ફિલ્મી દુનિયા

જૂના પ્રેમને ભુલાવવા માટે સુશાંતે ડિલીટ કરી હતી તસ્વીરો, જીવનમાં બધું મેળવ્યું પણ કદાચ આ એક વસ્તુ અધૂરી રહી ગઈ હતી 

બોલીવુડ અભિનેતા સુશાંત સિંહ રાજપૂતે રવિવારે 14 જૂને પોતાના મુંબઇના ફ્લેટમાં ગળેફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો. 34 વર્ષીય સુશાંતે આત્મહત્યા કરવા પાછળનું કારણ હાજી સુદી મળ્યું નથી
અને કોઈ સુસાઇટ નોટ પણ મળી નથી. ઘણાં વર્ષો સુધી સંઘર્ષ કર્યા પછી સુશાંતે પોતાની એક અલગ જ ઓળખાણ બનાવી હતી. પ્રખ્યાત થયા પછી તેના જીવનમાં બધું જ હતું છતાં પણ કંઈક અધૂરું હતું. કદાચ આ અધૂરાપણને કારણે જ તેણે આત્મહત્યા કરવાનું પગલું ભર્યું હોય.
જણાવી દઈએ કે અભિનેત્રી અંકિતા લોખંડે સાથે પહેલા તેનું અફેર હતું, જેણે એક સમયે લોકપ્રિય ટીવી શો ‘પવિત્ર રિશ્તા’માં સુશાંતની સાથે કામ કર્યું હતું. બંને ઘણાં વર્ષોથી લિવ-ઇનમાં રહ્યા હતા. એવા સમાચાર પણ મળ્યા હતા કે બંને જલ્દીથી લગ્નના બંધનમાં બંધાશે. 7 વર્ષ પછી બંને કપલનું બ્રેકઅપ થઇ ગયું અને સુશાંતને તેનો પહેલો પ્રેમ મળ્યો નહીં.

Image Source

આ પછી, સુશાંતે તેનો પહેલો પ્રેમ અને તેની યાદોને કાઢી નાખવા માટે માર્ચ 2019 માં તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટની તમામ તસ્વીરો પણ ડીલીટ કરી નાખી હતી, જેમાં અંકિતા લોખંડે સાથે તેમની ઘણી તસ્વીરો પણ હતી.

Image Source

એવું કહેવામાં આવે છે કે અંકિતા લોખંડે સાથેના બ્રેકઅપ પછી સુશાંત ફિલ્મ ‘રાબતા’ની અભિનેત્રી ક્રિતી સનેન એકબીજાની નજીક આવ્યું હતા. એવું કહેવામાં આવે છે કે ક્રિતીના કારણે સુશાંતના અંકિતાનું બ્રેકઅપ થયું હતું.

Image Source

જોકે, ક્રિતી સાથે સુશાંતના સંબંધ લાંબા સમય સુધી ટકી શક્યા નહિ અને  2017માં જ બંનેનું બ્રેકઅપ થયું હતું.

Image Source

ક્રિતી સાથ બ્રેકઅપ થયા બાદ સુશાંત સિંહ રાજપૂત રિયા ચક્રવર્તીની નજીક આવ્યો હતો. બંનેને ઘણીવાર સાથે નજર પણ આવ્યા હતા. બંને પેરિસ અને લદાખની યાત્રામાં સાથે જોવા મળ્યાં હતાં. જો કે સુશાંત અને રિયાએ ક્યારેય પણ તેમના સંબંધો વિશે કઈ કહ્યું ન હતું. બંને એકબીજાને સારા મિત્રો કહેતા હતા.

Image Source

સુશાંત સિંહ રાજપૂતે 21 જાન્યુઆરી 2020ના રોજ પોતાનો 34મો જન્મદિવસ ઉજવ્યો હતો. આ પ્રસંગે સૌથી ખાસ વિષ અભિનેત્રી રિયા ચક્રવર્તીએ જ આપી હતી.

Image Source

રિયાએ તેનો ફોટો સુશાંત સાથે શેર કર્યો હતો અને તેને સોનેરી હૃદયવાળા માણસ તરીકે વર્ણવ્યો હતો. તેમ છતાં બંનેએ ક્યારેય તેમના સંબંધોની સત્તાવાર પુષ્ટિ કરી ન હતી, પરંતુ રિયા છેલ્લા એક વર્ષથી તેનું કામ મેનેજ કરતી હતી.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.

લેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.