સુશાંત સિંહ રાજપૂતની અચાનક આત્મહત્યાથી બૉલીવુડ, ટીવી જગત અને સમગ્ર જનતા પણ શૌકમાં છે. સુશાંત આગળના ઘણા સમયથી ડિપ્રેશનમાં હતા જેને લીધે સુશાંતે પોતાના મુંબઈ સ્થિત ઘરમાં ગળાફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી હતી.

સુશાંતના નિધન પછી તેની આગળની ઘણી તસ્વીરો અને વિડીયો ઇન્ટરનેટ પર સામે આવી રહ્યા છે. ફિલ્મોમાં દમદાર અભિનય કરનારા સુશાંત અસલ જીવનમાં મોજ મસ્તી કરવામાં પણ કોઈથી પાછળ ન હતા. એવામાં આજે અમે તમને સુશાંતની અમુક અનદેખી તસ્વીરો દેખાડીશું.

આ તસ્વીરમાં સુશાંતની સાથે ઐશ્વર્યા રાય, કૈટરીના કૈફ અને માધુરી દીક્ષિત દેખાઈ રહ્યા છે. આ તસ્વીર કોઈ એક પાર્ટીની છે જયાં આ ચમકતા સિતારાઓ મનભરીને એન્જોય કરી રહ્યા છે.

આ તસ્વીર સુશાંતના 31 માં જન્મદિસવની પાર્ટીની છે. તસ્વીરમાં કૃતિ સેનન, હુમા કુરેશી અને પ્રીતિ ઝિંટા દેખાઈ રહ્યા છે. પાર્ટીમાં ફિલ્મ નિર્માતા સંજય લીલા ભંસાલી પણ શામિલ થયા હતા.

ચાહકો ભલે કરન જોહર અને આલિયા ભટ્ટને નેપોટિઝમનો આરોપ લગાવી રહ્યા હોય પણ આ તસ્વીર કંઈક બીજું જ કહી રહી છે. કરન જોહર, સિદ્ધાર્થ મલ્હોત્રા અને આલિયા ભટ્ટ સાથે સુશાંત ખુબ મસ્તી કરતા દેખાઈ રહ્યા છે.

આ તસ્વીરમાં સુશાંત સિંહ રાજપુત દેશી ગર્લ પ્રિયંકા ચોપરા, અભિનેત્રી હુમા કુરેશી તથા અન્ય મિત્રો સાથે મસ્તીના મૂડમાં દેખાઈ રહ્યા છે.

સિરિયલ પવિત્ર રિશ્તા માં કામ કરી ચૂકેલા કરણવીર મેહરાએ અમુક પહેલાની તસ્વીરો શેર કરી છે. તસ્વીરમાં કરણવીરએ સુશાંત સિંહ સાથે વિતાવેલી ક્ષણોને યાદ કરી છે.
Author: GujjuRocks Team
આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.