મનોરંજન

આટલા કરોડની સંપત્તિ છોડીને ગયો છે સુશાંત સિંહ રાજપૂત, જમીન પર નહીં ચંદ્ર પર ખરીદ્યો હતો પ્લોટ

સુશાંત સિંહ રાજપૂતને બોલીવુડના બેસ્ટ એક્ટર પૈકીના એક એક્ટર માનવામાં આવતો હતો. સુશાંત પાસે એક્ટિંગ સિવાય ડાન્સનું પણ હુનર હતું. સુશાંતને ચાંદ અને તારાપ વચ્ચે મન લાગતું હતું. એક ઇન્ટરવ્યૂમાં સુશાંતે જણાવ્યું હતું કે, તે એસ્ટ્રોનોટ બનવા માંગતો હતો. આ સિવાય સુશાંત ક્રિકેટમાં પણ માહિર હતો. રવિવારે સુશાંતની આત્મહત્યાની ખબર સાંભળીને બધાને ચોંકાવી દીધા હતા.

સુશાંત સિંહ રાજપૂત બેહદ ટેલેન્ટેડ એક્ટર હતો. તેની કરિયર પણ ઉડાન ભરી રહી હતી. પરંતુ તેની થોડી ફિલ્મ અટવાઈ ગઈ હતી. છતાં પણ તેને ક્યારે પણ પૈસાની તંગી નથી પડી. એક્ટરની બહેને એક ઇન્ટરવ્યૂમાં જણાવ્યું હતું જે, સુશાંતને પૈસાની કમી ક્યારે પણ ના હતી. છતાં પણ તેને આ પગલું કેમ ભર્યું તે એક સવાલ છે, સુશાંત પાસે સારી એવી બચત હતી.

સુશાંતે આંતરરાષ્ટ્રીય ચંદ્ર ભૂમિ રજિસ્ટ્રીમાંથી કિંમતી સંપત્તિ ખરીદી હતી. સુશાંતે ‘Sea of Muscovy’ નામના વિસ્તારમાં ચંદ્ર પર જમીન ખરીદી હતી. તમને જણાવી દઈએ કે, આ પહેલા શાહરૂખ ખાનને ફેન્સ દ્વારા ચાંદની ઉપર જમીનનો ટુકડો પણ ગિફ્ટ કરવામાં આવ્યો હતો. અહેવાલો અનુસાર સુશાંત સિંહ રાજપૂતે લગભગ 39 કરોડની કમાણી કરી હતી. તે તેની એક ફિલ્મ માટે 5 થી 7 કરોડ લેતો હતો.

 

View this post on Instagram

 

A post shared by Sushant Singh Rajput (@sushantsinghrajput) on

સુશાંત સિંહ રાજપૂત એક સારો એક્ટર હોવાની સાથે-સાથે ડાન્સર અને ટીવી હોસ્ટ પણ કરતો હતો. સુશાંત એક જાહેરાત માટે 1 કરોડ રૂપિયા વસૂલતો હતો. સુશાંતે ઘણી રિયલ એસ્ટેટમાં પણ રોકાણ કર્યું છે. તેની કુલ સંપત્તિ 80 લાક ડોલ એટલે કે, 60 કરોડ રૂપિયાથી વધારે હતી.

 

View this post on Instagram

 

A post shared by Sushant Singh Rajput (@sushantsinghrajput) on

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.