ફિલ્મી દુનિયા

સુશાંત સિંહ રાજપૂત આત્મહત્યા કેસ : પોસ્ટમોર્ટમમાં થયો ચોંકાવનારો ખુલાસો

લાગી રહ્યું છે કે,2020નું વર્ષ કાળમુખુ સાબિત થઇ રહ્યું છે. 2020માં એક બાજુ કોરોનાએ કહેર મચાવ્યો છે તો મનોરંજન જગતમાં પણ એક બાદ એક સિતારાઓ અલવિદા કહી રહ્યા છે.

બૉલીવુડ એક્ટર અને ટીવી સિરિયલનો જાણીતો ચહેરો સુશાંત સિંહ રાજપૂતના આત્મહત્યાથી બધા જ લોકોમાં શોક છવાઈ ગયો છે. ફિલ્મ ઈન્ડસ્ટ્રીના ચાહકો સુશાંત સિંહ રાજપૂત માટે દુ:ખ વ્યક્ત કર્યું હતું. આત્મહત્યાનું કારણ અકબંધ છે. આ વચ્ચે સુશાંત સિંહ રાજપૂતની એક્સ ગર્લફ્રેન્ડ અંકિતા લોખંડેએ દુઃખ વ્યક્ત કર્યું હતું.

 

View this post on Instagram

 

A post shared by @sushantsinghrajputmemories on

સુશાંતના નિધન બાદ પછી જ્યારે એક ટીવી ચેનલે તેની પૂર્વ ગર્લફ્રેન્ડ અંકિતા લોખંડેની પ્રતિક્રિયા માટે સંપર્ક કર્યો હતો. ત્યારે અંકિતા એટલું જ બોલી શકી હતી કે, તે ખાલી એટલું જ બોલી શકી કે”શું.???. તેણે જોરથી બૂમ પાડી કે શું??? અને તરત ફોન કાપી નાખ્યો હતો.
જણાવી દઈએ કે, સુશાંત સિંહ રાજપૂતે અંકિતા લોખંડે સાથે ઝી ટીવી સીરિયલ પવિત્ર રિશ્તા’માં કામ કર્યું હતું. બંને સિરિયલમાં દરમિયાન બંનેએ એકબીજાને ડેટ કરવાનું શરૂ કર્યું. જોકે, જ્યારે સુશાંતે હિન્દી ફિલ્મોમાં પોતાની સફરની શરૂઆત કરી હતી, ત્યારે બન્નેના છૂટા પડવાનાં સમાચાર આવ્યા હતા.

 

View this post on Instagram

 

A post shared by Bong Beauty & Saree Love (@bongbeautyuniverse) on

‘પિપવિત્ર રિશ્તા’ પછી બંનેએ ‘ઝલક દિખલા જા’માં પણ ભાગ લીધો હતો. આ ડાન્સ શોના સ્ટેજ પર સુશાંત સિંહ રાજપૂતે અંકિતા લોખંડેને બધાની સામે પ્રપોઝ કર્યું હતું. સુશાંતસિંહ રાજપૂતનાં મોંમાંથી સ્નેહભર્યા શબ્દો સાંભળીને અંકિતા લોખંડેની આંખો ભરાઈ આવી હતી.

 

View this post on Instagram

 

A post shared by indian all actress gallery ©️ (@indian_actress18) on

સુશાંત સિંહ રાજપૂતએ ગઈ કાલે આ દુનિયાને અલવિદા કહી દીધી હતી. સુશાંત સિંહ રાજપૂતે ઘરે ગળેફાંસો ખાઈને આત્મ હત્યા કરી લીધી હતી. સુશાંતે ક્યાં કારણોસર આત્મહત્યા કરી તે હજુ સુધી જાણી શકાયું નથી.

 

View this post on Instagram

 

A post shared by Manav Manglani (@manav.manglani) on

સુશાંતના પરિજનોને ખબર પડતા તે લોકો ભાંગી ગયા હતા. સુશાંતને અંતિમ વિદાઈ આપવા માટે તેના પરિજનો પણ પટનાથી મુંબઈ આવી પહોંચ્યા છે.

 

View this post on Instagram

 

A post shared by Manav Manglani (@manav.manglani) on

સુશાંતને અંતિમ વિદાઈ આપવા તેની  ત્રણેય બહેનો, જીજુ અને તેના પિતા પહોંચી ચુક્યા છે. શ્રદ્ધા કપૂર, વરુણ શર્મા, ક્રિતિ સેનન, અભિષેક કપૂર પત્ની પ્રજ્ઞા સાથે સુશાંતના અંતિમ સંસ્કારમાં સામેલ થવા આવ્યા હતાં. આ ઉપરાંત ટીવી સેલેબ્સ પણ આવ્યા હતાં.

 

View this post on Instagram

 

A post shared by Manav Manglani (@manav.manglani) on

ઘાટની બહાર લોકોની ભીડ એકઠી થઈ ગઈ હતી. સુશાંતના અંતિમ સંસ્કાર વિલેપાર્લે સ્થિત પવન હંસ સ્મશાનમાં કરવામાં આવ્યા છે. સુશાંતનો મૃતદેશ સ્મશાન ઘાટ આવી પહોંચી ચુક્યો છે.

 

View this post on Instagram

 

A post shared by Manav Manglani (@manav.manglani) on

સુશાંતને અંતિમ વિદાઈ આપવા તેની ગર્લ ફ્રેન્ડ રિયા ચક્રવતી, શ્રદ્ધા કપૂર, મુકેશ છાબરા, કૃતિ સેનન પહોંચી ચુક્યા છે.

 

View this post on Instagram

 

A post shared by Fazz PR & Events (@fazzprandevents) on

મુંબઈમાં આ સમયે વાતાવરણ ખરાબ હોય વરસાદ આવી રહ્યો છે આમ છતાં પણ બૉલીવુડ સેલેબ્સ ઉમટી પડયાં છે. સુશાંતની છેલ્લી ફિલ્મ’ ‘છીછોરે’માં કામ કરી ચૂકેલા વરુણ શર્મા પણ સ્મશાન ઘાટ પહોંચી ચુક્યા છે.

 

View this post on Instagram

 

A post shared by Glamour Jagat (@glamourjagat) on

રાજકુમાર રાવ અને ક્રિસ્ટલ ડિસોઝા પણ સુશાંતસિંહને અંતિમ વિદાઈ આપવા પહોંચ્યા છે.

ગઈકાલના રોજ બોલીવુડના દમદાર અભિનેતા સુશાંત સિંહ રાજપુતે પોતાના મુંબઈ સ્થિત ફ્લેટમાં ગળાફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી છે. તેનું મૃત શરીર રૂમમાં લટકાયેલું મળી આવ્યું હતું. સુશાંતના અચાનક થયેલા આવા નિધનથી પૂરું બૉલીવુડ શૌકમાં આવી ગયું છે.

Image Source

હાલ સુશાંતના આત્મહત્યાનું કારણ ડિપ્રેશન માનવામાં આવી રહ્યું છે. આત્મહત્યાના સમયે તેના રૂમમાંથી ડિપ્રેશનને લગતી ઘણી દવાઓ મળી આવી હતી. સુશાંત જ્યુસ પી ને રૂમમાં ગયા હતા અને હંમેશાને માટે કૈદ થઇ ગયા.

Image Source

તેના વ્યક્તિગત જીવનની વાત કરીયે તો સુશાંતે અભિનેત્રી અંકિતા લોખંડે સાથે 6 વર્ષ ડેટ કર્યા પછી બ્રેકઅપ કર્યું હતું, બંન્ને વચ્ચે સિરિયલ પવિત્ર રિશ્તા દ્વારા નજીકતા વધી હતી. જેના પછી સુશાંત અભિનેત્રી રિયા ચર્કવર્તીને ડેટ કરી રહયા હતા. બંન્ને લિવ ઈન રિલેશનમાં રહેતા હતા. પાર્ટી કે ઇવેન્ટમાં પણ બંન્ને સાથે જોવા મળતા હતા અને વેકેશનમાં પણ સાથે જ જતા હતા.

Image Source

અમુક દિસવો પહેલા જ સુશાંતે 3 જૂન ના રોજ પોતાની માં ની યાદમાં ભાવુક પોસ્ટ લખી હતી જેના પર રિયાએ પણ દિલવાળી ઈમોજી પોસ્ટ કરીને પ્રતિક્રિયા આપી હતી. જો કે બંન્નેએ પોતાના સંબંધને ક્યારેય જાહેરમાં કબુલ્યો ન હતો.

Image Source

સુશાંતના નિધનના પહેલાના બે કલાક પહેલા જ રિયાએ પોતાના ઇન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ શેર કરી હતી. આત્મહત્યાના પહેલા જ રિયાએ ઇન્સ્ટાગ્રામ પર એક વિડીયો શેર કર્યો હતો. જેમાં તે સ્વિમિંગ પુલની પાસે શૂટિંગ કરતી જોવા મળી હતી. વીડિયોને શેર કરતા રિયાએ કેપશન આપ્યું કે તે શુટિંગનું કેટલું યાદ કરી રહી છે.

ટીવી અને બૉલીવુડ એક્ટર સુશાંત સિંહએ ગઈ કાલે ગળેફાંસો ખાઈને જીવન ટૂંકાવી નાખ્યું હતું. સુશાંતના આ પગલાંથી બધા લોકો હેરાન પરેશાન છે. મોડી રાત્રે મુંબઈની હોસ્પિટલમાં સુશાંતનું પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું હતું.

 

View this post on Instagram

 

A post shared by MPL (@mindpothundilopala1) on

એક્ટર સુશાંત સિંહ રાજપૂતના નિધનથી પરિવારમાં માતમ છવાઇ ગયો છે. એક્ટરના પિતા તૂટી ગયા છે. તેમને વિશ્વાસ નથી બેસતો કે તનો પુત્ર આમ અચાનક સાથ છોડીને જતો રહેશે.

 

View this post on Instagram

 

A post shared by PeepingMoon (@peeping.moon) on

સુશાંતસિંહ રાજપૂતના વિલે પાર્લેના સ્મશાનગૃહમાં અંતિમ સંસ્કાર કરવામાં આવશે. તેના પિતા પિતા અને પિતરાઇ ભાઇ નીરજસિંહ બપોરે પટનાથી મુંબઇ આવ્યા હતા અને સીધા સુશાંતના બાંદ્રા ફ્લેટમાં ગયા હતા. તેની એક બહેન અને કેટલાક અન્ય સંબંધીઓ મુંબઈમાં પહેલેથી જ છે. બીજી તરફ, તેની મિત્ર રિયા ચક્રવર્તી મુંબઈની કૂપર હોસ્પિટલ પહોંચી હતી. જ્યાં સુશાંતનો મૃતદેહ રાખવામાં આવ્યો છે.

 

View this post on Instagram

 

A post shared by Bollyworld (@ibollyworld) on

કોવિડ 19 પ્રોટોકોલને કારણે 20 થી વધુ લોકો સુશાંતની સસ્મ્શાન યાત્રામાં ભાગ લઈ શકશે નહીં.

 

View this post on Instagram

 

A post shared by yogen shah (@yogenshah_s) on

સુશાંત સિંહ રાજપુતે અચાનક દુનિયા છોડી દીધી તેનાથી સમગ્ર બોલિવૂડ શોકમગ્ન થયુ છે. શિલ્પા શેટ્ટી, સંજય દત્ત, દિશા પટ્ટની, અજય દેવગણ, ફરહાન અખ્તર સહિત અનેક કલાકારોએ તેને શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે.

 

View this post on Instagram

 

A post shared by Manav Manglani (@manav.manglani) on

ધોનીના પાત્રને રૂપેરી પડદે જીવંત કરનાર અભિનેતા સુશાંત સિંહ રાજપૂત હવે આપણી વચ્ચે નથી. રવિવારે તેણે બાન્દ્રા સ્થિત ફ્લેટમાં આત્મહત્યા કરી હતી. હજુ સુધી મૃત્યુનું કારણ સામે આવ્યું નથી. પ્રાથમિક તપાસમાં સુશાંત ડિપ્રેશનમાં હતો. મુંબઇની કપૂર હોસ્પિટલમાં સુશાંતનો પાર્થિવ દેહ 4 વાગ્યે લાવવામાં આવ્યો હતો.

 

View this post on Instagram

 

A post shared by Sushant Singh Rajput (@sushantsinghrajput) on

મોડી રાતે પોસ્ટમોર્ટમ રિપોર્ટ સામે આવ્યો હતો. તેમાં પ્રાથમિક તબક્કે આત્મહત્યાની વાત સામે આવી છે. ડોક્ટર્સે તેના વાઇટલ ઓર્ગન્સને વધુ તપાસ માટે જેજે હોસ્પિટલ મોકલ્યા છે. અહીં શરીરમાં કોઇ ડ્રગ્સ કે અન્ય ઝેરી પદાર્થની ઉપસ્થિતિ અંગે તપાસ કરવામા આવશે. રિપોર્ટ્સ પ્રમાણે સુશાંતના અંતિમ સંસ્કાર કાલે મુંબઇમાં થઇ શકે છે. સુશાંતના પિતા કાલ સુધી મુંબઇ પહોંચશે. અમુક રિપોર્ટ્સ અનુસાર સુશાંતના નવેમ્બરમાં લગ્ન કરવાનું પણ આયોજન હતું.

 

View this post on Instagram

 

A post shared by Sushant Singh Rajput (@sushantsinghrajput) on

34 વર્ષીય સુશાંતે આત્મહત્યા કેમ કરી તેને લઈ હજી સુધી કોઈ કારણ સામે આવ્યું નથી. જણાવી દઈએ કે, સુશાંતને તેના નોકરે સવારે સાડા નવ વાગે જ્યૂસ આપ્યો હતો. એક કલાક બાદ જ્યારે નોકરે ભોજન માટે પૂછ્યું તો એક્ટરે દરવાજો ખોલ્યો નહોતો. આ સમય દરમિયાન ઘરમાં ત્રણ લોકો જ હાજર હતાં. નોકર, ક્રિએટિવ મેનેજ તથા અન્ય એક વ્યક્તિ. ત્યારબાદ સુશાંતની બહેનને ફોન કરવામાં આવ્યો હતો. પછી ચાવીવાળાને બોલાવવામાં આવ્યો હતો.

 

View this post on Instagram

 

A post shared by Sushant Singh Rajput (@sushantsinghrajput) on

અંદાજે ચાર કલાક બાદ આ લોકોની હાજરીમાં શબને ફંદા પરથી નીચે ઉતારવામાં આવ્યો હતો. રિપોર્ટના મતે, સાડા નવથી સાડા દસની વચ્ચે એટલે કે એક કલાકની અંદર જ સુશાંતે આત્મહત્યા કરી હતી.

 

View this post on Instagram

 

A post shared by Sushant Singh Rajput (@sushantsinghrajput) on

સુશાંત સિંહ રાજપૂતનાં મોતનાં સમાચારથી ફિલ્મ ઇન્ડસ્ટ્રીથી લઈને રાજકીય કોરિડોર સુધી શોકનું મોજુ છે. સુશાંત સિંહ રાજપૂતની જાણીતી ફિલ્મોમાં ‘કાઈ પો છે’, ‘શુદ્ધ દેસી રોમાન્સ’, ‘એમ.એસ.ધોની: ધ અનટોલ્ડ સ્ટોરી’, ‘કેદારનાથ’, ‘છિછોરે’ અને ‘સોનચિડીયા’નો સમાવેશ થાય છે.

 

View this post on Instagram

 

A post shared by Sushant Singh Rajput (@sushantsinghrajput) on

વધુમાં અહીં તેની તપાસ કરવામાં આવશે કે તેમના અંગોમાં કોઈ ઝેર અથવા ડ્રગ્સ તો નથી ને. આ કેસની તપાસ કરી રહેલા મુંબઇ પોલીસ ઝોન 9 ના DCP અભિષેક ત્રિમુખીએ જણાવ્યું હતુ કે સુશાંતના ઓરડામાંથી તેમને કોઈ શંકાસ્પદ વસ્તુ મળી નથી.

પરમ કૃપાળુ પરમાત્મા એમના આત્માને શાંતિ આપે એવી પ્રાર્થના.ૐ શાંતિ..શાંતિ..શાંતિ..

લેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.