ફિલ્મી દુનિયા

સુશાંત સિંહ રાજપૂતનો ફોરેન્સિક વિસરા રિપોર્ટ આવ્યો સામે, જાણો શું આવ્યું બહાર???

અભિનેતા સુશાંત સિંહ રાજપૂતની આત્મહત્યા બાદ બૉલીવુડ ઇન્ડસ્ટ્રી ઉપર ઘણા પ્રશ્નો ઉભા થયા છે. સુશાંતના ઘણા ચાહકો અને બોલીવુડના પણ ઘણા લોકો તેના માટે સીબીઆઈ તપાસની પણ માંગણી કરી રહ્યા છે. સુશાંતના પોસ્ટમોર્ટમ રિપોર્ટની અંદર તેના મૃત્યુનું કારણ આત્મહત્યા સામે આવ્યું હતું, ત્યારબાદ તેના વિસરા રિપોર્ટની રાહ જોવાઈ રહી હતી, તે પણ આજરોજ આવી ગયો છે.

Image Source

વિસરા રિપોર્ટની અંદર સામે આવ્યું છે કે સુશાંતના શરીરમાંથી કોઈપણ પ્રકારનું ઝેર મળી આવ્યું નથી. સુશાંતની આત્મહત્યાના દોઢ મહિના પછી તેનો ફોરેન્સિક વિસરા રિપોર્ટ સામે આવ્યો છે. સોમવારે સવારે ફોરેન્સિક લેબ દ્વારા આ રિપોર્ટને બાંદ્રા પોલીસને સોંપવામાં આવ્યો હતો.

Image Source

આ રિપોર્ટ પ્રમાણે સુશાંતના શરીરમાં કોઈપણ પ્રકારનો ઝેરીલો પદાર્થ કે કોઈ કેમિકલ મળી આવ્યું નથી. તો રિપોર્ટ પ્રમાણે તેના નખના સેમ્પલનો રિપોર્ટ પણ જલ્દી જ આવી જશે. જેના દ્વારા એ ખબર પડી શકશે કે સુશાંતના મૃત્યુ પહેલા સુશાંતની કોઈની સાથે હાથાપાઈ થઇ છે કે નહીં.

Image Source

આ પહેલા પણ એક વિસરા રિપોર્ટ જુલાઈના પહેલા અઠવાડિયામાં આવ્યો હતો. એ રિપોર્ટમાં પણ કોઈપણ પ્રકારનો કોઈ સંદેહ જોવા મળ્યો નહોતો. સુશાંતના આ વિસરા રિપોર્ટની રાહ છેલ્લા ઘણા સમયથી જોવાઈ રહી હતી જેનાથી કેટલાક ખુલાસા થઇ શકતા. પરંતુ આ રિપોર્ટમાં એવી કોઈ વાત સામે આવી નથી.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.