ખબર ફિલ્મી દુનિયા

આ કરોડોપતિ દિગ્ગ્જએ ગળો ફાંસો ખાઈ આત્મહત્યા કરી- વાંચો અહેવાલ

હમણાં જ મળ્યા કે સુશાંત સિંહ રાજપૂતે ઘરમાં સ્યુસાઇડ કર્યું.તેમને ધોની ફિલ્મ કરી હતી. 34 વર્ષીય યુવાન એક્ટર સુશાંત સિંહ રાજપૂતે આત્મહત્યા કરતા બૉલીવુડ અને ફૅન્સ શૉકમાં ગરકાવ થઈ ગયા છે. નવાઈની વાત એ છે કે હજી સુધી આત્મહત્યાનું કારણ સામે નથી આવ્યું. સુશાંત સિંહે ઘરમાં જ અત્મહત્યા કરી હોવાના સમાચાર છે. પ્રાપ્ત વિગર અનુસાર પોલીસ અભિનેતાના ઘરે પહોંચી ઘઈ છે. સુશાંતના નોકરે પોલીસને ફોન કરીને આ બાબતની જાણ કરી હતી.તેમનું માનવું હતું કે ભારતીય ક્રિકેટર મહેન્દ્ર સિંહ ધોનીને કોઈ જજ ન કરી શકે. ધોની ક્રિકેટ ખેલ જગતથી સંન્યાસ લઈ લે એવી અટકળો વહેતી થઈ હતી.

ધોનીના જીવન પર બનેલી બાયોપિકમાં સુશાંત સિંહે તેનું પાત્ર ભજવ્યું હતું. ધોનીની પ્રશંસા કરતાં સુશાંત સિંહે કહ્યું હતું કે ‘મેં તેમના જીવન પર બનેલી ફિલ્મમાં કામ કર્યું એ પહેલાંથી જ હું તેમનો મોટો ચાહક છું. મારા માટે તો તેમના સિવાય કોઈ સારો બૅટ્સમૅન નથી. આપણે જ્યારે લીડરશ‌િપની ક્વૉલિટી વિશે વાંચીએ છીએ ત્યારે એ તમામ ક્વૉલિટી મને તેમનામાં દેખાય છે. તેમને કોઈ જજ ન કરી શકે. તેમનાથી સારું તો કોઈ રમી જ ન શકે.’

હિન્દી સિનેમાના યુવા એક્ટર સુશાંત સિંહ રાજપૂતની મેનેજર રહી ચુકેલી દિશા સાલિયન કથિત આત્મહત્યાના મામલે મુંબઈ પોલીસે આકસ્મિક મોતની ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે. દિશા સાલિયાનએ સોમવારે એક બહુમાળી ઇમારતના 14માં માળેથી છલાંગ લગાવી દીધી હતી.

પોલીસે જણાવ્યું છે કે તેઓ આ ઘટનાની તપાસ કરી રહ્યા છે કે તે આત્મહત્યાનો કે આકસ્મિક મોતનો. પોલીસે દિશા સાલિયનના મિત્રોની પણ પૂછપરછ કરી છે. પોલીસના જણાવ્યા અનુસાર, દિશા તેના મિત્રો સાથે પાર્ટી કરી હતી. પ્રાપ્ત માહિતી અનુસાર પાર્ટીમાં હાજર દરેક નશામાં ધૂત હતા.

Image Source

દિશાના નજીકના મિત્રએ પોલીસને ઘટનાની જાણ કરી હતી ત્યારબાદ પોલીસ ઘટના સ્થળે આવી હતી અને લાશને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી હતી. પૂછપરછમાં નજીકના મિત્રએ ખુલાસો કર્યો હતો કે, દિશા છેલ્લા કેટલાક દિવસથી ડિપ્રેશનમાં હતી. કથિત આત્મહત્યા પાછળનું ચોક્કસ કારણ જાણવા મળ્યું નથી અને પોલીસે આ મામલે વધુ પૂછપરછ હાથ ધરી છે.

પોલીસ જેની તપાસ કરી રહી છે તેના પરથી શંકાની સોય તેના મંગેતર રોહન રાય તરફ આગળ વધી રહી છે. સૂત્રોએ બહાર આવ્યું છે કે રોહનના નજીકના મિત્રો રોહનને આ ઘટના માટે જવાબદાર ઠેરવે છે. રોહન અને દિશા છેલ્લાં છ વર્ષથી એકબીજા સાથેના સંબંધમાં હતા અને તાજેતરમાં લોકડાઉનમાં હળવા થયા બાદ દિશા તેના વતન શહેર નાઇગાંવથી રોહન સાથે મલાડમાં શિફ્ટ થઈ હતી. જો કે, આ સમયે દિશા અને રોહનના સંબંધોમાં બધુ બરાબર ચાલતું ન હતું.

Image source
Image source

દિશાના માતા-પિતાએ તેમના નિવેદનમાં કહ્યું હતું કે, તેઓ આ સંબંધથી બિલકુલ ખુશ નહોતા. તે માત્ર દિશાની ખુશી માટે રોહન સાથે લગ્ન કરવા સંમત થયા હતા. રોહન અને દિશા પણ ખૂબ જલ્દી જ લગ્ન કરવા જઇ રહ્યા હતા પણ રોહન હંમેશા અનિચ્છા રાખતો હતો. રોહન રાય એક જાણીતા ટીવી એક્ટર પણ છે જેમણે ઘણાં જાહેરાતમાં કામ કર્યું છે. તે ગયા વર્ષે રિલીઝ થયેલ ઓટીટી પ્લેટફોર્મ જી 5 ની વેબ સિરીઝ ‘બોમ્બર્સ’ માં પણ મુખ્ય ભૂમિકા નિભાવતો જોવા મળ્યો છે.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.