કેટલાય મંદિરોમાં માથું ટેકવ્યું હતું, મન્નત માંગી હતી ત્યારે 4 બહેનોના ભાઈ સુશાંતનો જન્મ થયો, પણ કુદરતને કઈંક જ મંજુર હતું…સુશાંતની ડેથ એનિવર્સરી પર જુઓ સ્પેશિયલ તસવીરો
બોલીવુડના દિગ્ગજ અભિનેતા સુશાંત સિંહ રાજપુતે 14 જૂન 2020ના રોજ મુંબઇ સ્થિત પોતાના ઘરમાં ગળાફાંસો ખાઇને જીવન ટૂંકાવી લીધું હતું. તેમના નિધનથી બોલીવુડ, ટીવી જગત અને સામાન્ય જનતામાં પણ શોકની લાગણી છવાઇ હતી.
ઘણા ઓછા લોકો જાણતા હશે કે, સુશાંતની માતા ઉષા સિંહે કેટલાક મંદિરોમાં જઇને માથુ નમાવ્યુ હતુ. ઘણી મન્નતો માંગી હતી અને ત્યારે જઇને ચાર બહેનો બાદ સુશાંતનો જન્મ થયો હતો.
આજે અમે તમને સુશાંતની બાળપણની તસવીરો અને તેની ખાસ યાદો વિશે જણાવીશું. ઘણા ઓછા લોકો જાણતા હશે કે સુશાંત સિંહનું બાળપણમાં નામ ગુલશન હતુ અને તેઓનું આ નામ તેમની માતાએ રાખ્યુ હતુ. સુશાંત 16 વર્ષના હતા ત્યારે જ તેમની માતાનું નિધન થઇ ગયુ હતુ અને તે બાદ તેઓ અંદરથી તૂટી ગયા હતા.
સુશાંતને ઘણા વર્ષોના સંઘર્ષ બાદ વર્ષ 2008માં ટીવી પર પહેવો બ્રેક “કિસ દેશ મેં હે મેરા દિલ”થી મળ્યો હતો. જો કે, તેને ઓળખ “પવિત્ર રિશ્તા”થી મળી. આ ધારાવાહિકમા કામ કર્યા બાદ તેઓ ઘર-ઘરમાં જાણિતા થઇ ગયા અને તે બાદ વર્ષ 2013માં તેમને પહેલી ફિલ્મ “કાઇ પો છે” મળી. તેની છેલ્લી ફિલ્મ “દિલ બેચારા” હતી,.
સુશાંત તો બધું છોડીને ચાલ્યો ગયો પણ પણ પરિવાર, મિત્રો, ચાહકોનું દિલ તોડીને ગયો. સુશાંત પોતાની પાછળ અઢળક પ્રોપર્ટી અને અઢળક યાદો છોડીને ગયો. સુશાંતની યાદગીરી તેના વિડીયો, ફિલ્મો, કિસ્સાઓ, બાળપણની તવસીરો દ્વારા હંમેશા લોકોંના દિલોમાં જીવિત રહેશે.

સુશાંત પરિવારમાં સૌથી નાનો હતો. તેની મોટી ચાર બહેનો પછી સુશાંતનો જન્મ થયો હતો. માતાએ માનતા માની માનીને સુશાંતને પોતાનાં ખોળે મેળવ્યો હતો.

ચાર બહેનો વચ્ચે એકના એક ભાઇના જન્મથી પરિવારની ખુશીઓ આસમાન પર હતી. સુશાંત પોતાના પિતાના ખૂબ જ લાડલા હતા.

આ તસ્વીરમાં સુશાંત પોતાની માં ના ખોળામાં છે. વર્ષ 2002 માં સુશાંતની માં નું નિધન થઇ ગયું હતું. જેના પછી તે એટલો દુઃખી થઇ ગયો હતો કે પરિવાર સાથે પટના છોડીને દિલ્લી રહેવા લાગ્યો.

જો કે સુશાંતની ચાર બહેનો હતી, જેમાંની એકનું મૌત અમુક વર્ષો પેહલા થઇ હતું. બાકીની ત્રણે બહેનોના લગ્ન થઇ ચુક્યા છે.

સુશાંત બાળપણથી જ ખુબ જ શર્મિલા સ્વભાવના હતા. એન્જીનીયરીંગનો અભ્યાસ કરતા કરતા સુશાંતે બોલીવુડમાં પોતાની કારકિર્દી બનાવવાનું નક્કી કર્યું.

મિત્રોની બર્થ ડે પાર્ટીમાં મસ્તી કરી રહેલો સુશાંત સિંહ રાજપૂત.

આ તસ્વીરમાં કૈદ છે સુશાંતની અનેક યાદો.

મિત્રો સાથે મસ્તી કરી રહેલા સુશાંતની તસ્વીર.

સ્કૂલમાં એક ક્લાસની તસ્વીરમાં સુશાંત સિંહ રાજપૂત.

સ્કૂલના બેસ્ટ ફ્રેન્ડ્સ સાથે સુશાંત સિંહ રાજપૂત.