બૉલીવુડ એક્ટ્રેસ અને વિશ્વ સુંદરી ઐશ્વર્યા રાયના દીવાનાની કોઈ કમી નથી. દેશથી લઈને વિદેશમાં ઐશ્વર્યાના કરોડો ફેન છે. જો તેની એક ઝલક મેળવવા માટે કલાકો સુધી રાહ જોતા હોય છે. ફેન્સ તેને અડવા માટે પણ તરસતા હોય છે.ઐશ્વર્યા રાયને ટચ કરવા માટે સુશાંત પણ શામેલ હતો.
View this post on Instagram
એક ઇન્ટરવ્યુ દરમિયાન સુશાંતસિંહે કહ્યું હતું કે તેઓ તેમના કોલેજના દિવસો દરમિયાન વધુ જાણીતા હતા કારણ કે તે એક્ટર-એક્ટ્રેસનો બેકગ્રાઉન્ડ ડાન્સર હતો. અને તેણે એક શો દરમિયાન ઐશ્વર્યા રાયને ઉઠાવી લીધી હતી. આ બાદ તે કોલેજમાં ઘણો ફેમસ થઇ ગયો હતો.
View this post on Instagram
એક ઇન્ટરવ્યુ દરમિયાન, સુશાંતે જણાવ્યું હતું કે તે કોલેજની સાથે સાથે ડાન્સના ક્લાસમાં જતો હતો અને 20056 માં તેણે એવોર્ડ ફંક્શનમાં એક્ટર-એક્ટ્રેસની પાછળ ડાન્સ કર્યો હતો. એટલું જ નહીં, સુશાંતે 2006માં સ્ટ્રેલિયામાં થયેલ કોમનવેલ્થ ગેમ્સમાં ઐશ્વર્યાની પાછળ જ ડાન્સ કર્યો હતો.
આ દરમિયાન સુશાંતે ઐશ્વર્યાને ઉપાડી લીધી હતી. ઐશ્વર્યાને ઉંચકતાંની સાથે જ તેણે ઐશ્વર્યાને બે-ત્રણ વખત વધુ ઊંચી ઉઠાવી લીધી હતી.. આ બાદ ઐશ્વર્યા રાયને નીચે ઉતારવાનું ભૂલી ગયો હતો. સુશાંતે કપિલ શર્મા કોમેડી શોમાં આ વાતનો ખુલાસો કર્યો હતો. ઉપરાંત, સુશાંતે જણાવ્યું હતું કે તે તેની કોલેજમાં સૌથી ફેમસ એટલા માટે હતો કે, તેને ઐશ્વર્યા સાથે ડાન્સ કર્યો હતો.
View this post on Instagram
આ વીડિયોમાં જોઈ શકાય છે કે, સુશાંત ઐશ્વર્યાની પાછળ પરફોર્મ કરી રહ્યો હતો. વીડિયોના અંતમાં તે ઐશ્વર્યાને ગોદમાં ઉઠાવી લે છે. એક મુલાકાતમાં સુશાંતે કહ્યું હતું કે તે તેને ખોળામાં લઇને નીચે ઉતારવાનું ભૂલી ગયો હતો અને આ ચક્કરમાં બે-ત્રણ ધબકારા ચૂકી ગયા હતા.
View this post on Instagram
સુશાંતસિંહે બૉલીવુડ ‘કાઈ પો છે’માં એક્ટર તરીકેની કારકિર્દીની શરૂઆત કરી હતી. બે વર્ષ બાદ તેણે ધોનીની બાયોપિકમાં કામ કર્યું હતું. જે ખૂબ હિટ રહી અને દર્શકોને ખૂબ પસંદ આવી હતી.
હવે તો સુશાંતની ફક્ત યાદો જ રહી ગઈ છે જે હંમેશા યાદ કરવામાં આવશે. સુશાંતની યાદોન યાદ કરી ફેન્સ ક્યારેક હસશે તો ક્યારેક રડી પડશે.
જુઓ વિડીયો
Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.