થોડા સમય પહેલા આવેલી ફિલ્મ પધ્માવતી ઉપર ઘણો મોટો જ હોબાળો મચ્યો હતો, જયગઢ ફોર્ટની અંદર ડાયરેક્ટર સંજય લીલા ભણસાલી ઉપર પણ હુમલો કરવામાં આવ્યો હતો. ત્યારબાદ સામાન્ય લોકોથી લઈને બોલીવુડના અભિનેતાઓમાં પણ ભારે ગુસ્સો જોવા મળ્યો હતો. એ દરમિયાન અભિનેતા સુશાંત સિંહ રાજપૂતે પણ પોતાના નામમાંથી “રાજપૂત” શબ્દ હટાવી દીધો હતો અને આ હુમલાની નિંદા કરી હતી.

સુશાંત સિંહે ટ્વીટ કરીને જણાવ્યું હતું કે “We would suffer till the time we’re obsessed with our surnames. If you’re that courageous,give us your first name to acknowledge #padmavati” અને સુશાંતે ટ્વીટર ઉપર આ ટ્વીટ કરતા પોતાનું નામ પણ માત્ર સુશાંત કરી દીધું હતું, નામમાંથી તેને પોતાની અટક રાજપૂત પણ કાઢી નાખી હતી.

સુશાંત સિંહ સાથે દીપિકા પાદુકોણ, રણવીર સિંહ, શાહિદ કપૂર જેવા ઘણા અભિનેતાઓ ભણસાલીના સપોર્ટમાં આવ્યા હતા. પ્રિયંકાએ તો એમ પણ જણાવ્યું હતું કે પૂર્વજોએ અમને હિંસા કરવાનું નથી શીખવ્યું, તો અનુરાગ કશ્યપ પણ બોલ્યા હતા કે તેમને રાજપૂત હોવા ઉપર શરમ આવે છે.

સુશાંતે એક ટ્વીટ દ્વારા એમ પણ જણાવ્યું હતું કે “માનવતાથી મોટો કોઈ ધર્મ નથી, પ્રેમ અને કરુણા જ આપણને માનવ બનાવે છે.”
Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.