ફિલ્મી દુનિયા

શું સુશાંત સિંહ રાજપૂતે આત્મહત્યા કરવાના અમુક દિવસો પહેલા જ ગર્લફ્રેન્ડ રિયાને મોકલી દીધી હતો ઘરે?

કોરોનાના કહેર વચ્ચે જાણે કે બૉલીવુડ અને ટીવી જગત પર દુઃખોના વાદળ તૂટી પડયા છે.આગળના અમુક દિસવોમાં ઘણા કલાકારોના નિધન અને આત્મહત્યાના મામલાઓ સામે આવ્યા છે. એવામાં ગઈ કાલના રોજ ફિલ્મ એમ.એસ.ધોનીમાં મુખ્ય ભૂમિકા નિભાવનારા અને ફિલ્મ છિછોરેમાં આત્મહત્યા ન કરવાના બાબતે માર્ગદર્શન આપનારા એવા અભિનેતા સુશાંત સિંહ રાજપૂતે પોતાના મુંબઈ સ્થિત ફ્લેટમાં ગળાફાંસો ખાઇને પોતાના જીવનને ટૂંકાવી લીધું છે. સુશાંતના અચાનક થયેલા આવા નિધનથી પૂરું બૉલીવુડ શોકમાં ડૂબી ગયું છે. આજે સુશાંતના અંતિમ સંસ્કાર કરવામાં આવી રહ્યા છે. અભિનેત્રી અંકિતા લોખંડે સાથેના બ્રેક પછી સુશાંત રિયા ચક્રવર્તી નામની યુવતીને ડેટ કરી રહ્યા હતા.

મળેલી જાણકારીના આધારે બંન્ને એકબીજા સાથે લિવ ઈન રિલેશનમાં હતા. સુશાંત છેલ્લી વાર જેક્લિન ફર્નાડીઝ સાથે નેટફ્લિક્સ ડ્રાઇવમાં જોવા મળ્યા હતા.જેના પછી સુશાંતની રિયા સાથેની તસ્વીરો સામે આવતા લોકોનું માનવું હતું એક બંને વચ્ચે અફેર ચાલી રહ્યું છે. આ સિવાય સુશાંત રિયા માટે એક વર્ષ પહેલા ઘરની પણ શોધ કરી રહ્યા હતા.

બંન્ને એકબીજાની ખુબ જ નજીક હતા અને પાર્ટી કે ઇવેન્ટમાં પણ સાથે જ જોવા મળતા હતા.બંન્ને રજાના દિસવોમાં પણ એકસાથે વેકેશન મનાવવા જતા હતા અને તસવીરો પણ પોસ્ટ કરતા હતા.

જો કે બંનેએ પોતાના રીલેશનને ક્યારેય દુનિયાની સામે કબુલ કર્યું નથી. રિયાએ પણ એક ઇન્ટરવ્યૂમાં સુશાંતને સારો એવો મિત્ર જ જણાવ્યો હતો. આગળના અમુક સમયથી રિયા સુશાંત સાથે જ રહેતી હતી પણ આત્મહત્યાના સમયે રિયા ઘરમાં હાજર ન હતી, એવામાં એવો પ્રશ્ન ઉભો થાય છે કે શું સુશાંતે રિયાને ઘરેથી મોકલી દીધી હતી?

મળેલી જાણાકારીના આધારે સુશાંત અને રિયા વચ્ચે આગળના અમુક સમયથી કઈ ખાસ બનતું ન હતું અને સુશાંત પણ ડિપ્રેશનમાં આવી ગયા હતા. સુશાંતના રૂમમાંથી ડિપ્રેશનને લગતી ઘણી દવાઓ મળી આવી હતી. આ સિવાય સુશાંતના નિધન પછી રિયાએ એકપણ પોસ્ટ કરી નથી.

રિપોર્ટના આધારે સુશાંત અને રિયા યશરાજ ફિલ્મ્સમાં હત્યા ત્યારે એકબીજાને મળ્યા હતા. બંન્નેના મેનેજર પણ લાંબા સમય સુધી એક જ હતા. જણાવી દઈએ કે સુશાંતે અંકિત લોખંડે સાથે 6 વર્ષ સુધી ડેટ કર્યા પછી બ્રેકઅપ કર્યું હતુ.

Author: GujjuRocks Team

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.