ફિલ્મી દુનિયા

આખરે આવી જ ગયો રિપોર્ટ, સુશાંતને ઝેર આપ્યું હતું? વિસરા રિપોર્ટમાં થયો ધડાકો

અભિનેતા સુશાંત સિંહ રાજપૂતના મૃત્યુને ઘણો સમય વીતી ગયો છે, અને હાલમાં જ આ કેસ એક નવા વળાંક ઉપર પણ પહોંચી ગયો છે. આ કેસમાં હવે ડ્રગ્સ એંગલ સામે આવ્યું છે જેના બાદ એનસીબી ઘણા લોકોની પુછપરછ કરી રહી છે અને ઘણા લોકોની ધરપકડ પણ કરવામાં આવી છે.

Image Source

પરંતુ આ બધા વચ્ચે જ સુશાંતના ચાહકો અને પરિવારજનોમાં એક પ્રશ્ન સતાવી રહ્યો હતો કે સુશાંતે આત્મહત્યા કરી છે કે તેની હત્યા કરવામાં આવી છે, જેની તપાસ પણ છેલ્લા કેટલાય સમયથી ગોકળ ગાયની ગતિએ ચાલતી હોવાનું લાગી રહ્યું હતું.

Image Source

પરંતુ હાલમાં જ AIIMSના પાંચ ડૉક્ટર્સની ટીમે CBIને વિસેરા રિપોર્ટ આપ્યો છે. આ રિપોર્ટમાં મોટો ઘટસ્ફોટ થયો છે અને સૂત્રોના જણાવ્યા પ્રમાણે સુશાંતને ઝેર આપવામાં આવ્યું નહોતું. AIIMSના ડૉક્ટર્સને સુશાંતના શરીરમાંથી કોઈ પણ પ્રકારનું ઓર્ગેનિક ઝેર મળ્યું નથી.

Image Source

સુશાંતના મૃત્યુ બાદ કરવામાં આવેલા વિસરા રિપોર્ટ પણ હજુ શંકાના ઘેરામાં છે, માટે સીબીઆઈ દ્વારા હજુ કૂપર હોસ્પિટલને ક્લીન ચિટ આપવામાં નથી આવી. કૂપર હોસ્પિટલ દ્વારા સુશાંતની ઓટોપ્સી કરી હતી જેના ઉપર પણ ઘણા સવાલો ઉઠ્યા હતા. સાથે જ સુશાંતના રિપોર્ટમાં મૃત્યુના સમયનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો નહોતો. સુશાંતના ગળા ઉપર મળી આવેલા નિશાન ઉપર હજુ રિપોર્ટમાં કઈ જ જણાવામાં આવ્યું નથી.

Image Source

સુશાંતના પરિવાર અને તેમના વકીલ દ્વારા એવો દાવો કરવામાં આવ્યો હતો કે સુશાંતને ઝેર આપવામાં આવ્યું હતું, પરંતુ એઇમ્સના આ રિપોર્ટની અંદર ખુલાસો કરવામાં આવ્યો છે કે સુશાંતને કોઈપણ પ્રકારનું ઝેર આપવામાં આવ્યું નહોતું.

Image Source

સુશાંત કેસમાં મુખ્ય આરોપી માનવામાં આવી રહેલી સુશાંતની પ્રેમિકા રિયા ચક્રવર્તી હાલ જેલની અંદર બંધ છે. સુશાંત કેસમાં ડ્રગ્સ એન્ગલ સામે આવતાં એનસીબી દ્વારા રિયાના ઘરે દરોડા પડ્યા બાદ તેની ધરપકડ કરવામાં આવી હતી.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.