જીવનશૈલી મનોરંજન

આવી આલીશાન વૈભવી લાઈફસ્ટાઈલ હતી સુશાંતસિંહની..10 PHOTOS જોઈને મોમાં આંગળા નાખી દેશો

એક્ટર સુશાંત સિંહ રાજપૂત કાચી ઉંમરે જ આપણને સૌને છોડીને ચાલ્યો ગયો, તેના અભિનયના લાખો ચાહકો હતા, તે અસલ જીવનનો પણ એક રિયલ હીરો હતો, પરંતુ આજે એ વાતનું દુઃખ છે કે તે આપણી વચ્ચે નથી, તેને આત્મહત્યા કરીને પોતાનું જીવન ટૂંકાવી લીધું છે, આત્મહત્યા પાછળ ઘણા કારણો સામે આવી રહ્યા છે.

પરંતુ આપણે આજે આ બધા કારણોની વાત નથી કરવી, આપણે વાત કરીએ સુશાંતના જીવન સાથે જોડાયેલી કેટલીક બાબતોની। સુશાંતને કાર અને બાઇકનો ખુબ જ શોખ હતો અને તેના કારણે જ તેને પોતાના ગેરેજમાં એક શાનદાર કાર અને બાઈક રાખી હતી.

સુશાંત પાસે માસેરાતી, રેન્જ રોવર જેવી લક્ઝુરિયસ કાર અને બીએડબ્લ્યુ કે1300 આર જેવી સ્પોર્ટ્સ બાઈક પણ હતી, જેને ચાલવતા વખતે તે ઘણીવાર રોડ ઉપર જોવા મળ્યો છે. વર્ષ 2017માં જયારે સુશાંતે માસેરાતી ક્વોટ્રોપૉર્ટ ખરીદી હતી ત્યારે જ તેને એક પોસ્ટ કરીને લખ્યું હતું કે:

“જયારે હું નેનો હતો ત્યારે આ કારણ મિનિએચર મોડેલ સાથે રમી રહ્યો હતો, હવે આ બીસ્ટને ખરીદવાનો સમય આવી ગયો છે, કોણ ડ્રાઈવ માટે તૈયાર છે?” પરંતુ આજે સુશાંત આ કાર વિના જ એક લાંબી ડ્રાઈવ ઉપર નીકળી ગયો છે જ્યાંથી તે ક્યારેય પાછો નહિ ફરે.

ઈટલીનીએ સુપરકાર ખરીદતા પહેલા સુશાંતે રેન્જ રોવર ઈવોક કાર પણ ખરીદી હતી, સુશાંત દ્વારા જ જણાવા મળ્યું હતું કે વિદેશી બ્રાન્ડની કાર ખરીદવાનું લાંબા સમયનું સપનું પૂરું થયું. મુંબઈના રસ્તાઓ ઉપર સુશાંતને ઘણીવાર આ કાર સાથે સ્પોટ કરવામાં આવ્યો છે. તેના ઘણા ફોટો પણ આ કાર સાથે સોશિયલ મીડિયામાં જોવા પણ મળ્યા છે, આ કારની કિંમતની જો વાત કરીએ તો ભારતની અંદર આ કારની કિંમત 17.1 મિલિયન (1.5 કરોડ) જેટલી છે.

તમને જણાવી દઈએ કે હજુ થોડા દિવસ પહેલાં જ સુશાંતની EX મેનેજર દિશા સાલિયાને આપઘાત કરી લીધો હતો. શુદ્ધ દેશી રોમાંસ, MS ધોની: ધ અનટોલ્ડ સ્ટોરી, કેદારનાથ બોલિવૂડ ફિલ્મો કરનાર અભિનેતા સુશાંત સિંહ રાજપૂતની ભૂતપૂર્વ મેનેજર દિશા સાલિઆને બિલ્ડીંગ પરથી કૂદકો મારીને આત્મહત્યા કરી હતી.

માસેરાતી અને રેંજરોવર સિવાય સુશાંત સિંહ પાસે એક ખુબ જ શાનદાર સ્પોર્ટ્સ બાઈક બીએમડબ્લ્યુ કે 1300આર બાઈક પણ ખરીદી હતી જેની કિંમત 25 લાખ રૂપિયા છે. નવાઈની વાત એ છે કે હજી સુધી આત્મહત્યાનું કારણ સામે નથી આવ્યું. સુશાંત સિંહે ઘરમાં જ અત્મહત્યા કરી હોવાના સમાચાર છે. પ્રાપ્ત વિગર અનુસાર પોલીસ અભિનેતાના ઘરે પહોંચી ઘઈ છે. સુશાંતના નોકરે પોલીસને ફોન કરીને આ બાબતની જાણ કરી હતી.તેમનું માનવું હતું કે ભારતીય ક્રિકેટર મહેન્દ્ર સિંહ ધોનીને કોઈ જજ ન કરી શકે. ધોની ક્રિકેટ ખેલ જગતથી સંન્યાસ લઈ લે એવી અટકળો વહેતી થઈ હતી.

ધોનીના જીવન પર બનેલી બાયોપિકમાં સુશાંત સિંહે તેનું પાત્ર ભજવ્યું હતું. ધોનીની પ્રશંસા કરતાં સુશાંત સિંહે કહ્યું હતું કે ‘મેં તેમના જીવન પર બનેલી ફિલ્મમાં કામ કર્યું એ પહેલાંથી જ હું તેમનો મોટો ચાહક છું. મારા માટે તો તેમના સિવાય કોઈ સારો બૅટ્સમૅન નથી. આપણે જ્યારે લીડરશ‌િપની ક્વૉલિટી વિશે વાંચીએ છીએ ત્યારે એ તમામ ક્વૉલિટી મને તેમનામાં દેખાય છે. તેમને કોઈ જજ ન કરી શકે. તેમનાથી સારું તો કોઈ રમી જ ન શકે.’

હિન્દી સિનેમાના યુવા એક્ટર સુશાંત સિંહ રાજપૂતની મેનેજર રહી ચુકેલી દિશા સાલિયન કથિત આત્મહત્યાના મામલે મુંબઈ પોલીસે આકસ્મિક મોતની ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે. દિશા સાલિયાનએ સોમવારે એક બહુમાળી ઇમારતના 14માં માળેથી છલાંગ લગાવી દીધી હતી.

પોલીસે જણાવ્યું છે કે તેઓ આ ઘટનાની તપાસ કરી રહ્યા છે કે તે આત્મહત્યાનો કે આકસ્મિક મોતનો. પોલીસે દિશા સાલિયનના મિત્રોની પણ પૂછપરછ કરી છે. પોલીસના જણાવ્યા અનુસાર, દિશા તેના મિત્રો સાથે પાર્ટી કરી હતી. પ્રાપ્ત માહિતી અનુસાર પાર્ટીમાં હાજર દરેક નશામાં ધૂત હતા.

દિશાના નજીકના મિત્રએ પોલીસને ઘટનાની જાણ કરી હતી ત્યારબાદ પોલીસ ઘટના સ્થળે આવી હતી અને લાશને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી હતી. પૂછપરછમાં નજીકના મિત્રએ ખુલાસો કર્યો હતો કે, દિશા છેલ્લા કેટલાક દિવસથી ડિપ્રેશનમાં હતી. કથિત આત્મહત્યા પાછળનું ચોક્કસ કારણ જાણવા મળ્યું નથી અને પોલીસે આ મામલે વધુ પૂછપરછ હાથ ધરી છે.

પોલીસ જેની તપાસ કરી રહી છે તેના પરથી શંકાની સોય તેના મંગેતર રોહન રાય તરફ આગળ વધી રહી છે. સૂત્રોએ બહાર આવ્યું છે કે રોહનના નજીકના મિત્રો રોહનને આ ઘટના માટે જવાબદાર ઠેરવે છે. રોહન અને દિશા છેલ્લાં છ વર્ષથી એકબીજા સાથેના સંબંધમાં હતા અને તાજેતરમાં લોકડાઉનમાં હળવા થયા બાદ દિશા તેના વતન શહેર નાઇગાંવથી રોહન સાથે મલાડમાં શિફ્ટ થઈ હતી. જો કે, આ સમયે દિશા અને રોહનના સંબંધોમાં બધુ બરાબર ચાલતું ન હતું.

દિશાના માતા-પિતાએ તેમના નિવેદનમાં કહ્યું હતું કે, તેઓ આ સંબંધથી બિલકુલ ખુશ નહોતા. તે માત્ર દિશાની ખુશી માટે રોહન સાથે લગ્ન કરવા સંમત થયા હતા. રોહન અને દિશા પણ ખૂબ જલ્દી જ લગ્ન કરવા જઇ રહ્યા હતા પણ રોહન હંમેશા અનિચ્છા રાખતો હતો. રોહન રાય એક જાણીતા ટીવી એક્ટર પણ છે જેમણે ઘણાં જાહેરાતમાં કામ કર્યું છે. તે ગયા વર્ષે રિલીઝ થયેલ ઓટીટી પ્લેટફોર્મ જી 5 ની વેબ સિરીઝ ‘બોમ્બર્સ’ માં પણ મુખ્ય ભૂમિકા નિભાવતો જોવા મળ્યો છે.