ખબર મનોરંજન

જો આ વ્યક્તિને ફોન ઉપાડી લીધો હોત તો સુશાંત સિંહે આ પગલું ના ભર્યું હોત

સુશાંત સિંહના અચાનક નિધનથી બધા જ લોકો શોકમાં ગરકાવ થઇ ગયા છે. સુશાંતના નિધન મામલે સેલેબ્સ પણ દુઃખ વ્યક્ત કરી રહ્યા છે. પરંતુ સુશાંતે ક્યાં કારણોસર દુનિયાને અલિવદા કહ્યું જાણી શકાયું નથી. પોલીસને સુશાંતના ઘરમાંથી કોઈ સ્યૂસાઈડ નોટ નથી મળી.

 

View this post on Instagram

 

A post shared by GLAMSHAM.COM (@glamsham) on

સુશાંતે અડધી રાત્રે છેલ્લો ફોન એક્ટર મહેશને કર્યો હતો. પરંતુ તેણે ફોન નહોતો ઉઠાવ્યો. આથી તે બંનેની એકબીજા સાથે વાત થઈ શકી નહોતી. સુશાંતે રાતે 1 વાગ્યે તેના મિત્ર મહેશને ફોન લગાવ્યો હતો પરંતુ વાત થઇ શકી ના હતી. મહેશ અને સુશાંતએ ટીવી શો ‘કિસ દેશ મે હોગા મેરા દિલ’માં સાથે કામ કર્યું હતું. બંને બહુજ સારા મિત્રો હતા. જો મહેશએ રત્ન સમત્યે ફોન ઉપાડી લીધો હોત તો ક્યાંક ને ક્યાંક કહી શકાય કે,
કોઈ વાત હોય જે મહેશ સાથે થઇ શકી હોત અને આજે સુશાંત જીવી ગયો હોત. મહેશએ રાતે ફોન રિસીવ ના કરતા રવિવારે બપોરે 12 વાગ્યે ફોન કર્યો હતો ત્યાં સુધીમાં તેના જીગરી દોસ્ત દુનિયા છોડીને જતો રહ્યો હતો. હવે મહેશને લાગી રહ્યું છે કે,જો રાતે સુશાંતનો ફોન રિસીવ કરી લીધો હતો. તો આજે સુશાંત સિંહ રાજપૂત જીવતો હોત.

 

View this post on Instagram

 

A post shared by weeeeeee2 (@bollywoodangels8) on

જણાવી દઈએ કે, સવારે 10 વાગ્યે સુશાંત પોતાના રૂમમાં ગયા બાદ બહાર નીકળ્યો ના હતો. હાઉસ હેલ્પ અને મિત્રોએ દરવાજો ખોલવાનો પ્રયત્ન કર્યો, પરંતુ દરવાજો ના ખુલ્યો. પછી હાઉસ સ્ટાફે લોકલ ચાવી બનાવવાવાળાને બોલાવ્યો. જેની મદદથી દરવાજો ખોલવામાં આવ્યો. દરવાજો ખોલવા પર સુશાંતનો લટકતો પાર્થિવ દેહ જોઈ નોકરે પોલીસને ફોન કર્યો.

સુશાંત સિંહ રાજપૂતની ટીમે આધિકારીક નિવેદન જાહેર કરી કહ્યું છે કે, એ ખૂબ જ હેરાન કરનારું છે કે, સુશાંત સિંહ રાજપૂત હવે આપણી સાથે નથી. અમે તેમના પ્રશંસકોને અનુરોધ કરીએ છીએ કે, તેઓ તેમને પોતાના વિચારોમાં યાદ રાખે. અમે મીડિયાને અનુરોધ કરીએ છીએ કે, તે આ દુઃખના સમયમાં પ્રાયવસી જાળવી રાખવામાં અમારી મદદ કરે.

 

View this post on Instagram

 

A post shared by Atul Gupta (@atulgiiht) on

સુશાંત સિંહ રાજપૂતના મિત્રોનું કહેવું છે કે, તે છેલ્લાં ઘણા સમયથી ડિપ્રેશનમાં હતો. સુશાંત સિંહ રાજપૂતની એક્સ ગર્લફ્રેન્ડ અંકિતા લોખંડેએ એક બિઝનેસમેન સાથે ગત અઠવાડિયે જ એંગેજમેન્ટ કર્યા છે.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.