અભિનેતા સુશાંત સિંહ રાજપૂતે મુંબઈ સ્થિત પોતાના ઘરે રવિવારે ફાંસી લગાવીને આત્મહત્યા કરી લીધી છે. તેની આત્મહત્યા કરવાનું કારણ ડિપ્રેશન જણાવવામાં આવ્યું છે. સુશાંતનું મુંબઈમાં આવેલું તેનું ઘર ખુબ જ આલીશાન અને સુંદર છે. એવામાં આજે અમે તમને સુશાંતના ઘરની તસ્વીરો દેખાડીશું.

સુશાંતે સપનાનું ઘર પોતાની જાતે જ સજાવ્યું હતું. જે રીતે તેણે પોતાના ઘરના સપના જોયા હતા તેવી જ રીતે ઘરના દરેક ખૂણાને સજાવ્યું હતું. સુશાંતે જ્યારે ટીવીમાં કામ કરવાનું શરૂ કર્યું ત્યારે જ આલીશાન ઘર બનાવવાનું સપનું જોયું હતું.

આખરે સુશાંતે સપનાનું ઘર બનાવી જ લીધું. સુશાંતને એન્ટિક વસ્તુઓનો ખુબ જ શોખ હતો, માટે તેના ઘરમાં ઘણી એન્ટિક વસ્તુઓ છે. અમુક વસ્તુઓ તો પહેલાના જમાનાની પણ છે, જે સહેલાઈથી જોવા પણ મળતી નથી.

સુશાંતને આકાશ અને તારા જોવાનો પણ ખુબ શોખ હતો. તેના ઘરમાં એક એવો રૂમ પણ હતો જ્યા તેણે પોતાનું ટેલિસ્કોપ રાખ્યું હતું, જેના દ્વારા તે આકાશમાં ગેલેક્સીને જોતો હતો. સુશાંતને અંતરિક્ષમાં ખુબ જ દિલચસ્પી હતી માટે જ તેણે ટેલીસ્કોપ ખરીદ્યુ હતું.

સુશાંતને વાંચવાનો પણ ખુબ જ શોખ હતો. તેના સ્ટડી રૂમમાં પુસ્તકોંનો ભંડાર પડેલો છે. ખાલી સમયમાં તે પુસ્તકો વાંચવાનું પણ પસંદ કરતો હતો.

સુશાંતના ઘરમાં એક ગિટાર પણ છે, જેને વગાડવાનું તે પસંદ કરતો હતો. સુશાંતે પોતાના બેડરૂમને પણ ખુબ સારી રીતે સજાવીને રાખ્યો હતો. તેના રૂમમાં પ્રોજેક્ટર પણ છે જેના દ્વારા તે ફિલ્મો અને કાર્ટૂન જોતો હતો.

સુશાંતને પીળો રંગ ખુબ જ પસંદ છે માટે તેણે પોતાનું સ્ટડી ટેબલ પીળા રંગનું રાખ્યું હતું, જ્યા બેસીને તે પુસ્તકો વાંચતો હતો. સુશાંતના ઘરમાં અમુક તસ્વીરો પહેલાના જમાનાની છે, જે સુશાંતે જાતે જ પસંદ કરીને લગાવી હતી.

સુશાંતના ઘરની બાલ્કનીમાંથી ખુબ જ સુંદર વ્યુ દેખાય છે, તેની બાલ્કનીમાંથી પૂરો સમુદ્ર દેખાય છે, જ્યા સુશાંત ઉભા રહીને ચા-કોફી પિતા હતા. સુશાંતે ખુબ જ પ્રેમથી આ ઘરને શણગાર્યું હતું, પણ તે પોતાના સપનાના આ ઘરમાં માત્ર અમુક જ દિવસો સુધી રહી શક્યા, અને જીવન છોડીને ચાલ્યા ગયા.
Author: GujjuRocks Team
આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.