મનોરંજન

સુશાંત સિંહ રાજપૂત કેસમાં થઇ ગઈ વધુ એકની ધરપકડ, જાણો વિગત

બોલિવુડ દિવંગત અભિનેતા સુશાંત સિંહ રાજપૂતે 14 જૂન 2020ના રોજ મુંબઇ સ્થિત તેના ઘરે આપઘાત કરી લીધો હતો, અને તે બાદથી આ કેસ આગળ આવ્યો અને તેમાં ડ્રગ્સ એન્ગલ સામે આવ્યો, ત્યારથી આ કેસની ડ્રગ્સ સંબંધિત તપાસ થઇ રહી છે. હાલ ડ્રગ્સ કેસ બાબતે નવા અપડેટ આવી રહ્યા છે.

ડ્રગ્સ મામલે મુંબઇ NCBએ દિવંગત અભિનેતા સુશાંત સિંહ રાજપૂતના મિત્ર અને અભિનેતા સિદ્ધાર્થ પિઠાનીની ધરપકડ કરી લેવામાં આવી છે. સિદ્ધાર્થ પિઠાની એ વ્યક્તિ છે જેણે આત્મહત્યા બાદ સુશાંતને પહેલીવાર જોયો હતો. તેણે જ પોલિસને ફોન કર્યો હતો અને એમ્બ્યુલેંસ પણ બોલાવી હતી. સુશાંતની આત્મહત્યા બાદ ડ્રગ્સ કેસની તપાસ NCB કરી રહી છે.

રીપોર્ટ્સ અનુસાર, સિદ્ધાર્થ પિઠાનીની હૈદરાબાદથી ધરપકડ કરી લેવામાં આવી છે. આ સિલસિલામાં ઘણા લોકોની પહેલા પણ ધરપકડ કરવામાં આવી છે. આ પહેલા સુશાંતની મોતની તપાસ કરી રહેલ CBI કેટલીક વાર સિદ્ધાર્થથી પૂછપરછ કરી ચૂકી છે.

તેણે CBIને આપેલ નિવેદનમાં જણાવ્યુ હતુ કે, છેલ્લા વર્ષે જાન્યુઆરીથી તે સુશાંત સાથે રહી રહ્યા હતા. તેણે એ પમ જણાવ્યુ કે, ચપ્પા વડે તેના ગળા પરના કપડાને કાપ્યુ હતુ ઇને ત્યાં હાજર એક વ્યક્તિ સાથે બેડ પર ચઢી સુશાંતની બોડીને નીચે ઉતારી હતી.

NCB આ કેસમાં તપાસ કરી રહી છે. તેમાં રિયા ચક્રવર્તી, શૌવિક ચક્રવર્તી જેવા અનેક લોકોના નામ સામે આવ્યા છે, સિદ્ધાર્થ પિઠાની પણ તેમાંથી એક છે. હવે તેની NCBએ ધરપકડ કરી લીધી છે.

જુલાઇ 2020માં આજતક સાથે વાતચીતમાં સિદ્ધાર્થે જણાવ્યુ કે, છેલ્લા એક વર્ષથી સુશાંતને તેઓ જાણતા હતા. બંનેની મુલાકાત કોમન મિત્રો દ્વારા થઇ હતી અને બાદમાં સુશાંત માટે સિદ્ધાર્થ કામ પણ કરવા લાગ્યા હતા. સુશાંતના છેલ્લા સમયમાં પણ તેઓ સાથે જ હતા.