મનોરંજન

હંમેશા અંકિતા લોખંડે સાથે રહેવા માંગતા હતા સુશાંત, કહ્યું હતું કે-કોઈ ચાંસ નથી લેવો

‘મોહબ્બત મૈં નહિ હે ફર્ક જીને મરને કા. તેને જ જોઈને જીવીએ છીએ, જિસ કાફીર પર દમ નીકલે’. પ્રેમ ભરેલી આ પંક્તિઓએ એક મહાન શાયરના ગઝલની છે. એક સમયે સ્વર્ગીય અભિનેતા સુશાંત સિંહે આ પંકિતઓ દ્વારા પોતાની પ્રેમિકા અંકિતા લોખંડેના પ્રતિ પોતાના બેશુમાર પ્રેમનું વર્ણન કર્યું હતું. સુશાંતનું આવી રીતે પ્રેમનું અભિવાદન કરવું જોઈને અંકિતા પણ હેરાન રહી ગઈ હતી.

Image Source

અંકિતા લોખંડે સાથે ભલે સુશાંતનું બ્રેકઅપ થઇ ગયું હોય પણ અંકિતા હંમેશાથી સુશાંતની શુભચિંતક રહી હતી. સુશાંત અને અંકિતા એક-બીજાને પર એટલા પાગલ હતા અને એટલો પ્રેમ કરતા હતા કે, બંન્ને વચ્ચેની દીવાનગી આ વીડિયોમાં જોઈ શકાય છે, જે સુશાંતના એક ચાહક દ્વારા ટ્વીટર પર શેર કરવામાં આવ્યો છે.

Image Source

આ વિડીયો તે સમયનો છે જ્યારે સુશાંત અને અંકિતા એક બીજા સાથે રિલેશનમાં હતા. વીડિયોમાં સુશાંત અંકિતાને કહી રહ્યા છે કે,”આગળના છ મહિનાથી અંકિતા મારી સાથે ખુબ જ ધીરજ અને પ્રેમથી રહી છે. અને તે મારી સાથે ખુબ જ ઉત્સુક અને ખુશ છે. હું કોઈ જ ચાંસ લેવા નથી માગતો. તે ખુબ જ સુંદર છે અને હું બસ તેને પ્રેમ કરું છું. હું અંકિતા સાથે રહેવા માંગુ છું. જો કે અમે લડાઈ પણ કરીએ છીએ, પણ એકબીજાને પ્રેમ પણ ખુબ કરીએ છીએ. આવી જ રીતે તો રિલેશનશીપ ચાલે છે. આવું કહેતા સુશાંતે આ પંક્તિ વર્ણવી હતી. ‘મોહબ્બત મૈં નહિ હે ફર્ક જઈને મરને કા. તેને જ જોઈને જીવીએ છીએ, જિસ કાફીર પર દમ નીકલે’.

Image Source

સુશાંતનો આ વિડીયો સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઇ રહ્યો છે અને દર્શકો દ્વારા ખુબ પસંદ કરવામાં આવી રહ્યો છે. સુશાંતના એક ચાહકે તેની યાદમાં આ વિડીયો શેર કર્યો છે.

Image Source

જણાવી દઈએ કે અંકિતા અને સુશાંત ટીવી શો ‘પવિત્ર રિશ્તા’ દ્વારા એકબીજાની નજીક આવ્યા હતા. તે સમયે બંન્નેની જોડી ટીવીની સૌથી હિટ જોડીમાં ગણવામાં આવત હતી. સુશાંત-અંકિતાએ છ વર્ષ સુધી ડેટ કર્યા પછી બ્રેકઅપ લીધું હતું.

Image Source

જુઓ સુશાંત સિંહનો અંકિતા પ્રત્યે પ્રેમ વ્યક્ત કરતો વિડીયો…


Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.