ફિલ્મી દુનિયા

સુશાંત છિછોરે ફિલ્મ હિટ થયા પછી 7 ફિલ્મો કરી હતી સાઈન, માત્ર 6 મહિનામાં જ તેને બધાથી કરી દીધો હતો બહાર?

સુશાંત સિંહ રાજપૂતના નિધનથી સામાન્ય જનતાની સાથે સાથે ટીવી જગત અને બૉલીવુડ પણ સદમામાં છે. સુશાંતના નિધનથી લોકોની અલગ અલગ પ્રતિક્રિયાઓ સામે આવી રહી છે. એવામાં કોંગ્રેસ નેતા સંજય નિરુપમએ પણ ટ્વીટ કરીને સવાલ કર્યો છે કે સુશાંત સિંહ દ્વારા સાઈન કરેલી ફિલ્મોમાંથી તેને શા માટે કાઢી નાખવામાં આવ્યો?

Image Source

સંજય નિરુપમએ ટ્વીટ કરીને લખ્યું કે,”છિછોરે ફિલ્મ હિટ થયા પછી સુશાંતે સાત ફિલ્મો સાઈન કરી હતી. માત્ર છ મહિનામાં જ તેના હાથમાંથી બધી જ ફિલ્મો નીકળી ગઈ હતી. શા માટે? ફિલ્મ ઇન્ડસ્ટ્રીની નિષ્ઠુરતા એક અલગ લેવલ પર કામ કરે છે.આવી નીષ્ઠુરતાએ એક પ્રતિભાવી કલાકારને મારી નાખ્યો. સુશાંતને વિન્રમ શ્રદ્ધાંજલિ.#RIPSushant।’ જો કે સંજયજીએ એ વાતનો ખુલાસો નથી કર્યો કે તે સાત ફિલ્મો કઈ હતી.

સુશાંતના નિધન પછી બીજેપી સાંસદ નિશિકાઁશ દુબેએ પણ એક વિડીયો શેર કરીને પૂર્વાંચલના કલાકારોને અપીલ કરી છે કે ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ભાઈ-ભત્રીજાવાદ, સિંડિકેટ, માહિયાના વિરુદ્ધ સંઘર્ષની શરૂઆત હોવી જ જોઈએ.

Image Source

તેમણે લખ્યું કે,”સુશાંતના મૌતની ન્યાયિક રૂપે જાંચ થવી જોઈએ. મુંબઈ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં વ્યાપ્ત માફિયાગીરી અને સેન્ડીકેટન્ટને ખતમ કરવા માટે પૂર્વાંચલના કલાકારોને સંઘર્ષનું વાજિંત્ર ફૂંકવું જોઈએ.

Image Source

શેખર કપૂરે પણ સોશિયલ મીડિયા પર ટ્વીટમાં એ વાતનો ખુલાસો કર્યો કે અમુક લોકો લગાતાર સુશાંતને નીચે દેખાડવામાં લાગેલા હતા. જેને લીધે સુશાંત ખુબ જ દર્દમાં હતા અને તેના ખમ્ભા પર માથું રાખીને પણ રોયા હતા. શેખર કપૂરે ટ્વીટ કરીને લખ્યું કે,”હું તે દર્દને જાણું છું જેમાંથી તું પસાર થયો હતો. હું તે લોકોની કહાની જાણું છું જેણે તને ખુબ ખરાબ રીતે નીચો દેખાડ્યો અને તું મારા ખમ્ભા પર માથું રાખીને રોયો હતો. કાશ હું આગળના છ મહિનામાં તારી સાથે હોઈ શક્તો..કાશ તે મને સંપર્ક કર્યો હોત..જે તારી સાથે થયું તે તેઓનો કર્મ હતો ન કે તારો”.

Author: GujjuRocks Team

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.

લેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.