ખબર ફિલ્મી દુનિયા

જુવાન દીકરા સુશાંતની મોતની ખબર સાંભળીને પિતા પર દુઃખનો પહાડ તૂટી પડ્યો કહ્યું કે

ટેલિવિઝન અને ફિલ્મ એક્ટર સુશાંત સિંહે 34 વર્ષની નાની ઉંમરે મુંબઈના તેના ઘરે આત્મહત્યા કરી લીધી છે. જુવાન કહેવાતા એક્ટરના નિધન પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દુઃખ વ્યક્ત કર્યું છે. એક રિપોર્ટ પ્રમાણે 34 વર્ષનાં સુશાંત ડિપ્રેશનમાં પણ હતા. આ ન્યુઝ પછી તમામ લોકોને મોટો ઝટકો લાગ્યો છે. સુશાંતનો પરિવાર પણ આ ખબર સાંભળીનો ઘણો જ દુખમાં છે. હજી સુશાંતના આપધાતનું કોઇ કારણ સામે આવ્યું નથી. એકટર સુશાંતસિંહ રાજપૂત પટનાના રહેવાસી હતા. તેઓ મુંબઇનાં બાંદ્રામાં આખા ઘરમાં એકલા જ રહેતા હતા. સુશાંતની ડેથ વિશે માહિતી નોકરે પોલીસને આપી હતી. પોલીસ પણ સુશાંત સિંહનાં ઘરમાં તપાસ કરી રહી છે અને પાડોશીઓની પૂછપરછ ચાલુ છે. બીજી બાજુ પટનામાં તેમના પરિવારનો હાલ પણ ઘણો જ ખરાબ છે. તેમના પિતા કે.કે સિંહ પણ પટનામાં જ રહે છે. તેમને જ્યારે ફોન પર સુશાંતની આત્મહત્યાના સમાચાર મળ્યા તો તેઓ કંઇ જ બોલવા લાયક ન હતાં. હાલ તેઓ અને આખો પરિવાર સદમામાં છે. પરિવાર આંશું રોકી નથી શકતા.

આ અભિનેતા બોલિવૂડમાં ખૂબ લોકપ્રિય એક્ટર હતા કરિયરના સ્ટ્રગલ દરમિયાન તેમણે ટીવી એક્ટરના રૂપમાં જ કરી હતી. તેમણે સૌથી પહેલા કસી દેશ મેં મેરા દિલ નામની ટીવી શોમાં કામ કર્યું અને પવિત્ર રિશ્તાથી તેમને આખા દેશમાં એક ઓળખ મળી ગઈ. જે બાદ ફિલ્મોમાં પણ સુશાંતે ધમાકેદાર એન્ટ્રી કરી. ફિલ્મોમાં તેમના અભિનયની ખૂબ ચર્ચા પણ કરવામાં આવી.

નવાઈની વાત એ છે કે હજી સુધી આત્મહત્યાનું કારણ સામે નથી આવ્યું. સુશાંત સિંહે ઘરમાં જ અત્મહત્યા કરી હોવાના સમાચાર છે. પ્રાપ્ત વિગર અનુસાર પોલીસ અભિનેતાના ઘરે પહોંચી ઘઈ છે. સુશાંતના નોકરે પોલીસને ફોન કરીને આ બાબતની જાણ કરી હતી.તેમનું માનવું હતું કે ભારતીય ક્રિકેટર મહેન્દ્ર સિંહ ધોનીને કોઈ જજ ન કરી શકે. ધોની ક્રિકેટ ખેલ જગતથી સંન્યાસ લઈ લે એવી અટકળો વહેતી થઈ હતી.