મનોરંજન

34 વર્ષની ઉંમરે ધોની ફિલ્મના હીરો સુશાંત સિંહ રાજપૂતે કરી આત્મહત્યા,બૉલીવુડ ધ્રુજી ગયું- વાંચો અહેવાલ

બોલિવુડના હીરો સુશાંત સિંહ રાજપૂતે આપધાત કર્યો છે. આ એક્ટરે મુંબઈ શહેરના બાંદ્રા સ્થિત પોતાના જ ઘરમાં ફાંસીનો ફંદો લગાવીને જીવન ટૂંકાવ્યું છે. સુશાંતસિહે MS ધોનીની બાયોપિકમાં કામ કર્યુ હતુ
જે બોક્સ ઓફિસ પર સુપર હિટ ગઈ હતી. તેના નોકરે પોલીસને તેનાં આપઘાત વિશે જાણ કરી હતી. તેના આપઘાત વિશે હજી કોઈ પણ કારણ સામે આવ્યુ નથી. ઘટના સ્થળે મુંબઈ પોલીસ તપાસ કરવા માટે પહોંચી હતી. Actor સુશાંતસિંહે MS ધોની, કાઈ પો છે, છીછોરે જેવી ફેમસ ફિલ્મમાં કામ કર્યું છે.

નવાઈની વાત એ છે કે હજી સુધી આત્મહત્યાનું કારણ સામે નથી આવ્યું. સુશાંત સિંહે ઘરમાં જ અત્મહત્યા કરી હોવાના સમાચાર છે. પ્રાપ્ત વિગર અનુસાર પોલીસ અભિનેતાના ઘરે પહોંચી ઘઈ છે. સુશાંતના નોકરે પોલીસને ફોન કરીને આ બાબતની જાણ કરી હતી.તેમનું માનવું હતું કે ભારતીય ક્રિકેટર મહેન્દ્ર સિંહ ધોનીને કોઈ જજ ન કરી શકે. ધોની ક્રિકેટ ખેલ જગતથી સંન્યાસ લઈ લે એવી અટકળો વહેતી થઈ હતી.

ધોનીના જીવન પર બનેલી બાયોપિકમાં સુશાંત સિંહે તેનું પાત્ર ભજવ્યું હતું. ધોનીની પ્રશંસા કરતાં સુશાંત સિંહે કહ્યું હતું કે ‘મેં તેમના જીવન પર બનેલી ફિલ્મમાં કામ કર્યું એ પહેલાંથી જ હું તેમનો મોટો ચાહક છું. મારા માટે તો તેમના સિવાય કોઈ સારો બૅટ્સમૅન નથી. આપણે જ્યારે લીડરશ‌િપની ક્વૉલિટી વિશે વાંચીએ છીએ ત્યારે એ તમામ ક્વૉલિટી મને તેમનામાં દેખાય છે. તેમને કોઈ જજ ન કરી શકે. તેમનાથી સારું તો કોઈ રમી જ ન શકે.’

દેશી રોમાંસમાં પ્રિયંકાની બહેન પરિણીતી ચોપરા સાથે કામ કરેલું પણ સૌથી વધુ ચર્ચા તેમની ભારતીય ટીમના કેપ્ટન MS ધોની ફિલ્મથી મળી. આ પહેલી એવી ફિલ્મ હતી જેમાં તેમણે 100 કરોડથી વધુનું બોક્સ ઓફિસમાં કામની કર્યું. આ સિવાય છીછોરે ફિલ્મનાં પણ ખૂબ વખાણ કરવામાં આવ્યા હતા. તેમની છેલ્લી ફિલ્મ કેદારનાથ હતી જેમાં તેઓ સેફની લાડલી સારા અલી ખાન સાથે દેખાયા હતા.

પરમ કૃપાળુ પરમાત્મા એમના આત્માને શાંતિ આપે એવી પ્રાર્થના