ટીવી એક્ટર બોલીવુડ એક્ટર સુશાંત સિંહના નિધન બાદ બધા જ લોકો દુઃખમાં છે. સુશાંતના નિધન બાદ પરિવારજનો અને સંબંધીઓ શોકમગ્ન છે. સુશાંતના નિધનના સમાચાર મળતા જ બિહાર સ્થિત તેના ઘરે ભીડ જમા થવા લાગી હતી.

સુશાંતના નિધનના સમાચાર મળતા જ પિતા ભાંગી ગયા હતા. સુશાંતની માતા ઉષાસિંહનું 2002માં નિધન થયું હતું. પત્નીના મોત પછી પિતા કે કે સિંહ દીકરા સુશાંતના સહારે જીવતા હતા. પરંતુ સુશાંત સિંહે વૃદ્ધાવસ્થામાં પિતાનો સાથ છોડી દીધો છે.

જણાવી દઈએ કે, સુશાંત સિંહ ચાર બહેનોનો એકનો એક ભાઈ હતો. 2002માં સુશાંતસિંહના માતા ઉષા સિંહનું બ્રેઈન હેમરેજના કારણે નિધન થયું હતું. સુશાંતની માતા ઉષા સિંહે સુશાંત માટે એકલી માનતાઓ રાખી હતી.

પટનામાં સુશાંતના ઘરની બાજુમાં રહેતા એક બહેને જણાવ્યું હતું કે. સુશાંતની મોટી બહેન મારી બહેનપણી છે. સુશાંતની માતાએ ઘણી માનતાઓ રાખી હતી. વિશ્વાસ જ નથી કરી શકતી કે, સુશાંત આવું પગલું ભરી શકે છે. સુશાંતને નાનપણમાં મેં ખોળામાં બેસાડીને જમાડયો છે. અમે બધા સાથે જ રમતા હતા.

વધુમાં તેમને જણાવ્યું હતું કે. સુશાંત ભણવામાં પણ હોશિયાર હતો. સુશાંતને તેના પિતા શાળાએ મુકવા જતા હતા. સુશાંતના ઘરનું નામ ગુલશન છે. સુશાંત એક્ટર બન્યા બાદ પણ તેન વ્યવહારમાં કોઈ ફેરફાર પડયો ના હતો.

અંજલી પાઠકે કહ્યું કે ઉષાસિંહે સુશાંતે ખૂબ લાડ-પ્રેમથી ઉછેર્યો હતો. તે હંમેશા એક ફિલ્મ ગીત ગાતી હતી કે ‘‘પાપા કહેતે હૈ એસા કામ કરેગા…બેટા હમારા નામ કરેગા…’’. સુશાંતને પણ આ ગીત ખૂબ પસંદ હતું.
Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.