ફિલ્મી દુનિયા

સુશાંત સિંહ રાજપૂતની વિસરા રિપોર્ટ આવી સામે, અભિનેતાના શરીરમાં ઝેર અને….

સુશાંત સિંહ રાજપૂતના મૌતનું કારણ જાણવા માટે પોલીસ લગાતાર પૂછતાછ કરી રહી છે.મામલામાં અત્યાર સુધીમાં 28 જેટલા લોકોની પૂછતાછ કરવામાં આવી ચુકી છે. પોસ્ટમોર્ટમ પછી પોલીસને સુશાંતના વિસરા રિપોર્ટની રાહ હતી, એવામાં તેનો આ રિપોર્ટ પણ સામે આવ્યો છે.

Image Source

એવામાં હવે વિસરા રિપોર્ટ પોલીસને સોંપી દેવામાં આવી છે, જેનાથી એ સ્પષ્ટ થયું છે કે સુશાંતની મૌત હત્યા નહિ પણ આત્મહત્યા જ હતી.

Image Source

ફાઇનલ પોસ્ટમોર્ટમ પછી વિસરા રિપોર્ટ જેજે હોસ્પિટલમાં વિશ્લેષણ માટે મોકલવામાં આવ્યું હતું અને મંગળવારે આ રિપોર્ટ સામે આવી હતી. જેમાં સ્પષ્ટ છે કે સુશાંતે આત્મહત્યા જ કરી છે. રિપોર્ટમાં જાણવા મળ્યું છે કે અભિનેતાના શરીરમાં કોઈપણ પ્રકારનું સંદિગ્ધ રસાયણ કે ઝેર નથી મળી આવ્યું.

Image Source

વિસરા રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે મૌતના પહેલા કોઈપણ પ્રકારના સંઘર્ષના સંકેતો મળ્યા નથી. સુશાંતના નખ માંથી પણ કઈ જ મળ્યું નથી. મૌતનું કારણ એસફિક્સીયા (Asphyxia) જણાવવામાં આવ્યું છે એટલે કે શરીરને પૂરતી માત્રામાં ઓક્સિજન ન મળવાથી મૌત થઇ છે, ગળાફાંસો ખાવાથી ઓક્સીજનની માત્રા શરીરને મળતી નથી જેથી શ્વાસ રૂંધાવાથી સુશાંતની મૃત્યુ થઇ છે.

Image Source

14 જૂનના રોજ પોસ્ટમોર્ટમ થયા પછી એક પ્રાઈમરી રિપોર્ટ પણ સામે આવી હતી જેમાં તેના ઓર્ગન્સને હોસ્પિટલ મોકલવામાં આવ્યા હતા. પ્રાઈમરી રિપોર્ટ ત્રણ ડોક્ટરોની નિગરાની હેઠળ થઇ હતી જેમાં પણ સ્પષ્ટ થયું છે કે ગળાફાંસો ખાવાથી જ સુશાંતની મૃત્યુ થઇ છે.

Image Source

જણાવી દઈએ કે અભિનેતા શેખર સુમને સુશાંતના મૌતની સીબીઆઈ જાંચની માંગણી કરી છે. શેખરે જસ્ટિસ ફોર સુશાંત ફોર્મ નામનું અભિયાન પણ શરૂ કર્યું છે. શેખરનું માનવું છે કે જે કઈ દેખાઈ રહ્યું છે તેના કરતા ઘણું વધારે છે. આ સિવાય શેખરનું માનવું છે કે જો સુશાંતે આત્મહત્યા જ કરી છે તો સ્યુસાઇડ નોટ કેમ નથી મળી!

Author: GujjuRocks Team

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.