ખબર ફિલ્મી દુનિયા

આવી ગયો સુશાંતના મોબાઈલનો ફોરેન્સિક રિપોર્ટ, છેલ્લે શું જોઈને સુશાંતે આપી દીધો જીવ? જાણો

બોલીવુડના ખુબન જ ખ્યાતનામ અને પ્રતિભાશાળી અભિનેતા સુશાંત સિંહ રાજપૂતે 14 જૂનને રવિવારના રોજ પોતાના જ ઘરમાં ગળે ફાંસો ખાઈને આત્મહત્યા કરી હતી, તેની આત્મહત્યા બાદ પોલીસ આત્મહત્યા પાછળના કારણો શોધવામાં લાગી ગઈ હતી, સુશાંતના નોકર, પરિવાર જનો અને મિત્રો તેમજ નજીકના લોકો સાથે પોલીસે પૂછપરછ કરી અને ઘણી માહિતી પણ ભેગી કરી સાથે તેનો મોબાઈલ ફોન પણ ફોરેન્સિક લેબમાં તપાસ હેઠળ હતો હવે તેનો પણ રિપોર્ટ સામે આવી ગયો છે અને તેમાં ઘણા ચોંકાવનારા સત્યો સામે આવ્યા છે.

Image Source

સૂત્રો પ્રમાણે સુશાંત સિંહ રાજપૂતના મોબાઇલનની પ્રથમમીક ફોરેન્સિક રિપોર્ટમાં એ ખુલાસો થયો છે કે સુશાંતે 14 જૂનના રોજ જ આત્મહત્યા કરતા પહેલા લગભગ 10.15 કલાકે પોતાન ગુગલ સર્ચ એન્જીનમાં પોતાના નામને જ સર્ચ કર્યું હતું.

Image Source

સુશાંતે તેના મોબાઈલમાં ગૂગલની સર્ચ હિસ્ટ્રીમાં “સુશાંત સિંહ રાજપૂત” નામ સર્ચ કર્યું હતું, ત્યારબાદ કેટલીક વેબસાઈટ આર્ટિકલ અને કેટલાક ન્યુઝ પેપરના પોર્ટલ ખુલ્યા હતા. જેના કેટલાક પાનાં ખોલીને તેને બંધ કરી દેવામાં આવ્યા હતા.

Image Source

સૂત્રોના દાવા પ્રમાણે જોઈએ તો સુશાંતના કેટલાક નજીકના લોકોએ પોલીસને આપેલા બયાનમાં આ વાતનો પણ ઉલ્લેખ કર્યો છે કે સુશાંત છેલ્લા કેટલાક સમયથી માનસિક પરેશાનીના એક દોરમાંથી પસાર થઇ રહ્યો હતો. જ્યાં તેને ઘણીવાર લાગતું હતું કે કોઈ જાણીજોઈને તેની ઇમેજ ખરાબ કરવાનો પ્રયત્ન કરી રહ્યું છે.

Image Source

સમાચારપત્રો, એબસઈટ, સોશિયલ મીડિયા, ઉપર છપાઈ રહેલી ખબરોને લઈને તે મોટાભગાએ પોતાની ટિમ સાથે ચર્ચા કરતો રહેતો હતો, અને તેને લગભગ એવો ભ્રમ પણ હતો કે કોઈ તેને બદનામ કરવાનું કાવતરું કરવામાં લાગેલું છે.

Image Source

મુંબઈ પોલીસના સૂત્રોનું માનીએ તો તેમને સાઇબર સેલ ધદ્વારા મળેલી જાણકારી પ્રમાણે વિકિપીડિયા યુ.ટી.સી. ટાઇમલાઈનને ફોલો કરે છે. જે ઇન્ટરનેશનલ સ્ટેન્ડર્ડ ટાઈમલાઈનથી લગભગ 5 કલાક પાછળ છે. એવામાં સત્યને વેરીફાઈ કરવામાં આવ્યું તો માહિતી મળી કે વિકિપીડિયા ઉપર થયેલી અપડેટમાં કોઈ છેડછાની નથી કરવામાં આવી.

Image Source

આ પહેલા પણ કેટલાક મીતડીયા રિપોર્ટ પ્રમાણે સુશાંતની આત્મહત્યાના બે કલાક પહેલા જ કોઈ યુઝરે વિકિપીડિયા પેજ ને સુશાંતની આત્મહત્યાની ઘટના સાથે અપડેટ કરી દીધી હતી.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.