ફિલ્મી દુનિયા

આત્મહત્યાના એક રાત પહેલા સુશાંતે એપાર્ટમેન્ટમાં કરી હતી પાર્ટી, બંધ હતા બિલ્ડિંગના CCTV કેમેરા જુઓ વિડીયો

અભિનેતા સુશાંત સિંહ રાજપૂતની આત્મહત્યાને દોઢ મહિના કરતા પણ વધુ સમય વીતવા આવ્યો છે, અને દરરોજ તેની આત્મહત્યાને લઈને નવા નવા ખુલાસા આવી રહ્યા છે. હવે એક એવા મહત્વના સમાચાર આવી રહ્યા છે કે સુશાંતે તેની આત્મહત્યાની આગળની રાત્રે જ પોતાના એપાર્ટમેન્ટમાં પાર્ટી કરી હતી. જેની અંદર ઘણા મોટા નામો પણ જોડાયેલા છે.

Image Source

ન્યુઝ ચેનલ ટાઈમ્સ નાવના સૂત્રોના જણાવ્યા પ્રમાણે સુશાંત સિંહ રાજપૂતે આત્મહત્યાના પહેલા એક પાર્ટી રાખી હતી. જેમાં એક રાજનેતા જે મંત્રી છે, તેમનો દીકરો પણ તે જ એપાર્ટમેન્ટમાં હતો. આ દરમિયાન બિલ્ડિંગના સીસીટીવી કેમેરા પણ કામ નહોતા કરી રહ્યા.

સૂત્રોના જણાવ્યા અનુસાર આ પાર્ટીની અંદર થોડી માથાકૂટ પણ થઇ હતી જેના કારણે તે પાર્ટી છોડીને ચાલ્યો પણ ગયો હતો. એવામાં સંભાવના એવી પણ છે કે મુંબઈ પોલીસ આ મામલાની અંદર રાજનેતાને બચાવવાનો પણ પ્રયાસ કરી રહ્યા છે. ત્યાંજ સુશાંત આ પાર્ટી પછી ઓનલાઇન ગેમ પણ રમી રહ્યો હતો.

Image Source

સુશાંત સિંહ રાજપૂતના એક ફેમેલી ફ્રેન્ડ નીલોતપલ મૃણાલે ટાઈમ્સ નાવ સાથે વાતચીત દરમિયાન જણાવ્યું હતું કે “જો સુશાંતના ફેલ્ટમાં કોઈ પાર્ટી થઇ છે તો હજુ સુધી તેને સીલ કેમ કરવામાં નથી આવ્યો? એ  ફેલ્ટને હજુ સુધી ફક્ત ખાલી કરાવવામાં આવ્યો છે.”

નીલોતપલે આગળ જણાવ્યું કે: “હું ચાર દિવસ પહેલા જ ફ્લેટ ઉપર ગયો હતો, મેં બિલ્ડિંગના ચોકીદાર સાથે વાત કરી. જે ત્યાં છેલ્લા 27 વર્ષથી કામ કરી રહ્યો છે. તેને મને કહ્યું કે કોઈ પાર્ટી નહોતી થઇ. પરંતુ હું એ નથી કહી શકતો કે તે સાચું છે કે ખોટું. બિલ્ડીંગની અંદર 3 સીસીટીવી હતા.”

Image Source

બીએસપી નેતા માયાવતીએ આ કેસની અંદર સીબીઆઈ તપાસની માંગણી કરી છે. માયાવતીએ પોતાના ટ્વીટર ઉપર લખ્યું છે કે: “બિહાર મૂળના યુવા બૉલીવુડ અભિનેતા સુશાંત સિંહ રાજપૂતની મોતના મામલામાં રોજ નવા તથ્યો સામે આવવા અને તેમના પિતા દ્વારા પટના પોલીસમાં એફઆઈઆર દાખલ કરાવવાથી સતત ઊંડું જતું જાય છે.”

માયાવતીએ આગળ એમ પણ જણાવ્યું છે કે “મહારાષ્ટ્ર અને બિહાર પોલીસ દ્વારા સારું રહેશે કે આ પ્રકારની તપાસ સીબીઆઈ જ કરે. ” આ પહેલા પણ ઘણા લોકોએ સીબીઆઈ તપાસની માંગણી કરી છે. સુપ્રીમ કોર્ટ દ્વારા સીબીઆઈ તપાસની માંગને ખારીજ કરી દેવામાં પણ આવી છે.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.