ફિલ્મી દુનિયા

સુશાંત અને સારા અલી ખાનનો સિક્રેટ વિડીયો વાયરલ, ફાર્મ હાઉસ ઉપર ખરાબ કામ કરતા ઝડપાયા

અભિનેતા સુશાંત સિંહ રાજપૂત કેસની અંદર ડ્રગ્સ એન્ગલ સામે આવ્યા બાદ રોજ એક નવો ખુલાસો થઇ રહ્યો છે. નાર્કોટિક્સ કન્ટ્રોલ બ્યુરો (NCB) દ્વારા સુશાંતની પ્રેમિકા રિયા ચક્રવર્તીની ધરપકડ કરી લેવામાં આવ્યો છે. તે હાલમાં ન્યાયિક હિરાસતમાં છે. એનસીબીની પુછપરછમાં રિયાએ સારા અલી ખાન અને રકૂલ પ્રીત સિંહ સાથે બીજા ઘણા લોકોના નામ આપ્યા છે. જે ડ્રગ્સ લેતા હતા કે પછી ડ્રગ્સ પાર્ટીમાં સામેલ થતા હતા. આ બધા વચ્ચે જ સારા અલી ખાન અને સુશાંતનો એક વિડીયો હાલ સોશિયલ મીડિયા ઉપર ખુબ જ વાયરલ થઇ રહ્યો છે.

Image Source

આ વીડિયોની અંદર સુશાંત સિંહ રાજપૂત અને સારા અલી ખાન બાલ્કનીમાં જોવા મળી રહ્યા છે. આ વીડિયોમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે તે વિડીયો સુશાંતના પાવના લેક ફાર્મ હાઉસનો છે. ડ્રોન કેમેરાની મદદથી આ વિડીયો શૂટ કરવામાં આવ્યો છે. મીડિયા રિપોર્ટ પ્રમાણે સુશાંતના એક સ્ટાફે આ વિડીયો બનાવ્યો હતો. બંને કલાકારો અહિયાંથી ફિલ્મ કેદારનાથના પ્રમોશન માટે નીકળી ગયા હતા.  ગુજ્જુરોક્સ ટિમ આ વીડિયોની પુષ્ટિ નથી કરતું.

Image Source

આ વિડીયો ડિસેમ્બર 2018થી માર્ચ 2019 વચ્ચેનું હોવાનું જણાઈ રહ્યું છે. સુશાંત અને સારા બાલ્કનીમાં સ્મોકિંગ કરતા જોવા મળી રહ્યા છે. બનેંના હાથમાં સિગારેટ છે.સારા વાત કરતા બાલ્કનીના કિનારે બેસી જાય છે જયારે સુશાંત ઉભો રહે છે. વિડીયો સામે આવ્યા બાદ સારાની મુશ્કેલીઓ વધી શકે છે.

Image Source

રિપોર્ટ્સ પ્રમાણે ડ્રગ્સ કનેક્શનમાં રિયા ચક્રવર્તીએ સારા અલી ખાન સહીત 25 લોકોના નામનો ખુલાસો કર્યો છે. જેના બાદમાં એનસીબી સારા અલી ખાન અને બીજા લોકોને સમન્સ બજાવશે. એવું પણ માનવામાં આવી રહ્યું છે કે મહિનાના અંત સુધી તેમને પુછપરછ માટે પણ બોલાવવામાં આવશે.

Image Source

આ પહેલા સુશાંત અને રિયા ચક્રવર્તીનો પણ એક વિડીયો સામે આવ્યો હતો. સુશાંત અને રિયા સાથે સ્મોકિંગ કરી રહ્યા હતા. વીડિયોમાં જયારે એક વ્યક્તિ સુશાંતને પૂછે છે કે શું તેમાં ચરસ નથી તો સુશાંત તેની સાથે મઝાક કરતા કહે છે કે આ વીએફએક્સ છે.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.

લેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.