ફિલ્મી દુનિયા

સુશાંતે મરતા પહેલા છેલ્લે પિતાજીને ફોનમાં શું કહ્યું હતું? નોકરાણીને આવું કહેલું

સુશાંત સિંહ રાજપુતના નિધનને 1 અઠવાડિયા જેટલો સમય થઇ ગયો છે. સુશાંતે આત્મહત્યા કરતાં સમગ્ર બોલિવૂડ, ટીવી ઇન્ડસ્ટ્રી અને લોકો સ્તબ્ધ છે.

Image Source

સુશાંત ખૂબ હેરાન હતા અને ડિપ્રેશનની સારવાર કરાવતાં હતાં.સુશાંત સિંહ રાજપુતના મૃતદેહનું પોસ્ટમોર્ટમ કર્યા પછી પ્રાથમિક રિપોર્ટમાં મોતનું અન્ય કારણ સામે આવ્યું નહોતું.

Image source
Image source

સુશાંત સિંહ રાજપૂતના મૃત્યુનો સૌથી મોટો આઘાત તેમના પિતા કે. કે. સિંહને થયો છે. સુશાંતની ચાર બહેનો વચ્ચે એકને એક ભાઈ હતાં. સુશાંત તેમની માતા અને એક બહેનના મૃત્યુ પછી તેમના પિતા ભાંગી પડ્યાં છે. સુશાંતના ઘરે સૌથી પહેલાં તેમની બહેન પહોંચી હતી. સુશાંતે તેમના પિતા સાથે મૃત્યુના થોડાં દિવસ પહેલાં વાત કરી હતી.

Image Source

કે.કે.સિંઘ રવિવારે સવારે 11 વાગ્યે રાબેતા મુજબ જમવાના ટેબલ પર બેઠા હતા. નાસ્તો શરૂ કર્યો હતો કે એક ફોન આવ્યો. વાતચીત દરમિયાન તેઓ બૂમો પાડતા પડી ગયા હતા. ઘરે કામ કરતી લક્ષ્મી દેવી પણ સમજી નહોતી. તે જાણતી ના હતીકે , કોનો ફોન છે. તેણે પડોશીઓને મદદ માટે બોલાવ્યા. કે.કે.સિંઘ બેહોશ થઈને રડી રહ્યો હતો. આ દરમિયાન તેણે જણાવ્યું હતું કે, પુત્રી રૂબીના ફોન પરથી પુત્ર સુશાંતની આત્મહત્યા વિશે માહિતી મળી છે.

Image Source

સુશાંત સિંહ રાજપુતે મૃત્યુના ત્રણ દિવસ પહેલાં પટનાના તેમના ઘરે કામ કરતી લક્ષ્મી દેવીને ફોન કર્યો હતો. જેમાં તેમણે મેડ લક્ષ્મીને તેમના પિતાનું ધ્યાન રાખવાં કહ્યું હતું. આ સાથે જ સુશાંતે કહ્યું હતું કે, ‘કોરોના વાઇરસના આ સમયે મારા પિતાનું ખૂબ જ ધ્યાન રાખજો.’ પિતા સાથે વાત કરી તેમને કોરોનાના આ સમયે ઘરની બહાર ન નીકળવા માટે કહ્યું હતું. તે સમયે સુશાંતના પિતા કે. કે. સિંહ અને લક્ષ્મીને આ વાતનો અંદાજો નહોતો કે સુશાંતનો તેમને છેલ્લો ફોન છે.

Image Source

જ્યારે પણ પિતા કે.કે.સિંઘ કોઈ પણ બાબતને લઈને નારાજ થઇ જતા હતા ત્યારે રસોડામાં જઈ અને પોતાનું મનપસંદ ભોજન રાંધતો અને ‘પાપા કહે …’ ગીત ગાતાપિતાને મનાવતો હતો.

બોલિવૂડ અને ટીવી ઇન્ડસ્ટ્રી સુશાંત સિંહ રાજપુતના મૃત્યુથી સ્તબ્ધ છે. ઘણા લોકોએ સુશાંતના નિધન બાદ સોશિયલ મીડિયાને અલવિદા કહી દીધું છે.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.

લેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.