ફિલ્મી દુનિયા

સાચે જ જીનિયસ હતો સુશાંત સિંહ રાજપૂત, બંને હાથે એક સાથે લખતો હતો, જુઓ વિડીયો

એક્ટર સુશાંત સિંહ રાજપૂત આજે આપણી વચ્ચે નથી પરંતુ ફેન્સ તેનાથી જોડાયેલી યાદો શેર કરતા રહે છે. સોશિયલ મીડિયામાં દરરોજ સુશાંત સિંહ રાજપૂતના વિડીયો અને તસ્વીર સામે આવી રહ્યા છે. સોશિયલ મીડિયામાં શેર કરવામાં આવેલી તસવીરોમાં તે મસ્તી કરતો નજરે ચડે છે. તેથી લોકોને વિશ્વાસ જ આવતો ના હતો કે સુશાંત આત્મહત્યા કરી શકે છે. અને એક જ ઝાટકે દુનિયાને અલવિદા કહી દીધી છે.

 

View this post on Instagram

 

Receive without pride, let go without attachment. #Meditations

A post shared by Sushant Singh Rajput (@sushantsinghrajput) on

એક ટ્વીટર યુઝરે સુશાંત સિંહ રાજપૂતનો એક જૂનો વિડીયો શેર કર્યો છે. આ વીડિયોમાં જોઈ શકાય છે કે, સુશાંત બંને હાથથી લખતો નજરે ચડે છે. સુશાંતએ તેની ફિલ્મ છીછોરે ના કો સ્ટાર તાહિર રાજ ભસીનનું નામ બંને હાથથી લખ્યું છે. આ બાદ તે ઘણી ખુશ નજરે આવી રહી હતી આ વિડીયો જોઈને અંદાજો લગાવી શકાય છે કે, સુશાંત ઘણો મલ્ટી ટેલેન્ટેડ હતો.

જણાવી દઈએ કે, સુશાંત સિંહ રાજપૂતએ 14 જૂનના રોજ મુંબઈ સ્થિત તેના ઘરે ગળેફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી હતી. કહેવામાં આવી રહ્યું છે કે,તે ડિપ્રેશનનો શિકાર હોય દવાઓ લેતો હતો. સુશાંતના મોત બાદ બૉલીવુડ ઇન્ડસ્ટ્રીઝમાં નેપોટિઝ્મને લઈને વિવાદ ચાલી રહ્યો છે.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.