બૉલીવુડ એક્ટર સુશાંત સિંહ રાજપૂતના નિધનથી આખી બૉલીવુડ ઇન્ડસ્ટ્રીઝ દુઃખના દાયરામાં છે. પોલીસ પણ આ મામલે તપાસ કરી રહી છે. સુશાંતના નિધન બાદ લોકોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે. લોકો લગાતાર એક્ટરબે ન્યાય આપવાની વાત કરી રહ્યા છે. આ વચ્ચે સુશાંતનો એક જૂનો વિડીયો વાયરલ થઇ રહ્યો છે. આ વીડિયોમાં તેની દરિયાદિલી સાફ જોવા મળી રહી છે. આ વીડિયોમાં ‘ધોની:ધ અનટોલ્ડ સ્ટોરી’એક્ટર અને વૃદ્ધ અને બીમાર મહિલાના માથા પર હાથ ફેરવતો નજરે ચડે છે.
સુશાંતનો આ વિડીયો વુમપલાના ઇન્સ્ટાગ્રામ પર શેર કરવામાં આવ્યો છે. આ વીડિયોમાં સુશાંત એ વૃદ્ધ મહિલાનો હાથ પકડીને કિસ કરતો નજરે ચડે છે. તો મહિલા પણ તેને આશીર્વાદ આપી રહી છે. વીડિયોમાં જોઇ શકાય છે કે સુશાંત સિંહ રાજપૂત પ્રેમથી તે સ્ત્રીના માથા પર હાથ ફેરવી રહ્યો છે. સુશાંતનો આ વીડિયોને ચાહકો ખૂબ જ પસંદ કરી રહ્યા છે અને તેના પર પોતાનો પ્રતિસાદ પણ આપી રહ્યા છે.
View this post on Instagram
હાલમાં જ સુશાંત સિંહના નિધન બાદ પરિવારજનોએ જણાવ્યું હતું કે, “તમારા માટે સુશાંત સિંહ રાજપૂત અને અમારા માટે એકમાત્ર અને દુલારા ગુલશન. ખુલ્લા હૃદય, વાચાળ અને તીક્ષ્ણ મન. દરેક વસ્તુ વિશે ઉત્સુક. દરેક વસ્તુ વિશે કુતૂહલ. મોટું સ્વપ્ન જોવું અને તેને સાચું કકરવાનો તેનામાં જુસ્સો હતો. તેના પર સ્મિત ખીલતું હતું. તે કુટુંબના વડીલોનું ગૌરવ હતું અને બાળકોની પ્રેરણા. જે હંમેશાં ટેલિસ્કોપથી શનિની વીંટીઓ જોવાની શોખીન હતો. સુશાંતનું હાસ્ય આપણા કાનમાં ક્યારેય ગૂંજશે નહીં તેવું માનવામાં અમને વર્ષો લાગશે. ”
Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.