ખબર ફિલ્મી દુનિયા

અભિનેતા સુશાંત સિંહ રાજપૂતના ઘર બહારની તસવીરો આવી સામે, એમ્બ્યુલન્સમાં લાશ ને લઇ ગયા જુઓ તસવીરો

ટેલિવિઝન અને ફિલ્મ એક્ટર સુશાંત સિંહે 34 વર્ષની નાની ઉંમરે મુંબઈના તેના ઘરે આત્મહત્યા કરી લીધી છે. જુવાન કહેવાતા એક્ટરના નિધન પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દુઃખ વ્યક્ત કર્યું છે. PM એ જણાવ્યું કે, સુશાંત સિંહ રાજપૂત, બ્રાઇટ યંગ એક્ટર જલ્દી ચાલ્યો હતો. તેણે TV અને મુવીમાં નામ કમાયું.
એન્ટરટેનમેન્ટ દુનિયામાં તે જે રીતે આગળ આવ્યો તેનાથી ઘણા લોકોને પ્રેરિત કર્યા છે અને તેણે ઘણા યાદગાર પરફોર્મન્સ આપ્યા છે. તેના મૃત્યુની આઘાતમાં છું. તેના પરિવાર અને ફેન્સને મારી સહાનુભૂતિ. ઓમ શાંતિ. તમને જણાવી દઈએ કે આજે બપોરે સુશાંત સિંહે ફેન પર લટકીને આત્મહત્યા કરી છે. જો કે અત્યાર સુધીમાં પોલીસને કોઈ ચિઠ્ઠી મળી નથી. પોસ્ટમોર્ટમ માટે સુશાંતના પાર્થિવ દેહને લઇ જવાયો છે. અચાનક મૃત્યુના સમાચારથી ફિલ્મ ઇન્ડસ્ટ્રી ધ્રુજી ઉઠી છે.

ગઈકાલના રોજ બોલીવુડના દમદાર અભિનેતા સુશાંત સિંહ રાજપુતે પોતાના મુંબઈ સ્થિત ફ્લેટમાં ગળાફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી છે. તેનું મૃત શરીર રૂમમાં લટકાયેલું મળી આવ્યું હતું. સુશાંતના અચાનક થયેલા આવા નિધનથી પૂરું બૉલીવુડ શૌકમાં આવી ગયું છે.

Image Source

હાલ સુશાંતના આત્મહત્યાનું કારણ ડિપ્રેશન માનવામાં આવી રહ્યું છે. આત્મહત્યાના સમયે તેના રૂમમાંથી ડિપ્રેશનને લગતી ઘણી દવાઓ મળી આવી હતી. સુશાંત જ્યુસ પી ને રૂમમાં ગયા હતા અને હંમેશાને માટે કૈદ થઇ ગયા.

Image Source

તેના વ્યક્તિગત જીવનની વાત કરીયે તો સુશાંતે અભિનેત્રી અંકિતા લોખંડે સાથે 6 વર્ષ ડેટ કર્યા પછી બ્રેકઅપ કર્યું હતું, બંન્ને વચ્ચે સિરિયલ પવિત્ર રિશ્તા દ્વારા નજીકતા વધી હતી. જેના પછી સુશાંત અભિનેત્રી રિયા ચર્કવર્તીને ડેટ કરી રહયા હતા. બંન્ને લિવ ઈન રિલેશનમાં રહેતા હતા. પાર્ટી કે ઇવેન્ટમાં પણ બંન્ને સાથે જોવા મળતા હતા અને વેકેશનમાં પણ સાથે જ જતા હતા.

Image Source

અમુક દિસવો પહેલા જ સુશાંતે 3 જૂન ના રોજ પોતાની માં ની યાદમાં ભાવુક પોસ્ટ લખી હતી જેના પર રિયાએ પણ દિલવાળી ઈમોજી પોસ્ટ કરીને પ્રતિક્રિયા આપી હતી. જો કે બંન્નેએ પોતાના સંબંધને ક્યારેય જાહેરમાં કબુલ્યો ન હતો.

Image Source

સુશાંતના નિધનના પહેલાના બે કલાક પહેલા જ રિયાએ પોતાના ઇન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ શેર કરી હતી. આત્મહત્યાના પહેલા જ રિયાએ ઇન્સ્ટાગ્રામ પર એક વિડીયો શેર કર્યો હતો. જેમાં તે સ્વિમિંગ પુલની પાસે શૂટિંગ કરતી જોવા મળી હતી. વીડિયોને શેર કરતા રિયાએ કેપશન આપ્યું કે તે શુટિંગનું કેટલું યાદ કરી રહી છે.

સુશાંત સિંહએ 14 જૂનના રોજ આ ફાની દુનિયાને અલવિદા કહી દીધું હતું. સુશાંતએ ક્યાં કારણોસર આત્મહત્યા કરી તે જાણી શકાયું નથી. બૉલીવુડ અને ટીવી એક્ટર સુશાંતસિંહના નિધનને પગલે પરિવાર, મિત્રો અને સેલેબ્સ અચરજ પામી ગયા હતા. સુશાંતના નિધન બાદ તેના પરિવાર પટનાથી મુંબઈ પહોંચી ગયા છે. પરિવારની હાજરીમાં તેને તેને અંતિમ વિદાઈ આપવામાં આવશે.

 

View this post on Instagram

 

A post shared by Shweta Singh kirti (@shwetasinghkirti) on

સુશાંત સિંહ રાજપૂતની ચાર બહેન પૈકી એક બહેન મુંબઈ પહોંચી શકી નથી. સુશાંત સિંહની બહેન શ્વેતા સિંહ અમેરિકામાં હોય ભાઈ સુશાંતને અંતિમ વિદાઈમાં આવવા ઈચ્છે છે પરંતુ તેને કોઈ રસ્તો નથી મળી રહ્યો.

ખરેખર સુશાંતસિંહ રાજપૂતની બહેન શ્વેતા સિંહ કીર્તિ યુ.એસ.માં રહે છે. તે ભારત આવવા માટે ફ્લાઇટની ટિકિટ મેળવવા માટે અસમર્થ છે. શ્વેતા સિંહ કીર્તિએ ફેસબુક પર લોકોની મદદ લેતી વખતે તેની મુશ્કેલી વ્યક્ત કરી છે.
શ્વેતા સિંહ કીર્તિએ ફેસબુક પર લખ્યું હતું, ટિકિટની વ્યવસ્થા કરવામાં મદદની માંગ કરતા, ‘વહેલી તકે ભારત આવવા માંગે છે પરંતુ કોઈ ફ્લાઇટની ટિકિટ મળી નથી. કોઈ મારી મદદ કરી શકે? કૃપા કરી મને કહો …? ‘ જોકે નવા અપડેટ મુજબ એવું કહેવામાં આવી રહ્યું છે કે શ્વેતાને ભારત આવવા માટે ફ્લાઇટ ટિકિટ મળી છે.

 

View this post on Instagram

 

A post shared by Shweta Singh kirti (@shwetasinghkirti) on

શ્વેતા સિંહ કીર્તિએ ફેસબુક પર બીજી પોસ્ટ મૂકી, લખ્યું, ‘દરેકની સહાયથી …. ભારતની ટિકિટ કન્ફર્મ છે. હું 16 મીએ આવી રહી છું. દિલ્હી થઈને મુંબઇ પહોંચીશ. 7 દિવસની ક્વોરેન્ટાઇન વિશે ચિંતિત છો … શું કોઈ રીત છે જેને માફ કરી શકાય છે? મારે જલ્દીથી મારા પરિવારને મળવાની જરૂર છે. ‘

સુશાંતે પોતાના જ મકાનમાંત્મહત્યા કરી હતી. અભિનેતાના ઘરે કામ કરતાનોકરે પોલીસને આ માહિતી આપી હતી. સુશાંતસિંહ રાજપૂતની આત્મહત્યા પછી દરેક લોકો એક જ સવાલ પૂછે છે કે તેણે આ પગલું કેમ ભર્યું?

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.

તસ્વીરોમાં તમે જોઈ શકો છો કે સુશાંતના ઘરની બહાર પોલીસની ગાડી દેખાઈ રહી છે. તેમના નિધન સમાચાર સાંભળીને ફિલ્મ ઉદ્યોગમાં દરેક લોકો આશ્ચર્યચકિત થઈ ગયા છે
અને દુ:ખ વ્યક્ત કરતાં સતત સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી રહ્યા છે. તેના ઘર પર એમ્બ્યુલન્સ આવી હોવાની પણ એક તસવીર વાયરલ થઈ રહી છે. પોલીસ અને મીડિયા ભેગા થઈ ગયા છે. મળતી માહિતી મુજબ સુશાંત છેલ્લા સતત 6 મહિનાથી ડિપ્રેશનમાં હતો.

પોલીસ પણ સુશાંત સિંહનાં ઘરમાં તપાસ કરી રહી છે અને પાડોશીઓની પૂછપરછ ચાલુ છે. બીજી બાજુ પટનામાં તેમના પરિવારનો હાલ પણ ઘણો જ ખરાબ છે. તેમના પિતા કે.કે સિંહ પણ પટનામાં જ રહે છે. તેમને જ્યારે ફોન પર સુશાંતની આત્મહત્યાના સમાચાર મળ્યા તો તેઓ કંઇ જ બોલવા લાયક ન હતાં. હાલ તેઓ અને આખો પરિવાર સદમામાં છે. પરિવાર આંશું રોકી નથી શકતા.

સુશાંતનો પરિવાર પણ આ ખબર સાંભળીનો ઘણો જ દુખમાં છે. હજી સુશાંતના આપધાતનું કોઇ કારણ સામે આવ્યું નથી. એકટર સુશાંતસિંહ રાજપૂત પટનાના રહેવાસી હતા. તેઓ મુંબઇનાં બાંદ્રામાં આખા ઘરમાં એકલા જ રહેતા હતા. સુશાંતની ડેથ વિશે માહિતી નોકરે પોલીસને આપી હતી.

લેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.