ફિલ્મી દુનિયા

રિયા ચક્રવર્તી ઉપર FIR દાખલ થવાની સાથે જ સુશાંતની બહેને લખ્યું…. “જો સત્યથી કોઈ ફર્ક નથી પડતો તો….”

અભિનેતા સુશાંત સિંહ રાજપૂતની આત્મહત્યાને દોઢ મહિના જેટલો સમય થઇ ગયો છે, પરંતુ બૉલીવુડ માથે ચાલી રહેલા વિવાદો હજુ થમવાનું નામ નથી લઇ રહ્યા, તેની આત્મહત્યા કરવા પાછળનું કોઈ સાચું કારણ તો હજુ સામે જ નથી આવ્યું જેના કારણે ઘણા લોકો સીબીઆઈ તપાસની માંગણી પણ કરી રહ્યા છે. ગઈકાલે જ સુશાંતના પિતા સુશાંતની પ્રેમિકા રિયા ચક્રવર્તી વિરુદ્ધ FIR દાખલ કરાવી હતી. ત્યારબાદ હવે સુશાંતની બહેને પણ સોશિયલ મીડિયા ઉપર પોતાના ભાઈ માટે ન્યાય માંગ્યો છે.

Image Source

ફરી એકવાર સુશાંતની બહેને પોતાન ઇન્સ્ટાગ્રામ ઉપર સુશાંતની પ્રાર્થના સભાની તસવીર શેર કરી છે. તેની સાથે જ શ્વેતાએ લખ્યું છે કે: “જો સત્યથી કોઈ ફર્ક નથી પડતો તો બીજા કશાથી કોઈ ફર્ક નથી પડતો.” શ્વેતાની આ પોસ્ટ સોશિયલ મીડિયામાં હાલ વાયરલ થઇ રહી છે. તેની આ પોસ્ટ ઉપર સુશાંતના ચાહકોનું પણ તેને સમર્થન મળી રહ્યું છે.

 

View this post on Instagram

 

A post shared by Shweta Singh kirti (@shwetasinghkirti) on

સુશાંતના પિતાએ રિયા ચક્રવર્તી વિરુદ્ધ દાખલ કરાયેલી એફઆઇઆરમાં ઘણા જ ગંભીર આરોપો મુક્યા છે. તેના વિરુદ્ધ પૈસા હડપવા માટે ઉપસાવવાની વાત કહી છે. એવી પણ ખબર આવી રહી છે કે પટના પોલીસની એક ટિમ તપાસ માટે મુંબઈ ગઈ છે.

Image Source

પટનાના રાજીવ નગર પોલીસ સ્ટેશનમાં દાખલ એફઆઈઆર ક્રમાંક 241/20 મામલામાં રિયા ચક્રવર્તી સહીત પાંચ લોકો વિરુદ્ધ ધારા 340, 341, 342, 380, 406, 420 અને 306 હેઠળ આરોપ લગાવવામાં આવ્યો છે.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.