ફિલ્મી દુનિયા

સુશાંતના મનોચિકિત્સકનો દાવો, અંકિતા લોખંડે સાથેના બ્રેકઅપથી હતો પછતાવો રિયા ચક્રવર્તીથી ખુશ ન હતો અને

અભિનેતા સુશાંત સિંહ રાજપૂતની આત્મહત્યા પછી મેન્ટલ હેલ્થ અને નેપોટિઝમ જેવા ગંભીર મામલાઓ પર એકવાર ફરીથી ચર્ચા શરૂ થઇ ગઈ છે. મામલામાં લગાતાર પોલીસ શોધખોળ અને પૂછતાછ કરી રહી છે એવામાં સુશાંત સિંહના મનોચિકિત્સકે મોટો ખુલાસો કર્યો છે. જેમાં તેમણે કહ્યું કે આખરે કઈ વાતને લીધે સુશાંત ખુબ ચિંતત રહેતા હતા.

Image Source

રિપોર્ટના આધારે મનોચિકિત્સક કેસરા ચાવડાનું સ્ટેટમેન્ટ રેકોર્ડ કરવામાં આવ્યું છે જેમાં તેણે સુશાંત સાથે જોડાયેલી ઘણી બાબતો જણાવી છે. તેમણે કહ્યું કે સુશાંત ઘણા સમયથી ડિપ્રેશનથી પરેશાન હતા અને રાતે ઊંઘી પણ શકતા ન હતા. આ સિવાય તેને ઘણા વિચિત્ર પ્રકારના વિચારો પણ આવતા હતા.

Image Source

ડોકટરે જણાવ્યું કે તને પોતાની પૂર્વ પ્રેમિકા અંકિતા સાથેના બ્રેકઅપથી ખુબ પછતાવો છે. અંકિતા પછીના અમુક રિલેશન નાકામ થવાને લીધે સુશાંત સમજી ગયો હતો કે અંકિતા જેટલો પ્રેમ તેને કોઈએ પણ નથી કર્યો.

Image Source

આ સિવાય ડોકટરે એવું પણ કહ્યું કે સુશાંત તેની હાલની પ્રેમિકા રિયા ચક્રવર્તીના સ્વભાવ અને વ્યવહારથી ખુશ ન હતા. મળેલી જાણકારીના આધારે સુશાંત અભિનેત્રી કૃતિ સેનન અને એક નિર્દેશકની દિકરીને પણ ડેટ કરી ચુક્યા છે પણ બંને રિલેશન નાકામ રહ્યા હતા.

Image Source

સુશાંત અને અંકિતા એકતા કપૂરના શો પવિત્ર રિશ્તા દ્વારા એકબીજાની નજીક આવ્યા હતા. સુશાંતે અંકિતા સાથે છ વર્ષ સુધી ડેટ કર્યા પછી બ્રેકઅપ કર્યું હતું.

Author: GujjuRocks Team

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.

લેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.