પોસ્ટમોર્ટમ કરતી વખતે 5 લાશ આવેલી એમાં એક VIP, સુશાંતની હત્યા થઇ છે, આ વ્યક્તિએ કર્યો નવો ધડાકો

સુશાંત સિંહ રાજપૂતના મોતને 2 વર્ષથી વધુ સમય થઈ ગયો છે. જોકે, તેના મોત સાથે જોડાયેલા ચોંકાવનારા ખુલાસા અવાર નવાર થતા રહે છે. સુશાંતે 14 જૂન 2020ના રોજ પોતાના એપાર્ટમેન્ટમાં ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી. તેણે આ નિર્ણય કેમ લીધો અને તેની સાથે શું થઈ રહ્યું હતું તે આટલા વર્ષ પછી પણ દરેક માટે એક રહસ્ય જ રહ્યું છે. તેના મોતને લઈને વિવિધ થિયરીઓ પણ સામે આવી છે. પરંતુ તાજેતરમાં જે સામે આવ્યું છે તે ખૂબ જ ચોંકાવનારું છે. એક વ્યક્તિએ દાવો કર્યો છે કે સુશાંતે આત્મહત્યા કરી નહોતી,

પરંતુ તેની હત્યા કરવામાં આવી હતી. સુશાંત સિંહ રાજપૂતના મોત અંગે ચોંકાવનારો ખુલાસો કરનાર વ્યક્તિ સ્વર્ગસ્થ અભિનેતાના પોસ્ટમોર્ટમ સ્ટાફમાં સામેલ હતો. આ વ્યક્તિએ દાવો કર્યો છે કે અભિનેતાએ આત્મહત્યા નથી કરી, પરંતુ તેની હત્યા કરવામાં આવી છે. મીડિયા રીપોર્ટ્સમાં આ વ્યક્તિનું નામ રૂપકુમાર શાહ જણાવવામાં આવી રહ્યું છે. દાવો કરવામાં આવી રહ્યો છે કે જ્યારે કુપર હોસ્પિટલમાં સુશાંતનું પોસ્ટમોર્ટમ ચાલી રહ્યું હતું ત્યારે તે હોસ્પિટલના ઓટોપ્સી રૂમમાં હાજર હતો અને સમગ્ર પ્રક્રિયામાં સામેલ હતો.

રૂપકુમારે એમ પણ જણાવ્યું કે તેણે તેના શરીર પર અનેક નિશાન અને ગરદન પર બે થી ત્રણ નિશાન જોયા છે. ટીવી 9ને ટાંકીને ટાઈમ્સ નાઉ ન્યૂઝે અહેવાલ આપ્યો છે કે રૂપકુમાર શાહે કહ્યું, ‘જ્યારે સુશાંત સિંહ રાજપૂતનું અવસાન થયું, ત્યારે પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલમાં પાંચ લાશો હતી અને એ પાંચમાંથી એક વીઆઈપી બોડી હતી. જ્યારે અમે પોસ્ટમોર્ટમ કરવા ગયા તો અમને ખબર પડી કે તે સુશાંત હતો અને તેના શરીર પર ઘણા નિશાન અને ગળા પર બે થી ત્રણ નિશાન હતા.

પોસ્ટમોર્ટમ નોંધવાની જરૂર હતી પરંતુ ઉચ્ચ અધિકારીઓને માત્ર લાશના ફોટોગ્રાફ લેવાનું કહેવામાં આવ્યું હતું. તેથી અમે તેમના આદેશ મુજબ કર્યું. રૂપકુમાર વધુમાં ઉમેરે છે કે, “જ્યારે મેં સુશાંતની લાશ જોઈ, ત્યારે મેં તરત જ મારા સિનિયર્સને કહ્યું કે આ આત્મહત્યા નથી, પરંતુ હત્યા છે. મેં તેમને એમ પણ કહ્યું કે આપણે નિયમોનું પાલન કરવું જોઈએ. જો કે, મારા સિનિયર્સે મને તરત જ તસવીરો ક્લિક કરવા અને આપવાનું કહ્યું, તેમજ મૃતદેહ પોલીસને સોંપ્યો. તેથી જ અમે રાત્રે જ પોસ્ટમોર્ટમ કર્યું હતું.” રૂપકુમાર શાહની વાતમાં કેટલું સત્ય છે?

તે તો આવનારો સમય જ કહેશે, પરંતુ જો આ સાચું છે તો સવાલ એ થાય છે કે સુશાંતની હત્યા કરનાર કોણ છે અને તેનું કારણ શું હોઈ શકે ? જણાવી દઇએ કે, 14 જૂન 2020ના રોજ બપોરે જ્યારે અચાનક સમાચાર આવ્યા કે સુશાંત સિંહ રાજપૂતનું નિધન થયું છે ત્યારે સમગ્ર દેશ શોકમાં ડૂબી ગયો હતો. તેની લાશ તેના બાંદ્રા એપાર્ટમેન્ટમાંથી મળી આવી હતી. પ્રારંભિક તપાસમાં મુંબઈ પોલીસે તેને આત્મહત્યાનો મામલો ગણાવ્યો હતો. જો કે, બાદમાં સુશાંતના પિતાએ પટનામાં એફઆઈઆર નોંધાવી હતી કે તેમના પુત્રની હત્યા કરવામાં આવી હતી

અને તેના માટે તેની ગર્લફ્રેન્ડ અને અભિનેત્રી રિયા ચક્રવર્તીને જવાબદાર ઠેરવી હતી. સુશાંતના ચાહકો પણ આવો જ દાવો કરી રહ્યા છે. આ મામલો મુંબઈ પોલીસ દ્વારા એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED), નાર્કોટિક્સ બ્યુરો (NCB) અને CBI સુધી પહોંચ્યો હતો. હાલમાં આ કેસની ફાઇલ સીબીઆઈ પાસે છે અને અત્યાર સુધી એજન્સીએ તેના વિશે કોઈ ખુલાસો કર્યો નથી. તમને જણાવી દઈએ કે સુશાંતના મૃત્યુ બાદથી તેના ફેન્સ ટ્વિટર પર દરરોજ #JusticeForSSR ટ્રેન્ડ કરી રહ્યા છે. માત્ર તેના ચાહકો જ નહીં પરંતુ તેની બહેનો અને નજીકના મિત્રો પણ ન્યાયની રાહ જોઈ રહ્યા છે.

Shah Jina