સુશાંત સિંહ રાજપૂતની બહેને રિયાને ગંદી ગંદી ગાળો ભાંડી? સમગ્ર મામલો વાંચીને ટાંટિયા ધ્રુજી જશે

તુ કેમ ડરીશ ? તું તે વ્યશ્યા હતી, છે અને રહીશ….સુશાંતની બહેને ગંદી ગંદી ગાળો આપી, જાણો સમગ્ર મામલો…

દિવંગત અભિનેતા સુશાંત સિંહ રાજપૂતની મોત બાદથી રિયા ચક્રવર્તીના જીવનમાં તોફાન આવેલુ છે. રિયાએ ક્યારેક એમટીવીથી પોતાના કરિયરની શરૂઆત કરી હતી, ત્યાં હવે તે રોડીઝ સીઝન-19માં ગેંગ લીડર બની એકવાર ફરી પોતાની નવી પારી શરૂ કરવા જઇ રહી છે. શોમાં રિયા ચક્રવર્તીની એન્ટ્રીનો પ્રોમો જારી થઇ ચૂક્યો છે, પણ આ વચ્ચે સુશાંત સિંહ રાજપૂતની બહેન પ્રિયંકા સિંહનું એક ટ્વિટ વાયરલ થઇ રહ્યુ છે.

આ ટ્વીટમાં તેણે કોઇનું નામ તો નથી લખ્યુ પણ જે રીતે તેણે વાત કરી છે તેને વાંચી લોકોને લાગે છે કે તે રિયા ચક્રવર્તી માટે જ છે. પ્રિયંકા સિંહનું આ ટ્વિટ ઘણુ અશોભનીય અને મર્યાદાઓની સીમાને લાંઘે તેવું છે. પ્રિયંકાએ તેની ટ્વિટમાં લખ્યુ છે- તુ કેમ ડરીશ ? તું તે વ્યશ્યા હતી, છે અને રહીશ. પ્રશ્ન એ છે તે તારા ઉપભોગતા કોણ છે ? કોઇ સત્તાધારી જ આ હિંમત આપી શકે છે.

આ સાથે તેણે અંગ્રેજીમાં એવું પણ લખ્યુ હતુ કે આખરે સુશાંત સિંહ રાજપૂતના કેસમાં મોડું થવા બદલ કોણ જવાબદાર છે. પ્રિયંકાના આ ટ્વિટને રિયા ચક્રવર્તી સાથે જોડવામાં આવી રહ્યુ છે. જણાવી દઇએ કે, રિયા ચક્રવર્તીએ હાલમાં જ ‘Roadies 19’નો પ્રોમો શેર કર્યો છે. જેમાં તે કહી રહી છે કે, તમને શું લાગ્યુ કે હું પાછી નહિ આવું, ડરી જઇશ ? હવે ડરવાની વારી કોઇ બીજાની છે.

ત્યારે આ પ્રોમો બાદ સુશાંતની બહેન પ્રિયંકાનું ટ્વીટ વાયરલ થયુ અને લોકોએ તેને રિયા ચક્રવર્તી સાથે જોડ્યુ. ત્રણ વર્ષ બાદ રિયા એમટીવી રિયાલિટી શો રોડીઝ 19થી કમબેક કરી રહી છે. રિયાના આ શોનો પ્રોમો વીડિયો સોમવારના રોજ લોન્ચ કરવામાં આવ્યો હતો. ત્યાં રિયાના આ શોના ટીઝર બાદ સુશાંતની બહેન પ્રિયંકા ભડકી ગઇ અને તેણે રિયા પર નિશાન સાધ્યુ.

પ્રોમોની વાત કરીએ તો, રિયા એક દમદાર લુકમાં જોવા મળી રહી છે. જણાવી દઇએ કે, સુશાંત સિંહ રાજપૂત 14 જૂન 2020ના રોજ તેના ફ્લેટમાં ફાંસીના ફંદા સાથે લટકતી હાલતમાં મૃત મળી આવ્યો હતો. મુંબઇ પોલિસે શરૂ કરેલી આ કેસની તપાસ ઇડી, સીબીઆઇ અને નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો સુધી પહોંચી હતી.

રિયાની NCBએ સપ્ટેમ્બર 2020માં સુશાંતના રાજપૂતના મોતમાં ડ્રગ મામલે ધરપકડ કરી હતી અને મુંબઇની ભાયખલા જેલમાં લગભગ એક મહિનો વીતાવ્યા બાદ તેેને ઓક્ટોબર 2020માં જમાનત પર રિહા કરવામાં આવી હતી.

Shah Jina