ફિલ્મી દુનિયા

આ વખતે પોતાના ભાઈ સુશાંત માટે નહિ પરંતુ તેમના ચાહકો માટે બહેન શ્વેતાએ લખી પોસ્ટ

અભિનેતા સુશાંત સિંહ રાજપૂતની આત્મહત્યાને એક મહિનો પૂર્ણ થવા આવ્યો છે ચટાક તેની યાદોને ભુલાવી શકાતી નથી, સુશાંતના ઘણા ચાહકો સુશાંતે આજે પણ યાદ કરી રહ્યા છે અને તેમના માટે પોસ્ટ પણ મૂકી રહ્યા છે. સુશાંતની આત્મહત્યા બાદ બૉલીવુડ ઇન્ડસ્ટ્રી ઉપર ઘણા સવાલો ઉઠ્યા છે, અને હજુ ઘણા ચોંકાવનારા ખુલાસા પણ સામે આવી શકે છે. પરંતુ આ બધા વચ્ચે સુશાંતની બહેન શ્વેતાએ સુશાંતના ચાહકો માટે સોશિયલ મીડિયામાં એક પોસ્ટ શેર કરી છે.

Image Source

સુશાંતના પરિવારના સદસ્યો સોશિયલ મીડિયામાં એટલા એક્ટિવ નથી પરંતુ સુશાંતની બહેન સોશિયલ મીડિયામાં એક્ટિવ રહે છે. શ્વેતા તેના પતિ વિશાલ કીર્તિ સાથે અમેરિકામાં રહે છે અને તેના ભાઈના અવસાનના સમાચાર સાંભળીને તે અમેરિકાથી આવી ગઈ હતી. હાલમાં જ તેને સોશિયલ મીડિયામાં એક પોસ્ટ કરી છે અને આ પોસ્ટ ખાસ સુશાંતના ચાહકો માટે છે.

 

View this post on Instagram

 

A post shared by Shweta Singh kirti (@shwetasinghkirti) on

શ્વેતાએ સુશાંતના ચાહકોને ઉલ્લેખીને પોસ્ટ કરતા લખ્યું છે કે: “તમે લોકોએ જે રીતે પ્રેમ અને સાથ બતાવ્યો છે, તે જોઈને અભિભૂત છું. આ મુશ્કેલ સમયમાં તમે બધાએ અમારા પરિવારને ટકાટ આપી છે અને સંભાળ રાખી છે એના માટે મારો આભાર માનવો પણ ઓછો પડશે. ભગવાન અને તેમના ન્યાય ઉપર વિશ્વાસ રાખો… પ્રાર્થના કરતા રહો !!”


શ્વેતાએ શુક્રવારે પણ પોતાના ઇન્સ્ટાગ્રામ ઉપર એક વિડીયો શેર કર્યો હતો જેની અંદર તેના ભાઈ શુશાંત રાજપુરનો એક વિડીયો શેર કર્યો હતો. જેની અંદર ખુશીના સમયના થોડા કિસ્સા જોવા મળ્યા. આ વીડિયોની અંદર વાંચવાની, ટેબલ ટેનિસ રમવાની, લોકો સાથે પ્રેન્ક કરવાની, વર્ક આઉટ કરવાની, ડોગી સાથે રમવાની ઘણી જ યાદો જોવા મળી રહી છે. આ વિડીયો સાથે શ્વેતાએ લખ્યું હતું કે “કયુટી પાઈ, સપ્નાથી ભરેલી આંખોની સાથે દુનિઓયામા મારુ સૌથી સારું બેબી.”

 

View this post on Instagram

 

A post shared by Shweta Singh kirti (@shwetasinghkirti) on

થોડા સમય પહેલા શ્વેતાએ પોતાની દીકરી અને સુશાંતનો એક ફોટો પણ અપલોડ કર્યો હતો જેની અંદર મામા ભણી ખુબ જ ખુશ દેખાઈ રહ્યા હતા.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.