ફિલ્મી દુનિયા

શેખર સુમનનો દાવો-સુસાઇડથી પહેલા સુશાંતે બદલ્યા હતા 50 સિમ કાર્ડ, ધમકીને લઈને ઉઠાવ્યા સવાલ

બૉલીવુડ એક્ટર સુશાંત સિંહ રાજપૂતની આત્મહત્યા બાદ પોલીસ પણ એ તપાસમાં જોડાઈ ગઈ છે કે આખરે એવું તે શું કારણ હતું કે, સુશાંતે આત્મહત્યા કરી હતી. ઘણા સેલેબ્સ અને રાજનેતાઓ આ મામલે સીબીઆઈ તપાસની માંગ કરી રહ્યા છે.

હાલમાં જ એક્ટર શેખર સુમનએ સુશાંત સિંહ રાજપૂતના ઘરે જઈ તેના પિતા સાથે વાત કરી હતી. સરકારને આ અંગે સીબીઆઈ તપાસ કરાવવાની માંગ કરી હતી. એક્ટરને લાગે છે કે તે આત્મહત્યા નથી પરંતુ હત્યા છે.

સુશાંતના આપઘાત કેસમાં અભિનેતા શેખર સુમાને પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. આ દરમિયાન તેણે અનેક સવાલો ઉભા કર્યા. આત્મહત્યા કર્યા બાદ તેણે તેના ગળા પર નિશાન અને સ્યુસાઇડ નોટ ન મળવા જેવા અનેક પ્રશ્નો ઉભા કર્યા હતા.

 

View this post on Instagram

 

A post shared by ET Panache (@etpanache) on

આ પ્રેસ કોન્ફરન્સમાં શેખર સુમને કહ્યું હતું કે, મૃત્યુ પહેલાના કેટલાક દિવસોમાં સુશાંતે 50 સિમકાર્ડ બદલી લીધા છે. તેમણે સવાલ ઉઠાવ્યો કે સુશાંતે આટલા સિમકાર્ડ કેમ બદલ્યા? તેમણે કહ્યું હતું કે કોઈ પણ માણસ ત્યારે જ આવું કરે છે જ્યારે તેને ક્યાંકથી ધમકી મળે છે અને તે તેની અવગણના કરવા માંગે છે. વધુમાં કહ્યું હતું કે જ્યારે વ્યક્તિના મનમાં ભય હોય છે ત્યારે જ સીમકાર્ડ બદલી નાખે છે. આની સાથે તેણે કહ્યું કે જો કુર્તાથી ફાંસી લગાવીને આત્મહત્યા કરી હોત તો સુશાંતના ગળા પરનો નિશાન થોડો પહોળો થઈ ગયો હોત.

 

View this post on Instagram

 

pls help us god in getting justice for your kindest child 🙏🏻🙏🏻 @sushantsinghrajput @sushantsinghrajput 🙏🏻❤️✨ ❤️ @sushantsinghrajput 🙏🏻✨🪐🌕 @opsingh123 @officialsandipssingh @sushantsinghrajput @narendramodi @cbiindia @mumbaipolicedepartment we want justice for sushant sir #cbiforsushant #cbiinquiryforsushant #nocbinovote #sushantsinghrajput #justiceforsushanthsinghrajput #shwetasinghkirti @opsingh123 @sushantsinghrajput @narendramodi @cbiindia @mumbaipolicedepartment we want justice for sushant sir #cbiforsushant #cbiinquiryforsushant #nocbinovote #sushantsinghrajput #justiceforsushanthsinghrajput #shwetasinghkirti #justiceforsushantforum @shwetasinghkirti #shekharsuman @roopaganguly @manojtiwari.mp @lokhandeankita @bjp4delhi @bjp4india @narendramodi @kksingh993366 @singh.krishnakishore

A post shared by fangirl_SUSHANT🪐🔥 (@fangirl_sushant) on

શેખર સુમાને કહ્યું કે સુશાંતે કોઈ સુસાઇડ નોટ છોડી નથી. તેમણે કહ્યું, ‘જો ત્યાં કોઈ સુસાઇડ નોટ હોત તો તે કેસમાં વાંધો આવત. આ કેસ તે જ સમયે સમાપ્ત થઈ ગયો હોત. સુસાઇડ નોટ ન હોવાને કારણે ઘણા બધા સવાલો ઉઠે છે અને તે એ છે કે જે છોકરો રાત્રે પાર્ટી કરતો હતો, જે સવારે પ્લેસ સ્ટેશન પર જાગતો હતો, જે એક ગ્લાસ રસ માંગતો હતો, અહીં બેસે છે, અચાનક તેના મગજમાં એવું તે શું આવ્યુ કે તેણે કહ્યું, “ચાલો હવે ઉઠીએ, આત્મહત્યા કરીશું”. જણાવી દઈએ કે શેખર સુમન સુશાંતની આત્મહત્યા કેસમાં સીબીઆઈ તપાસની માંગ ઉઠાવ્યો છે.

 

View this post on Instagram

 

A post shared by Moviez Adda (@moviezadda) on

નોંધનીય છે કે,અગાઉ શેખર સુમન પટનામાં સુશાંતના ઘરે જઈ તેના પરિવારને મળ્યો હતો. બાદમાં તેણે સુશાંતના પિતા કે.કે.સિંઘ સાથે એક ફોટો શેર કર્યો અને લખ્યું કે તે હજી પણ તે ઊંડા શોકમાં છે. હું તેની સાથે બેઠો પણ અમારી વચ્ચે કંઇ વાત થઇ નહીં.

 

View this post on Instagram

 

A post shared by @thecinemablogs on

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.

લેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.