજુ પણ મને વિશ્વાસ નથી થઈ રહ્યો કે સુશીલ ગૌડા હવે આપણી વચ્ચે નથી. તે ખૂબ જ સારો વ્યક્તિ હતો. ક્યારેય તેને ગુસ્સો આવતો નહોતો.’ સીરિયલ ‘અંતપુરા’ના ડિરેક્ટર અરવિંદ કૌશિકે પણ સુશીલના મોત પર શોક વ્યક્ત કર્યો હતો.

 

View this post on Instagram

 

A post shared by Susheel Gowda (@susheel.gowda.08) on

સુશીલે ટીવી શો અંતપુરામાં કામ કર્યું હતું અને તે આવનારી ફિલ્મ સલગામાં એક પોલીસની ભૂમિકા નિભાવી રહ્યા હતા. સુશીલ પોતાને કન્નડ સિનેમામાં સ્થાપિત કરવાની કોશિશ કરી રહ્યા હતા અને તે એક ફિટનેસ ટ્રેનરના સ્વરૂપે પણ કામ કરતા હતા. નિર્દેશક અરવિંદ કૌશિકે પોતાની ફેસબુક પોસ્ટમાં લખ્યું કે,”ખુબ જ દુઃખદ જાણકારી મળી. સુશીલ ગૌડા, જે ટીવી સિરિયલ અંતપુરામાં મુખ્ય ભૂમિકામાં હતા, હવે આ દુનિયામાં નથી રહ્યા. તેની આત્માને શાંતિ મળે”.

 

View this post on Instagram

 

A post shared by Susheel Gowda (@susheel.gowda.08) on

30 વર્ષના સુશીલ પોતાના ગૃહ નગર મંડ્યા કર્ણાટકમાં જ હાલના સમયમાં રહેતા હતા જ્યા તેણે ગઈ કાલે એટલે કે 7 જુલાઈના રોજ ગળાફાંસો ખાઇને આત્મહત્યા કરી લીધી હતી.

Author: GujjuRocks Team

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.