ફિલ્મી દુનિયા

ઓહ બાપ રે, સુશાંત હત્યાના કેસમાં AIIMSએ કર્યો સનસની ઘટસ્ફોટ, હાઈપ્રોફાઈલ કેસમાં જાણો નવી માહિતી

એક્ટર સુશાંત સિંહ રાજપૂતના મોતને લઈને લગાતાર સવાલ ઉઠી રહ્યા છે. સુશાંત સિંહે આત્મહત્યા કરી હતી કે તેની હત્યા થઇ હતી તે હજુ પણ સવાલ છે. સીબીઆઈ  આ કેસથી જોડાયેલા બધા જ લોકોની પુછપરછ કરી ચુકી છે. આ વચ્ચે સુશાંતનો વિસેરા રિપોર્ટ સામે આવી શકે છે. ફોરેન્સિક એક્સપોર્ટ ટિમ આજે એમ્સના ડોકટરોને સુશાંતનો વિસેરાનો તપાસનો રિપોર્ટ સોંપશે. પરંતુ રિપોર્ટ સબમિટ પહેલા એવા સંકેત મળી રહ્યા છે કે સુશાંતના વિસેરા રિપોર્ટને સારી રીતે સંરક્ષિત કરવામાં આવ્યો ના હતો.

 

View this post on Instagram

 

A post shared by Sushant Singh Rajput FC (@sushantsinghrajput_fan_forever) on

સુશાંતના મૃત્યુનું કારણ શોધવા માટે એઈમ્સના ફોરેન્સિક વિભાગમાં વિસેરાનું પરીક્ષણ કરવામાં આવ્યું હતું. પ્રાપ્ત થતી માહિતી અનુસાર, એઈમ્સની ટીમે સંકેત આપ્યો છે કે સુશાંતનો વિસેરા યોગ્ય રીતે સાચવેલ નથી અથવા પૂરતા પ્રમાણમાં લેવામાં આવ્યો નથી.

 

View this post on Instagram

 

A post shared by Sushant Singh Rajput FC (@sushantsinghrajput_fan_forever) on

અંતિમ અહેવાલ તૈયાર કરવામાં આવ્યો છે. જો વિસેરા લેવા અને તેને સાચવવામાં કોઈ બેદરકારી દાખવવામાં આવી છે તો તે સ્પષ્ટ રીતે બતાવે છે કે મહારાષ્ટ્ર સરકાર અને મુંબઈ પોલીસે અહીં કેટલી મોટી ભૂલ કરી છે. મહારાષ્ટ્રના ગૃહમંત્રીએ સુશાંતના મૃત્યુ પછીના બીજા જ દિવસે તેને આત્મહત્યાના કેસ તરીકે પણ ઉલ્લેખ કર્યો હતો.વિસેરા વિકૃત થઈ ગયો હતો જેના કારણે રાસાયણિક અને ઝેરી વિશ્લેષણ કરવું મુશ્કેલ છે.

 

View this post on Instagram

 

A post shared by Sushant Singh Rajput FC (@sushantsinghrajput_fan_forever) on

મીડિયા દ્વારા જયારે મુંબઈના કાલિનાની ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી (એફએસએલ) નો સંપર્ક કર્યો ત્યારે તેણે સ્વીકાર્યું કે સુશાંતના અવશેષો (વિસેરા, લોહીના નમૂનાઓ અને અન્ય સામગ્રી) મળવામાં વિલંબ થયો હતો.

 

View this post on Instagram

 

A post shared by Sushant Singh Rajput FC (@sushantsinghrajput_fan_forever) on

બીજી તરફ, જો એઈમ્સની ટીમે સાબિત કર્યું કે સુશાંતના વિસેરાને સાચવવામાં કોઈ બેદરકારી દાખવવામાં આવી છે, તો પછી સવાલ ઉભો થશે કે આ માટે જવાબદાર કોણ છે? આ કેસમાં શરૂઆતથી જ મુંબઈ પોલીસની ભૂમિકા પર સવાલ ઉભા થયા છે.

 

View this post on Instagram

 

A post shared by Sushant Singh Rajput FC (@sushantsinghrajput_fan_forever) on

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.

લેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.