ખબર ફિલ્મી દુનિયા

સુશાંતના આત્મહત્યાને લઈને થયો મોટો ખુલાસો: છેલ્લા 3-4 મહિનાથી સુશાંત…

ઇન્ડિયન ટિમ કેપિટન મહેન્દ્રસિંહ ધોની સિવાય ઘણી મુવીમાં બેસ્ટ ભૂમિકા ભજવનાર એક્ટર સુશાંત સિંહ રાજપૂતની આત્મહત્યાથી ફિલ્મ જગતના ચાહકો અને આખી ઇન્ડસ્ટ્રી દુઃખી દુઃખી થઇ ગઈ છે. લોકોની અક્કલ કામ નથી કરતી કે જે વ્યક્તિ તેના જીવનમાં ખૂબ સકારાત્મક હતો તે જલ્દીથી આમ કેવી રીતે દેહત્યાગ કરી શકે. અને કઈ રીતે આવું આત્મઘાતી પગલું ભરી શકે.

આ એક્ટરને નજીકથી જાણતા વારાણસીના સુંદરપુરનો રહેવાસી હર્ષ રાયને ખબર પડતા જ તે અવાચક થઈ ગયો હતો. મુંબઈ TV સીરિયલમાં કામ કરનાર અભિનેતા હર્ષ રાયે જણાવ્યું કે, 1 વર્ષ પહેલા જ સુશાંત સિંહને એક શૂટિંગના સ્ટુડિયોમાં મિટિંગ થઈ હતી. તે સમયે ઘણી વસ્તુઓ બની હતી, સુશાંત કહેતો કે સફળતા એક દિવસમાં મળતી નથી. તેના માટે સખત મહેનત, બલિદાન અને ખંતની જરૂર પડે છે. આ પછી વોટ્સઅપ અને સોશિયલ મીડિયા પર સુશાંત સિંહની વાતચીત પણ ચાલુ રહી.

વધુમાં એના મિત્રએ કહ્યું કે, મારો મિત્ર તેના જીવનમાં ખૂબ પોઝિટિવ હતો અને તેના કામને ખૂબ જ પ્રેમ કરતો હતો. સુશાંતના આ આવા પગલાંથી બધાને આશ્ચર્ય થયું જ્યારે તેણે મુંબઈના બીજા કેટલાક સાથી કલાકારો સાથે વાત કરી તો જાણવા મળ્યું કે તે 3-4 મહિનાથી ડિપ્રેશનની દવા લેતો હતો. ઘણા દિવસોથી ટ્વિટર અને ઇન્સ્ટાગ્રામ પણ સક્રિય નહોતો. છેલ્લું ટ્વિટર અપડેટ ડિસેમ્બર 2019ના રોજ હતું અને તેણે 2 જૂને ઇન્સ્ટાગ્રામ પર તેની મમ્મી સાથેની પોસ્ટ શેર કરી હતી.

લેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.