ફિલ્મી દુનિયા

આ બે યુવતીઓના કારણે હેરાન થઇ ગયો હતો સુશાંત, રિયાએ કહ્યું, આ બે યુવતીઓની તપાસ થવી જોઈએ

અભિનેતા સુશાંત સિંહ રાજપૂતના મૃત્યુના 75 દિવસ બાદ પણ હજુ તેના મૃત્યુનું રહસ્ય ઊંડાણમાં ઉતરતું જ જાય છે. ચાહકો અને પરિવારજનોની માંગણીના કારણે તેના મૃત્યુનો કેસ સીબીઆઈને સોંપી દેવામાં આવ્યો છે. સીબીઆઈ હવે આ કેસની તપાસ ગંભીરતાથી કરી રહી છે ત્યારે સુશાંતના મૃત્યુ માટે જવાબદાર માનવામાં આવતી તેની પ્રેમિકા રિયા ચક્રવર્તીએ મીડિયા ચેનલને કેટલાક ઈન્ટવ્યુ પણ આપ્યા અને તેના ઉપર લગાવવામાં આવેલા આરોપો ખોટા છે તેમ પણ તેને જણાવ્યું હતું.

Image Source

જયારે રિયાને પૂછવામાં આવ્યું કે તેને કોઈના ઉપર શક છે ? શા કારણે આવી પરિસ્થિતિનો જન્મ થયો ? તેના જવાબમાં રિયાએ દાવો કર્યો કે બે છોકરીઓની તપાસ થવી જોઈએ. આ છોકરીઓ છે સુશાંત સિંહ રાજપૂતની છેલ્લી ફિલ્મની અભિનેત્રી સંજના સંઘવી અને રિયા અને સુશાંતને મળાવનારી છોકરી રોહિણી અય્યર છે. રોહિણી સુશાંતની એક્સ મેનેજર પણ રહી ચુકી છે.

Image Source

રિયાએ આરોપ લાગાવ્યો કે સંજના સાંઘીએ સુશાંત ઉપર #MeTooનો આરોપ લગાવ્યો હતો. તેનાથી સુશાંત ખુબ જ પરેશાન હતો. સુશાંત જે પણ જગ્યાએ જતો હતો સુશાંતને આના વિશે પ્રશ્નો પૂછવામાં આવતા હતા. જેના કારણે તે અંદર સુધી હેરાન થઈ જતો હતો. રિયાએ સવાલ ઉઠાવ્યો છે કે એવી કઈ જગ્યાએ સાંઘી ચાલી ગઈ હતી કે તેના નામ ઉપર જયારે આ વ્યક્તિને આટલો પ્રતાડિત કરવામાં આવી રહ્યો હતો ત્યારે તેને ગુગલ ઉપર પણ આ ખબરો નહોતી જોઈ?”

Image Source

ફિલ્મ “દિલ બેચારા”ના શૂટિંગ દરમિયાન સંજના સાંધીના નામ ઉપર સુશાંત ઉપર એવા આરોપો લગાવવામાં આવ્યા હતા. પરંતુ દોઢ મહિના પછી સંજનાએ આ આરોપોને નકારી કાઢ્યા હતા. સંજનાએ કહ્યું હતું કે તેને સુશાંત ઉપર આવા કોઈ આરોપો નથી લગાવ્યા.

Image Source

હવે રિયાનો આરોપ છે કે તેણે જાણી જોઈને આટલો સમય લીધો. અહીંયા સુધી કે સુશાંતને પણ એ વાતનો અંદાજો હતો કે કોઈ જાણી જોઈને તેના વિરુદ્ધ ષડયંત્ર રચી રહ્યું છે. ત્યારબાદ રિયાએ આરોપ લગાવ્યો કે રોહિણી અય્યરના ઈશારા ઉપર પણ સુશાંતને લઈને ઘણા બ્લાઇન્ડ આર્ટિકલ પ્રકાશિત કરવામાં આવ્યા હતા. રિયાનો દાવો છે કે રોહિણીએ રિયાને પણ ઘણા અજીબો ગરીબ મેસેજ મોકલ્યા હતા. તેનાથી સુશાંત પણ ખુબ જ દુઃખી થયો હતો.

Image Source

રિયાએ જણાવ્યું કે આ બંને મહિલાઓની તપાસ થવી જોઈએ કે તેમને સુશાંત સાથે આવું કેમ કર્યું? ત્યારબાદ રિયાએ કહ્યું કે તે સુશાંતની બહેન મીતુ પાસેથી પણ જાણવા માંગે છે કે 8 જૂનના રોજ તેના ગયા બાદ 13 જૂન સુધી તે સુશાંત સાથે રહી. આ દરમિયાન સુશાંતે શું કહ્યું ?

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.