ફિલ્મી દુનિયા

સુશાંતએ તેની લાડકી બહેન માટે લખી હતી સ્પેશિયલ નોટ, રાતોરાત વાયરલ થઇ, જુઓ ક્લિક કરીને

સુશાંતઆ આકસ્મિક નિધનથી ફેન્સને વિશ્વાસ નથી આવી રહ્યો. સુશાંતના નિધનથી ફેન્સની જેમ તેના પરિવારજનો પણ દુઃખી છે. સુશાંતની બહેન શ્વેતા કીર્તિ સિંહ અમેરિકામાં રહે છે. શ્વેતા તેના ભાઈ સાથે જોડાયેલી ઘણી તસ્વીર શેર કરતી રહે છે. હાલમાં જ તેને સોશિયલ મીડિયામાં એક પોસ્ટ શેર કરી હતી. જેમાં સુશાંતની હેન્ડ રાઇટિંગ જોઈ શકાય છે. આ નોટના સહારે સુશાંત તેની બહેનને મોટીવેટ કરવાની કોશિશ કરી રહ્યો છે.

 

View this post on Instagram

 

A post shared by Team Sushant Singh Rajput (@team_sushant_singh_rajput) on

સુશાંતે આ કાર્ડ થોડા સમય પહેલા તેની બહેનને આપ્યું હતું. આ કાર્ડમાં એક મોટિવેશનલ મેસેજ જોઈ શકાય છે. જેમાં લખ્યું હતુ કે, કઈ છોકરીઓ કહે છે કે તેઓ કરી શકે છે અને તેઓ કહે છે કે તેઓ કરી શકતા નથી. સામાન્ય રીતે બંને સાચા હોય છે. તમે આમાંથી પહેલી તું છો. લવ યુ. ભાઈ, સુશાંત.

Image source

આ સિવાય શ્વેતાએ એક બીજી પોસ્ટ શેર કરી હતી જેમાં તેના પુત્ર સાથે સુશાંતને લઈને વાતચીત કરી હતી અને તેણે ફેન્સને સંદેશ આપ્યો હતો કે દરેકને મજબૂત રહેવાની જરૂર છે. તેમણે લખ્યું, જ્યારે મેં મારા પુત્ર નિર્વાણને કહ્યું કે મામા હવે નથી રહ્યા, ત્યારે તેમણે મને કહ્યું કે, પરંતુ તે આપણા દિલમાં જીવંત છે.

 

View this post on Instagram

 

New Photo from #DilBechara . @sushantsinghrajput @sanjanasanghi96 . #SushantSinghRajput #SushantInOurHeartsForever

A post shared by Team Sushant Singh Rajput (@team_sushant_singh_rajput) on

તેમણે આગળ લખ્યું, તેમણે આ એક વાર નહીં પરંતુ ત્રણ વાર કહ્યું. જ્યારે પાંચ વર્ષનું બાળક આ વાત કરે છે, ત્યારે તેનાથી ખબર પડે છે કે, આપણે બધાએ કેટલા મજબૂત બનવું જોઈએ. તમે બધા મજબૂત રહો ખાસ કરીને સુશાંતના ફેન્સ. પ્લીઝએ વાતને સમજો કે,સુશાંત આજે પણ આપણા હૃદયમાં છે અને તે હંમેશા રહેશે. કૃપા કરીને એવું કંઈ પણ ન કરો કે જેનાથી તેના આત્માને નુકસાન થાય.

જણાવી દઈએ કે, સુશાંતનું 14 જૂને અવસાન થયું હતું. તેની છેલ્લી ફિલ્મ ‘દિલ બેચારા’ 24 જુલાઈએ ઓટીટી પ્લેટફોર્મ પર રિલીઝ થશે. ફેન્સ આ ફિલ્મ જોઈને થિયેટરો તેમના મનપસંદ અભિનેતાને શ્રદ્ધાંજલિ આપવા માંગતા હતા પરંતુ આવું થઈ શક્યું નહીં.

 

View this post on Instagram

 

A post shared by Team Sushant Singh Rajput (@team_sushant_singh_rajput) on

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.

લેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.