ફિલ્મી દુનિયા

આ રીતે સુશાંતે પૂર્ણ કર્યું હતું ભારતીય સેના સાથે સમય વિતાવવાનું સપનું, વિડીયો જોઈને તમને પણ થશે ગર્વ

ખુબ જ પ્રતિભાશાળી અભિનેતા સુશાંત સિંહ રાજપૂતે 14 જૂનના રોજ પોતાના ઘરની અંદર ગળે ફાંસો ખાઈને પોતાનું જીવન ટૂંકાવી લીધું, સુશાંતના અચાનક મૃત્યુથી સુશાંતના ચાહકો સમેત આખો દેશ ઊંડા શોકમાં છે. સુશાંતમાં અભિનયના તમામ ગુનો હતા તે છતાં પણ જિન્દગીની જંગમાં  હારી ગયો. સુશાંતના ઘણા સપના પણ હતા જેમાંથી તેને ઘણા સપના પૂર્ણ કર્યા અને ઘણા સપના અધૂરા પણ રહી ગયા. સુશાંતનુ એક સપનું ભારિતય સેનાએ સાથે સમય વિતાવવાનું હતું, અને આ સપનું તેને પૂર્ણ પણ કર્યું.

Image Source

સુશાંતે વર્ષ 2019માં પોતાના સપનાઓનું લિસ્ટ બહાર પાડ્યું હતું અને ત્યારે તેને એક પોસ્ટ કરતા શીર્ષક આપ્યું હતું: “MY 50 DREAMS & COUNTING! 123..” જેમાંથી તેનું એક સપનું ભારતીય સેના સાથે સમય વિતાવવાનું હતું.

 

View this post on Instagram

 

A post shared by Sushant Singh Rajput (@sushantsinghrajput) on

જયારે સુશાંતે ભારતીય સેનાએ સાથે સમય વિતાવવાનું આ સપનું પૂર્ણ કર્યું ત્યારે તેને એક વિડીયો પણ શેર કર્યો હતો. જેની અંદર તે આર્મીના જવાનો સાથે ટ્રેનિંગ લેતા, તેમની કેન્ટીનમાં રોટલી બનાવતા, અને જવાનો સાથે સમય વિતાવતા જોવા મળી રહ્યા છે. સુશાંતના આ સપનાએ જ તેને ફિલ્મી દુનિયાથી અલગ નાવ્યો હતો.

Image Source

સુશાંતે ત્યારે કેપશનમાં લખ્યું હતું. “સપનું 80/150. દર 6 મહિનામાં ઓછામાં ઓછું એકવાર આર્મીના જવાનો સાથે ઓછામાં ઓછો એક દિવસ વિતાવું અને એ હીરોજના માઈન્ડસેટમાંથી કંઈક શીખી શકું અને જે રીતે શક્ય થઇ શકે એવા યોગ્ય સન્માન સાથે તેમની સેવા કરી શકું.”

સુશાંત ખુબ જ જિંદાદિલ માણસ હતો. એ  શ્રેષ્ઠ અભિનેતા હતો, તે છતાં પણ તેને કયું દુઃખ સતાવી રહ્યું હતું તેની કોઈને જનાકારી પણ નહોતી.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.