ફિલ્મી દુનિયા

સુશાંતના ખાતામાંથી રિયાના ભાઈ શોવિકના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા પૈસા, સ્ટેટમેન્ટમાં થયો ખુલાસો

અભિનેતા સુશાંત સિંહ રાજપૂતની આત્મહત્યાનો મામલો હવે સીબીઆઈના હાથમાં છે ત્યારે ઇડી દ્વારા સુશાંતની પ્રેમિકા રિયા ચક્રવર્તી તેનો ભાઈ શોવિકને ઇડી ઓફિસની અંદર પૂછપરછ માટે બોલાવવામાં આવ્યા હતા. એડીના ઓફિસની અંદર રિયાની સાથે તેના પિતા, સીએ અને પૂર્વ મેનેજર શ્રુતિ મોદી હાજર રહ્યા હતા. સુશાંતના પિતા કેકે સિંહ દ્વારા સુશાંતના ખાતામાંથી 15 કરોડ કાઢવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. રિયાના ભાઈ શોવિક સાથે લગભગ 2 કલાક સુધી પુછપરછ ચાલી જેમાં ઘણા ખુલાસા થયા.

Image Source

શોવિકની બેંક ડિટેલમાંથી સામે આવ્યું કે તેના ખાતામાં સુશાંતના ખાતામાંથી ઘણીવાર પૈસા ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા. જો કે સુશાંતના ખાતામાંથી ક્યારેય કોઈ ટ્રાન્જેક્શન કરવામાં નથી આવ્યું પરંતુ ઘણા ટ્રાન્જેક્શન ચોખ્ખા નજર આવે છે. સુશાંતના ખાતામાંથી સૌથી મોટું ટ્રાન્જેક્શન 40000 રૂપિયાનું 10 જૂન, 2019ના રોજ કરવામાં આવ્યું હતું.

Image Source

આ ઉપરાંત એનાથી પણ ઓછી રકમના ઘણા ટ્રાન્જેક્શન કરવામાં આવ્યા છે. ત્યાં બિહાર પોલીસને સુશાંતના પરિવારે એ જાણકારી આપી છે કે તે પોતાનું ખાતું બંધ કરાવવા માંગતો હતો. સુશાંતે પોતાના મૃત્યુના થોડા દિવસ પહેલા બેંકને પોતાનું ખાતું બંધ કરવા વિષે કહ્યું હતું અને નવું ખાતું ખોલવા માટે કહ્યું હતું. રિયા અને શોવિક સુશાંતની 4 કંપનીઓમાં ભાગીદાર હતા.

Image Source

ખબરોનું માનીએ તો સુશાંત પોતાના ખાતામાંથી સતત નીકળી રહેલા પૈસા માટે ઘણો જ ચિંતિત હતો. સુશાંતને એ વાતની જાણકારી પણ હતી કે તેના પૈસાનો ખોટો ઉપયોગ થઇ રહ્યો છે. સુશાંત સાથે રિયાના ભાઈની સારી મિત્રતા હતી. બંને સાથે સમય વિતાવતા હતા અને પાર્ટી પણ કરતા હતા.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.

લેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.