ભિનેતા સુશાંત સિંહ રાજપૂત કાચી ઉંમરે જ આપણને સૌને છોડીને ચાલ્યો ગયો, તેના અભિનયના લાખો ચાહકો હતા, તે અસલ જીવનનો પણ એક રિયલ હીરો હતો, પરંતુ આજે એ વાતનું દુઃખ છે કે તે આપણી વચ્ચે નથી, તેને આત્મહત્યા કરીને પોતાનું જીવન ટૂંકાવી લીધું છે, આત્મહત્યા પાછળ ઘણા કારણો સામે આવી રહ્યા છે, પરંતુ આપણે આજે આ બધા કારણોની વાત નથી કરવી, આપણે વાત કરીએ સુશાંતના જીવન સાથે જોડાયેલી કેટલીક બાબતોની। સુશાંતને કાર અને બાઇકનો ખુબ જ શોખ હતો અને તેના કારણે જ તેને પોતાના ગેરેજમાં એક શાનદાર કાર અને બાઈક રાખી હતી.

સુશાંત પાસે માસેરાતી, રેન્જ રોવર જેવી લક્ઝુરિયસ કાર અને બીએડબ્લ્યુ કે1300 આર જેવી સ્પોર્ટ્સ બાઈક પણ હતી, જેને ચાલવતા વખતે તે ઘણીવાર રોડ ઉપર જોવા મળ્યો છે.

વર્ષ 2017માં જયારે સુશાંતે માસેરાતી ક્વોટ્રોપૉર્ટ ખરીદી હતી ત્યારે જ તેને એક પોસ્ટ કરીને લખ્યું હતું કે: “જયારે હું નેનો હતો ત્યારે આ કારણ મિનિએચર મોડેલ સાથે રમી રહ્યો હતો, હવે આ બીસ્ટને ખરીદવાનો સમય આવી ગયો છે, કોણ ડ્રાઈવ માટે તૈયાર છે?” પરંતુ આજે સુશાંત આ કાર વિના જ એક લાંબી ડ્રાઈવ ઉપર નીકળી ગયો છે જ્યાંથી તે ક્યારેય પાછો નહિ ફરે.

મુંબઈના રસ્તાઓ ઉપર સુશાંતને ઘણીવાર આ કાર સાથે સ્પોટ કરવામાં આવ્યો છે. તેના ઘણા ફોટો પણ આ કાર સાથે સોશિયલ મીડિયામાં જોવા પણ મળ્યા છે, આ કારની કિંમતની જો વાત કરીએ તો ભારતની અંદર આ કારની કિંમત 17.1 મિલિયન (1.5 કરોડ) જેટલી છે.

ઈટલીનીએ સુપરકાર ખરીદતા પહેલા સુશાંતે રેન્જ રોવર ઈવોક કાર પણ ખરીદી હતી, સુશાંત દ્વારા જ જણાવા મળ્યું હતું કે વિદેશી બ્રાન્ડની કાર ખરીદવાનું લાંબા સમયનું સપનું પૂરું થયું.

માસેરાતી અને રેંજરોવર સિવાય સુશાંત સિંહ પાસે એક ખુબ જ શાનદાર સ્પોર્ટ્સ બાઈક બીએમડબ્લ્યુ કે 1300આર બાઈક પણ ખરીદી હતી જેની કિંમત 25 લાખ રૂપિયા છે.
Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.