ફિલ્મી દુનિયા

સુશાંતના મૃત્યુ પછી પરિવારમાં વધુ એક સભ્યનું પણ થયું મોત, ખાવા-પીવાનું પણ છોડી દીધું હતું અને અંતિમસંસ્કારમાં થયું મોત

બોલિવૂડ અભિનેતા સુશાંત સિંહ રાજપૂતનાં મૃત્યુથી તેમનો પરિવાર હજી બહાર નથી નીકળ્યો ત્યાં વધુ એક પહાડ તૂટી પડ્યો છે. સુશાંત સિંહની ભાભી સુધા દેવીનું સોમવારે અવસાન થયું હતું. એવું કહેવામાં આવી રહ્યું છે કે સુશાંતના મોતથી તે ચોંકી ગઈ હતી.

 

View this post on Instagram

 

A post shared by Sushant Singh Rajput (@sushantsinghrajput) on

પ્રાપ્ત માહિતી અનુસાર, સુશાંત સિંહ રાજપૂતનાં પિતરાઇ ભાઈ અમરેન્દ્રસિંહની પત્ની સુધાનું મુંબઈમાં સુશાંતના અંતિમ સંસ્કાર કરવામાં આવી રહ્યાં હતાં ત્યારે અવસાન થયું હતું. સુશાંતે આત્મહત્યા કરી હોવાના સમાચાર સાંભળીને તે આઘાતમાં હોય જમવાનું છોડી દીધું હતું. આને કારણે તેની હાલત સતત બગડતી હતી.

 

View this post on Instagram

 

A post shared by Sushant Singh Rajput (@sushantsinghrajput) on

પરિવારના સભ્યોએ જણાવ્યું કે, છેલ્લા થોડા સમયથી સુધા બીમાર હતી. રવિવારે તેણે સુશાંતના મોતનો સમાચાર સાંભળતાંની સાથે જ તેની હાલત વધુ લથડી હતી. વારંવાર તે બેભાન થઇ જતી હતી.

 

View this post on Instagram

 

A post shared by Sushant Singh Rajput (@sushantsinghrajput) on

જણાવી દઈએ કે, સુધા અને તેનો પરિવાર સુશાંતના પૌરાણિક ગામ પૂર્ણિયાના માલડીહામાં રહે છે. અભિનેતાના મોત બાદથી આ વિસ્તારમાં પહેલાથી સન્નાટો છે. પરંતુ પરિવારમાં વધુ એક મોતથી દુઃખનો પહાડ તૂટી પડયો છે.

મળેલી જાણકારીના આધારે સુધા દેવી અમરેન્દ્ર સિંહના પત્ની હતા, જે રિલેશનમાં સુશાંતના ચચેરા ભાઈ હતા અને પાડોશી પણ હતા. આગળના ઘણા સમયથી સુધાદેવીની તબિયત ઠીક ન હતી અને એવામાં સુશાંતના નિધનની ખબર આવતા તેને જોરદાર ધક્કો લાગ્યો હતો.

 

View this post on Instagram

 

A post shared by Sushant Singh Rajput (@sushantsinghrajput) on

જણાવી દઈએ કે, સુશાંતસિંહ રાજપૂતે રવિવારે મુંબઇના બાંદ્રામાં તેના ફ્લેટમાં આત્મહત્યા કરી હતી. તેના મૃત્યુના સમાચાર સાંભળીને દરેક આશ્ચર્યચકિત થઈ ગયા. ઘણા લોકો દ્વારા સુશાંતના મોત પર પણ સવાલ ઉભા થયા છે. પોલીસ હવે આ મામલે તપાસ કરી રહી છે.

જ્યા એક તરફ અહીં મુંબઈમાં સુશાંતના અંતિમ સંસ્કાર પૂર્ણ થયા પણ ન હતા એક બીજી તરફ સુધાદેવીના મૌતના દુઃખદ સમાચાર સાંભળવા મળ્યા. સુશાંતના પિતા પહેલાથી જ દિકરાના નિધનથી સુનમુન થઇ ગયા હતા એવામાં બીજી દુઃખદ ખબરથી જાણે કે પિતા સહીત પરિવાર પર દુઃખનો આભ તૂટી પડ્યો.

 

View this post on Instagram

 

A post shared by Sushant Singh Rajput (@sushantsinghrajput) on

સુશાંતે અચાનક જ કરેલી આત્મહત્યાથી સામાન્ય જનતાની સાથે સાથે પૂરું બૉલીવુડ પણ શૌક્માં ડૂબી ગયું છે. કોઈને વિશ્વાસ જ નથી આવી રહ્યો કે આવા દમદાર અભિનેતા પણ આવું પગલું ભરી શકે? સુશાંતના નિધન પર બોલીવુડના ઘણા દિગ્ગજ કલાકારો તેને અંતિમ વિદાઈ આપવા માટે સ્મશાન ઘાટ પહોંચી ગયા હતા જો કે કૉરોના વાયરસને લગતા લીધે તેઓને સ્માશનમાં અંદર દાખલ થવા દેવામાં આવ્યા ન હતા, અને જે કલાકારો ઉપસ્થિ ન થઇ શક્યા તેઓએ સોશિયલ મીડિયા પર પોતાની સંવેદનાઓ વ્યતિક કરી હતી.

પરમ કૃપાળુ પરમાત્મા એમના આત્માને શાંતિ આપે એવી પ્રાર્થના.ૐ શાંતિ..શાંતિ..શાંતિ..

Author: GujjuRocks Team

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.

લેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.